બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / સુરત / BJP leader CR CR Congress leader Rahar

સુરત / અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા: BJPના સ્નેહમિલનમાં CR પાટીલે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Vishal Khamar

Last Updated: 04:12 PM, 25 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરત ખાતે જીયાવ બુડિયામાં ભાજપનાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમજ જણાવ્યું હતું કે, 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત.

  • સુરતના જીયાવ બુડિયામાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ 
  • સ્નેહમિલન કાર્યક્રમમાં પાટીલના કોંગ્રેસ પર પ્રહાર 
  • કોંગ્રેસના મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધાઃ પાટીલ

 સુરતનાં જીયાવ બુડિયામાં સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે. કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે. 

કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા
ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા. કોંગ્રેસનાં મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા. જીગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા હતા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત. 

દરેક કાર્યકર્તાને બુઝ મજબૂત કરવા આહ્વાન કર્યું હતું
સુરતનાં ચોર્યાસી વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનાં અધ્યક્ષ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, માઈનસમાં ગયેલ બુથમાંથી કાર્યકર્તાને ચૂંટણી સમયે ટિકિટ આપવામાં આવશે નહી. જે કાર્યકર્તા પોતાનાં બુથને પ્લસ નથી કરી શકતો તેવા કાર્યકર્તાને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય નહી કરી શકે. પ્રદેશ પ્રમુખે દરેક કાર્યકર્તાને બુથ મજબૂત કરવા  આહવાન કર્યું હતું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ