બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / BJP workers in Sabarkantha vented their anger on social media

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાને ટિકિટ અપાતા રોષ, ભાજપના કાર્યકરોએ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો ગુસ્સો

Vishal Khamar

Last Updated: 06:05 PM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ પાયાનાં કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. સાબરકાંઠાનાં ઉમેદવાર દ્વારા ચૂંટણી લડવાની ના કહ્યા બાદ ભાજપ દ્વારા નવા ઉમેદવાર તરીકે મહિલાને ટિકીટ આપી છે. ત્યારે મહિલા ઉમેદવારનો પણ સોશિયલ મીડિયામાં વિરોધ થતા પ્રદેશ મોવડી મંડળ દ્વારા ડેમેજ કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી છે.

સાબરકાંઠા બેઠક પર શોભાબેન બારૈયાને ટીકીટ આપતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. ભાજપનાં કાર્યકરો અને આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો. કાર્યકરોએ સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવ્યો હતો. ભાજપનાં સોશિયલ મીડિયા ગ્રુપમાં ધમાસાણ મચ્યું હતું.  કાર્યકરો અને આગેવાનોએ ઓડિયો મેસેજ કરી વિરોધ કર્યો હતો. ઉમેદવાર શોભનાબેન બારૈયાનો વિરોધ કર્યો હતો. 

સોશિયલ મીડિયામાં વિરોધ થયો

વોટ્સએપ સોશિયલ મીડિયામાં યુથ ઓફ બીજેપી, એસકે ગ્રુપ, ભીખાજી ઠાકોર ફેન ક્લબ ગ્રુપમાં વિરોધનું વંટોળ ઉભો થવા પામ્યો હતો. બીજેપી અરવલ્લી ડિસ્ટ્રીક્ટર ગ્રુપમાં વિરોધ થયો હતો. પ્રાંતિજ યુવા મોરચા ગ્રુપમાં પણ વિરોધ થયો હતો. તલોદ તાલુકાનાં ભાજપનાં સંગઠનમાં ઉપપ્રમુખનો ઓડિયો વાયરલ થયો હતો. કોંગ્રેસમાંથી આવેલાને લોકસભા લડાવવા નીકળ્યા છો. જો મહિલાને ટિકીટ આપવી હોય તો રેખાબા ઝાલાને ટીકીટ આપો.  શોભનાબેનનો વિરોધ છે.  જીલ્લા કે તાલુકામાં શોભનાબેનનું ક્યાંય નામ નથી. અન્ય કાર્યકરોએ પણ ઓડિયો મેસેજ મુકી આક્રોશ ઠાલવ્યો હતો. 

ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા વિરોધને શાંત કરવાની તજવીજ હાથ ધરી

હાલ સાબરકાંઠામાં ભાજપ દ્વારા મહિલાને ટીકિટ આપતા વિરોધ ઉભો થવા પામ્યો છે.  ત્યારે સાબરકાંઠા ભાજપમાંથી રાજીનામાં પણ આગામી સમયમાં પડવાની શક્યતાઓ છે. આ સમગ્ર બાબની જાણ પ્રદેશ મોવડી મંડળને થતા પ્રદેશ મોવડી મંડળ દ્વારા વિરોધને શાંત કરવા માટેની તજવીજ હાથ ધરી હતી.

ભીખાજીનાં સમર્થનમાં કાર્યકરોનાં રાજીનામા

ગત રોજ ભીખાજીએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી

સાબરકાંઠામાં લોકસભા ભાજપ ઉમેદવારના અટક કાંડને લઇ ચાલી રહેલ વિવાદે ભીખાજીની ટીકીટ હાથમાંથી ગયાની જિલ્લા ભાજપમાં ચર્ચાઓ વહેતી થઇ છે..ભાજપે ભીખાજીની ટિકિટ પરત ખેંચી હોવાની ચર્ચાઓ જિલ્લામાં ચર્ચાઇ રહી છે. ભીખાજીએ ગઇકાલે પોતે ચૂંટણી નહી લડેની જાહેરાત કરી છે ત્યારે ભીખાજીની ચૂંટણી ન લડવાના કેટલાક કારણો સામે આવી રહ્યા છે. જેને લઇ જિલ્લા ભાજપમાં ચર્ચાઓ થઇ રહી છે..જોકે સૂત્રો તરફથી મળતી માહીતી મુજબ સમગ્ર કાંડમાં અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલે મુખ્ય ભૂમીકા ભજવી હોવાની ચર્ચા ચાલી રહી છે.

શું ભીખાજી ઠાકોરનું ભીખાજી ડામોર નામનો વિવાદ મુખ્ય ભૂમિકા?
સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપ ઉમેદવારને લઈ ખુલાસા થવા પામ્યા છે. જેમાં જાહેર થયેલ ઉમેદવાર ભીખાજીને અટક કાંડ ભારેડ પડ્યો? ઉમેદવાર ભીખાજી ઠાકોરનું ઉમેદવારી પરત જ ખેંચવા મામલે ખુલાસા થયા હતા. શું ભીખાજી ઠાકોરનું ભીખાજી ડામોર નામનો વિવાદ મુખ્ય ભૂમિકા?  અટક બદલવાની નીતીનાં કારણે પાર્ટીએ ઉમેદવાર બદલ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જીલ્લા ભાજપમાં કાર્યકર્તામાં વિવાદ અને વિરોધથી પાર્ટીએ ઉમેદવાર બદલ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. ભીખાજીનો અટક કાંડ પ્રદેશથી કેન્દ્રીય સુધી પહોંચતા નિર્ણય લેવાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

વધુ વાંચોઃ કોંગ્રેસમાં વળતાં પાણીનું પિક્ચર અભી બાકી હૈ? જવાહર ચાવડાની ઘરવાપસીનો માટે તખ્તો, ગેરહાજરી આંખે વળગી

ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરી તવી ચર્ચાઓ વહેતી થઇ 
ભીખાજીનાં દશેરાનાં દિવસે તીરકામઠાની પૂજા કરતા ફોટો સામે આવ્યા હતા. ભીખાજી ઠાકોર હોય તો તીર કામઠાની પૂજા કેમ કરી તેવી ચર્ચાઓ વહેતી થઈ હતી. ભીખાજી ઠાકોરી ભત્રીજી અનુસૂચિત આદિજાતી સીટ પરથી ચૂંટણી લડ્યા હતા. અરવલ્લી જીલ્લા પંચાયતમાં ભીખાજીની ભત્રીજી રમીલાબેન પરમાર ચૂંટણી લડ્યા હતા. ચૂંટણીમાંથી પીછેહટ બાદ ભીખાજી ડામોર નામની પોસ્ટ વાયરલ થઈ હતી. ભીખાજી ડામોર નામની અરવલ્લી જીલ્લા મહામંત્રીની પોસ્ટ વાયરલ થઈ હતી. ભીખાજી ડામોરથી ચાલતી પોસ્ટ અચનક બદલી ગયાની ચર્ચાએ જોર પકડ્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ