બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP will celebrate PM Modi's birthday as 'Seva Pakhwadia'

આયોજન / PM મોદીના જન્મદિવસને ભાજપ ઉજવશે 'સેવા પખવાડિયા' તરીકે, 30 હજાર દીકરીઓને અપાશે આ લાભ

Priyakant

Last Updated: 08:47 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Birthday 2023 News: 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે, પ્રદેશ ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન

  • PM મોદીના જન્મદિવસની ઉજવણી 
  • 17 સપ્ટેમ્બરથી ઉજવાશે સેવા પખવાડિયું 
  • પ્રદેશ ભાજપ દ્વારા સેવા પખવાડિયાનું આયોજન 

PM Modi Birthday 2023 : PM મોદીના જન્મદિવસને લઈ અનેક જગ્યાએ અલગ-અલગ રીતે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન હવે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા PM નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાનું આયોજન કરાશે. જેમાં ખાસ કરીને 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. 

PM મોદીના જન્મદિવસને લઈ કવાયત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. આ સેવા પખવાડિયાનું આયોજન આયોજન પ્રદેશ ભાજપ દ્વારા કરાશે. જે અનુસંધાને રાજ્યભરમાં પોષણ અભિયાન અને રક્તદાનના કાર્યક્રમ યોજાશે. 

File Photo

રાજ્યભરમાં યોજાશે કાર્યક્રમ 
PM મોદીના જન્મદિવસને લઈ  30 હજાર દીકરીઓના સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવાશે. જેમાં દીકરીઓના ખાતા ખોલી પ્રથમ હપ્તાના રૂ. 500 જમા કરાવવામાં આવશે. આ સાથે 16 અને 17 સપ્ટેમ્બર 7.30 લાખ સૂર્યનમસ્કારનું આયોજન કરાયું છે. આ આયોજન રાજ્યના 73 સ્થળ પર 73 હજાર યોગ સાધકો દ્વારા કરવામાં આવ્યું છે. 

File Photo

17 સપ્ટેમ્બરે PM મોદીનો 73મો જન્મદિવસ
પ્રધાનમંત્રી મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના એક નાનકડા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પહેલા એવા પ્રધાનમંત્રી છે કે જેમનો જન્મ આઝાદી પછી થયો હતો. નરેન્દ્ર મોદીએ 1972માં  RSS સાથે જોડાઇને પોતાના રાજનૈતિક કરિયરની શરૂઆત કરી હતી. 1987માં મોદી BJP સાથે જોડાયા અને 1995માં પાર્ટીના અધ્યક્ષ બન્યા.1998માં તેઓ રાષ્ટ્રીય મહાસચીવ પણ બન્યા. નરેન્દ્ર મોદી 3 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 2001માં તે પહેલીવાર ગુજરાતના CM બન્યા અને 2013માં ભાજપે તેમનું નામ પ્રધાનમંત્રી પદના ઉમ્મેદવાર તરીકે જાહેર કર્યું. જેની ચૂંટણીમાં ભાજપે 282 સીટો પર વિજય હાંસીલ કર્યો અને નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા. ત્યારબાદ 2019ની ચૂંટણીમાં ભાજપે 300 સીટોથી વિજય મેળવ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ