બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / BJP has given ticket to Hardik Patel from Viramgam seat

ઇલેક્શન 2022 / PM મોદીના 'નાના સિપાહી'ના ખભે મોટી જવાબદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી સીટ હાર્દિક પટેલ માટે બનશે મોટી ચેલેન્જ

Malay

Last Updated: 02:22 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ડૉ. તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા, પરંતુ તેમને કોંગ્રેસના ભરવાડ લાખાભાઈ ભીખાભાઈના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વખતે ભાજપે હાર્દિક પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

  • PM મોદીના 'નાના સિપાહી' પર મોટી જવાબદારી
  • કોંગ્રેસને હરાવવા ઉતર્યા હાર્દિક પટેલ
  • ભારતીય જનતા પાર્ટી 15 વર્ષથી આ સીટ નથી જીતી શકી

ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે 160 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ટિકિટની યાદીમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા સહિત અનેક ખાસ નામો સામેલ છે, આ વખતે પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ ચર્ચામાં છે. ખાસ વાત એ છે કે પાર્ટીએ વિરમગામ બેઠક પર 'વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નાના સિપાઈ' હાર્દિક પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વિરમગામ બેઠક પર ભાજપ 15 વર્ષથી જીતી શક્યું નથી. 

ગત ચૂંટણીના પરિણામો
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ડોક્ટર તેજશ્રીબેન દિલીપકુમાર પટેલ મેદાનમાં ઉતર્યા હતા, પરંતુ તેમને કોંગ્રેસના લાખાભાઈ ભીખાભાઈ ભરવાડની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવારને 76 હજાર 178 મતો મળ્યા હતા. જ્યારે ભાજપ ઉમેદવારને 69 હજાર 630 મતો મળ્યા હતા. 

વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે પટેલ પ્રાગજીભાઈ નારણભાઈ પર વિશ્વાસ મૂક્યો હતો. તેમને ચૂંટણીમાં 67 હજાર 947 મતો મળ્યા હતા. પરંતુ કોંગ્રેસની ટિકિટ પરથી મેદાનમાં ઉતરેલા પટેલ તેજશ્રીબેન દિલીપકુમારે 84 હજાર 930 મતો મેળવીને બેઠક જીતી હતી.

હાર્દિકે સરકારને આપી ચીમકી, 'ન્યાય નહી થાય તો ઉપવાસ પર ઉતરીશ' | congress- hardik-patel-tweet-against-bjp-gujarat-government

 

'રામસેતુની ખિસકોલી બનીને સાથ આપીશ'
જૂનમાં ભાજપમાં જોડાયેલા હાર્દિક પટેલે કહ્યું હતું કે, "રાષ્ટ્રહિત, પ્રદેશહિત, જનહિત અને સમાજ હિતની ભાવનાઓની સાથે હું આજથી એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યો છું. હું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં ચાલી રહેલા રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં નાનો સિપાઈ બનીને કામ કરીશ.'' આ ઉપરાંત તેઓએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જણાવ્યું હતું કે, 'ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મક્કમ ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના રાષ્ટ્ર સેવાના ભગીરથ કાર્યમાં રામસેતુની ખિસકોલી બનીને સાથ આપવા યુવા નેતા હાર્દિક પટેલ 2/06/2022ના રોજ ભાજપમાં જોડાશે.' 

Hardik Patel tweet before BJP join gujarati news

જુઓ હાર્દિક પટેલની કેવી રહી છે રાજકીય સફર?

  • હાર્દિક પટેલ ગુજરાતના યુવા પાટીદાર નેતા છે
  • હાર્દિક પટેલ PAASના સ્થાપક અને સંયોજક છે
  • હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હતા
  • વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી હાર્દિક પટેલ લોકપ્રિય થયા
  • હાર્દિક પટેલે 25 ઓગસ્ટે 2015ના અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે જાહેર રેલી યોજી હતી
  • અમદાવાદના GMDC ગ્રાઉન્ડની રેલી બાદ હાર્દિકનું નામ દેશભરમાં જાણીતું થયું હતું
  • GMDCની રેલી બાદ રાજ્યભરમાં મોટાપાયે તોફાનો થયા હતા
  • આ તોફાનોમાં 14 પાટીદાર યુવાનોના મૃત્યુ થયા હતા
  • હાર્દિક પટેલ સામે રાજ્યભરમાં 56 FIR નોંધાઇ હતી
  • હાર્દિક પટેલ તડીપારીના આદેશને લીધે છ મહિના રાજસ્થાનમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલ નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા
  • હાર્દિક પટેલને રાજદ્રોહના આરોપસર સુરતના લાજપોર જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા
  • આનંદીબહેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો
  • 2019માં લોકસભાની ચૂંટણી પહેલાં ગાંધીનગરમાં એક રેલી દરમિયાન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા
  • કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા
  • બાદમાં છેલ્લાં કેટલાંય સમયથી નારાજ ચાલી રહેલા હાર્દિકે 18 મે 2022ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું.
  • 02 જૂન 2022ના રોજ કમલમ ખાતે ભાજપમાં જોડાયા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ