બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Bio Toilet, CCTV, Comfortable Couch..., How Amrit Bharat Express Looks Inside, See PHOTOS

અમૃત ભારત ટ્રેન / બાયો ટોયલેટ, CCTV, આરામદાયક કૉચ..., અંદરથી કેવી દેખાય છે Amrit Bharat Express, જુઓ PHOTOS

Megha

Last Updated: 12:20 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. આ સાથે જ છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે.

  • આજે પીએમ મોદી બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. 
  • આ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. 
  • આ સાથે જ છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરના એટલે કે આજ રોજ રેલ યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને અનેક સુવિધાઓથી સજ્જ બે અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. આ નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સામાન્ય માણસ માટે મોટી ભેટ સાબિત થઈ શકે છે. તેમાં એક દરભંગા-અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ અને બીજી માલદા ટાઉન-સર એમ. વિશ્વેશ્વરાય ટર્મિનસ (બેંગલુરુ) નો સમાવેશ થાય છે.

વાંચવા જેવુ: આ છે અયોધ્યાની અનોખી બેંક, જ્યાં 5 લાખ વાર સીતારામ લખવા પર જ ખુલે છે એકાઉન્ટ

અમૃત ભારત ટ્રેનની સાથે વડાપ્રધાન છ નવી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવશે. તેમાં શ્રી માતા વૈષ્ણો દેવી કટરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, અમૃતસર-દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, કોઈમ્બતુર-બેંગ્લોર કેન્ટ વંદે ભારત એક્સપ્રેસ, મેંગલોર-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસ, જાલના-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસ અને અયોધ્યા-આનંદ વિહાર ટર્મિનલ વંદે ભારત એક્સપ્રેસનો સમાવેશ થાય છે. 

અમૃત ભારત એક્સપ્રેસ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. તેમાં 22 કોચ લગાવવામાં આવશે. જણાવી દઈએ કે વંદે ભારત અત્યારે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહ્યું છે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશને પ્રથમ તબક્કામાં ત્રણ અમૃત ભારત ટ્રેનો મળશે. 

અમૃત ભારત એક્સપ્રેસની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણપણે એસી નહીં હોય. તે સામાન્ય ટ્રેન જેવી હશે, પરંતુ તેમાં અપડેટેડ ટેક્નોલોજી સાથે એન્જિન અને કોચ હશે. અમૃત ભારત ટ્રેનમાં 8 જનરલ કોચ, 12 સેકન્ડ ક્લાસ સ્લીપર, 3-ટાયર સ્લીપર કોચ સહિત કુલ 22 કોચ હશે. આ ટ્રેનમાં એક સાથે લગભગ 1800 મુસાફરો મુસાફરી કરી શકશે.

આ સિવાય ગાર્ડના 2 કમ્પાર્ટમેન્ટ હશે. ઉપરાંત રેલવેએ દિવ્યાંગોની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. PM મોદી 30 ડિસેમ્બર એટલે કે શનિવારે પહેલી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ