બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bimal patel who built the new parliament and know the padma winner Designer from gujarat

New Parliament Building / નવા સંસદ ભવનનું ઉદ્ઘાટનઃ ગુજરાતના દિગ્ગજ આર્કિટેક્ટ બિમલ પટેલે તૈયારી કરી છે ડિઝાઈન, જાણો તેમના વિશે બધુ જ

Malay

Last Updated: 10:38 AM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Parliament Building Inauguration: નવા સંસદ ભવનની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેમના કામ માટે તેમને અત્યાર સુધી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન
  • ડિઝાઇન બિમલ પટેલે કરી છે તૈયાર
  • 2019માં મળી ચૂક્યો છે પદ્મશ્રી પુરસ્કાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું. આ નિર્માણ કાર્ય સેન્ટ્રલ વિસ્ટા રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો એક મહત્વપૂર્ણ ભાગ છે. નવા સંસદ ભવનને ગુજરાતના દિગ્ગજ આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે. દેશમાં પૂરા થયેલા અને ચાલી રહેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રોજેક્ટની પાછળ પણ તેમનું નામ છે. બિમલ પટેલે કાશી વિશ્વનાથ કોરિડોરની પણ ડિઝાઈન તૈયાર કરી છે.

નવા સંસદ ભવનનું નિર્માણ ટાટા પ્રોજેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. પરંતુ આ બિલ્ડીંગ આર્કિટેક્ટ બિમલ પટેલ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. બિમલ પટેલ ગુજરાતના અમદાવાદ શહેરમાંથી આવે છે. આ પહેલા પણ તેણે ઘણી પ્રખ્યાત ઇમારતો ડિઝાઇન કરી છે. આજે આપણે જાણીશું બિલ્ડીંગ આર્કિટેક્ટ બિમલ પટેલ વિશે. 

કોણ છે બિમલ પટેલ?
બિમલ પટેલનો જન્મ 31 ઓગસ્ટ 1961ના રોજ ગુજરાતમાં થયો હતો. તેઓ લગભગ 35 વર્ષથી આર્કિટેક્ચર, અર્બન ડિઝાઈન અને અર્બન પ્લાનિંગ સંબંધિત કામમાં રોકાયેલા છે. આ ઉપરાંત પટેલ અમદાવાદ સ્થિત CEPT યુનિવર્સિટીના પ્રમુખ પણ છે. તેઓ આર્કિટેક્ચર, પ્લાનિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ ફર્મ HCP ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડનું પણ નેતૃત્વ કરે છે. 2019માં તેમને આર્કિટેક્ચર અને પ્લાનિંગમાં તેમના અસાધારણ કાર્ય માટે પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 

બિમલ પટેલ ક્યાંથી ભણ્યા?
બિમલ પટેલે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો છે. તેમણે સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજીની સ્કૂલ ઓફ આર્કિટેક્ચરમાંથી આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો હતો. 1984માં CEPTમાંથી આર્કિટેક્ચરમાં તેમની પ્રથમ વ્યાવસાયિક ડિગ્રી મેળવ્યા પછી પટેલ બર્કલેમાં રહેવા ગયા. ત્યાં તેણે કોલેજ ઓફ એન્વાયર્નમેન્ટલ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. 1995માં તેમણે પીએચડીની ડિગ્રી મેળવી.

બિમલ પટેલની કારકિર્દી
1990માં બિમલ પટેલે તેમના પિતા સાથે કામ કરવાનું શરૂ કર્યું. તેમણે સૌપ્રથમ અમદાવાદમાં આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની રચના કરી હતી. આ માટે તેમને 1992માં આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેણે ઘરો, સંસ્થાઓ, ઔદ્યોગિક ઇમારતો અને શહેરી પુનર્વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. કાંકરિયા લેક ડેવલપમેન્ટ અને સાબરમતી રિવરફ્રન્ટ જેવા અર્બન ડિઝાઈન પ્રોજેક્ટ દેશમાં તેમના પ્રકારનો પ્રથમ પ્રોજેક્ટ છે. તેમના કામ માટે તેમને અત્યાર સુધી અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1992માં આર્કિટેક્ચર માટે આગા ખાન એવોર્ડ, 1998માં યુનાઈટેડ નેશન્સ એવોર્ડ ઓફ એક્સેલન્સ, 2001માં વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ અને 2006માં શહેરી આયોજન અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે પીએમ નેશનલ એવોર્ડ.

ડિઝાઈનિંગ ક્ષેત્રે મોટું નામ, પદ્મ સહિત અનેક પુરસ્કારો મળ્યા
ડો.બિમલ પટેલે તેમના કામ દ્વારા અનેક એવોર્ડ પણ જીત્યા છે. તેમના કામ અને તેમના પ્રોજેક્ટ્સને આગા ખાન એવોર્ડ ફોર આર્કિટેક્ચર (1992), વર્લ્ડ આર્કિટેક્ચર એવોર્ડ (1997), યુએન સેન્ટર ફોર હ્યુમન સેટલમેન્ટ્સ એવોર્ડ ઓફ એક્સેલન્સ (1998), આર્કિટેક્ચર રિવ્યુ હાઇ કમ્મેન્ડેશન એવોર્ડ (2001) સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.  શહેરી યોજના અને ડિઝાઇનમાં શ્રેષ્ઠતા માટે વડાપ્રધાનનો રાષ્ટ્રીય પુરસ્કાર (2003) અને HUDCO ડિઝાઇન પુરસ્કાર (2013) પણ તેમને આપવામાં આવ્યો છે. તેમને 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિમલ પટેલે કયા પ્રોજેક્ટનું આર્કિટેક્ટ કર્યું?

  • સંસદ ભવન અને સેન્ટ્રલ વિસ્ટા, નવી દિલ્હી
  • વિશ્વનાથ ધામ, કાશી વિશ્વનાથ મંદિર, વારાણસી
  • મંત્રીઓનું બ્લોક અને સચિવાલય, ગુજરાત
  • આગા ખાન એકેડેમી, હૈદરાબાદ
  • પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી, ગુજરાત
  • સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ
  • ટાટા સીજીપીએલ ટાઉનશિપ, મુન્દ્રા , ગુજરાત
  • IIM અમદાવાદનું નવું કેમ્પસ, અમદાવાદ 
  • સીજી રોડનું પુનઃવિકાસ, અમદાવાદ
  • ગુજરાત હાઈકોર્ટ બિલ્ડિંગ, અમદાવાદ
  • ઉદ્યોગ સાહસિકતા વિકાસ સંસ્થા, અમદાવાદ
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ