બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / BJP in the preparation of new-old even in the states of South India! PM Modi has prepared a special 'South Plan'

રાજકારણ / દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ નવા-જૂની કરવાની તૈયારીમાં BJP! PM મોદીએ તૈયાર કર્યો ખાસ 'સાઉથ પ્લાન'

Megha

Last Updated: 01:16 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજેપી તેલંગાણામાં મજબૂત પકડ મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે અને એમના પ્રયાસોના પરિણામો પણ દેખાઈ રહ્યા છે.

  • બીજેપી તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં ધ્યાન કેન્દ્રિત કરી રહી છે
  • PM મોદીની મિટિંગ કરી રહી છે મોટા ઇશારા 
  • TRS કાં તો બીજેપી સાથે હાથ મેળવશે કાં તો સામનો કરશે 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દક્ષિણ ભારતની મુલાકાત માત્ર સત્તાવાર મુલાકાત નહતી પણ એ મુલાકાતને રાજનૈતિક રીતે ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે આ વખતેનો પીએમ મોદીનો પ્રવાસ માત્ર ઉદ્ઘાટન માટે જ નહતો પણ એ જણાવવા માટે હતો કે ભારતીય જનતા પાર્ટી તેનો વિસ્તાર દક્ષિણ સુધી લંબાવવા માંગે છે અને ખાસ કરીને આ વખતે તેલંગાણા અને આંધ્ર પ્રદેશમાં પાર્ટી ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. 

PM મોદીની મિટિંગ કરી રહી છે મોટા ઇશારા 
જો આંધ્રપ્રદેશની વાત કરીએ તો ભલે આ સમયે ત્યાં જગન મોહન રેડ્ડીની YSRCP પાર્ટી છે પણ થોડા દિવસ પહેલા  TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ જે એક સમયે NDAના સહયોગી હતા એમની સાથેની મુલાકાત અને હવે જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણ સાથેની મુલાકાત કંઈક બીજા જ ઇશારા કરી રહી છે. એક તરફ જ્યાં આંધ્રમાં મોદી વિરુદ્ધ નારા લગાવવામાં આવી રહ્યા છે કે એ રાજ્યની ત્રણ રાજધાનીઓ પર પોતાનો અભિપ્રાય આપવો જોઈએ કારણ કે મોદી એક સમયે અમરાવતીને રાજધાની બનાવવાની જાહેરાત બાદ ત્યાં આ નિર્ણયને આવકારતા અમરાવતી ગયા હતા પણ હવે ત્યાંનાલોકો ત્રણેય રાજધાનીઓ પર કેન્દ્રનો અભિપ્રાય જ સહિત રાજ્યના વિભાજન સમયે આપેલા વચનો પૂરા કરવાની પણ માંગ કરી રહ્યા છે. જો કે આ સાથે જ વિશાખા સ્ટીલ પ્લાન્ટનું ખાનગીકરણ કરવાના નિર્ણયનો પણ લોકો વિરોધ કરી રહ્યા છે.

ડિફેન્સ મોડમાં TRS 
જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના વિભાજન સમયે તેલંગાણા સાથે કરવામાં આવેલ વાયદાઓ પણ પૂરા કરવામાં નથી આવ્યા આ આરોપ કે.ચંદ્રશેખર રાવની પાર્ટી ટીઆરએસ પણ બીજેપી પર લગાવી રહી છે.  જો કે પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે TRS તેલંગાણા રાજ્યમાં બીજેપીને મજબૂત બનતી જોઈને તેની સાથે બદલો લેવાનું વલણ અપનાવી રહી હોય. છેલ્લા ઘણા સમયથી મુખ્યમંત્રી પ્રોટોકોલની અવગણના કરતાં ફરી એકવાર રાજ્યની મુલાકાત આવેલ પ્રધાનમંત્રીનું સ્વાગત કરવાના નહતા ગયા. આ પહેલા પણ મુખ્યમંત્રીએ ક્યારેક તાવ હોવાનું બહાનું આપ્યું તો ક્યારેક કહ્યું કે તેઓ હૈદરાબાદમાં હાજર નહીં રહે એવા બહાના આપ્યા હતા  પણ આ વખતે એમને આવું કોઈ બહાનું નથી અપાયું અને એ માટે એમની પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે પ્રધાનમંત્રીની રામગુંડેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીને બોલાવવા માટે જે શબ્દપ્રયોગ કરવામાં આવ્યો હતો તે યોગ્ય નહતા અને તેને કારણે એમને દુખ થયું છે. આ બધી વાત પરથી એવું લાગી રહ્યું છે કે ચંદ્રશેખર રાવ માટે આવતા વર્ષની ચૂંટણી માટે કરો યા મરોની સ્થિતિ લાવી રહી છે. 

TRS કાં તો બીજેપી સાથે હાથ મેળવશે કાં તો સામનો કરશે 
બીજેપી તેલંગાણામાં મજબૂત પકડ મેળવવાના તમામ પ્રયાસો કરી રહી છે અને એમના પ્રયાસોના પરિણામો પણ દેખાઈ રહ્યા છે. જો KCR બે દાવ પછી તે ભાજપ સાથે હાથ મિલાવે છે તો તેમના આ સ્થિતિ તેનો હોદ્દો ઓછો કરવા જએવી હશે, જણાવી દઈએ કે TRS હાલ તેલંગાણા સિવાય બીજે ક્યાંય નથી. આવી સ્થિતિમાં તેમની પાસે બે જ રસ્તા છે, કાં તો તેઓ ભાજપ સાથે હાથ મિલાવે અથવા તેનો સામનો કરે. જો કે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે  TRS ખૂબ જલ્દી  BRS એટલે કે ભારત રાષ્ટ્ર સમિતિ બનીને રાષ્ટ્રીય રાજકારણમાં ભાજપનો સામનો કરવા માંગે છે. અને એટલા માટે જ મોદીની આ મુલાકાત TRS માટે પણ એક ચેતવણી સમાન ગણવામાં આવી રહી છે.  જો કે તેલંગાણામાં ભાજપ કઈ પાર્ટી સાથે ચૂંટણી લડશે તે અંગે ભાજપે તેના કેડરને "આગળ વધો, અમે તમારી સાથે છીએ" એવો સંકેત આપવો પડશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ