બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bike driver strained in Kutchs Nakhtrana, Police rescued lives

જીવ પડીકે બંધાયો / VIDEO: કચ્છમાં ખાખીની બહાદુરીથી બચ્યો જીવ, ગૃહરાજ્યમંત્રીએ પણ પીઠ થાબડી

Vishnu

Last Updated: 11:11 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાતના અનેક શહેરો અને નગરોમાં વરસાદે રમઝટ બોલાવી છે. અનેક જગ્યાએ લોકો પાણીમાં ફસાતા પોલીસ વહારે આવી છે.

  • નખત્રાણામાં ભારે વરસાદ
  • પાણીના પ્રવાહમા સ્કૂટર ચાલક તણાયો 
  • પોલીસે સ્કૂટર ચાલકને બચાવ્યો

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નખત્રાણા તાલુકામાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વરસવાથી આસપાસના ગામડામાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નખત્રાણાનું ધારેશી ગામ બેટમાં ફેરવાયું ગયું. આકાશી મહેર આફત બનીને વરસી છે. પણ આ આફતને અવસરમાં બદલાવા ખાખીની ટીમ કામે લાગી છે. ટ્રાફિક પોલીસ જવાન હોય કે શહેર પોલીસ તમામ રસ્તા પર ઉતરી ધોધમાર વરસાદમાં શહેર અને નગરોના નાગરિકોને કોઈ ઓછી મુશ્કેલી પડે એ માટે કાર્યરત થઈ ગયા હતા. 

નખત્રાણામાં બાઇક ચાલકનો પોલીસે જીવ બચાવ્યો
વાત છે કચ્છના નખત્રાણામાં પડેલા ભારે વરસાદ બાદની સ્થિતિની. વરસાદ બાદ બસ સ્ટેશન વિસ્તારમા પાણી ભરાયા છે. ઢાળિયો રસ્તો હોવાથી પાણીનું વહેણ ખતરનાક હતું. જેમાં એક એક્ટીવા ચાલક તણાયો હતો. તે મદદ માટે ગુહાર લગાવી રહ્યો હતો. તે સમયે તેની વહારે ખાખી પહોંચી હતી, અને બહાદુરીથી જીવની બાજી લગાવી એક્ટીવા ચાલકને બચાવવા જહેમત શરૂ કરી હતી. પણ પાણીનો પ્રવાહ એટલો જોરદાર હતો કે ચાલકને બહાર કાઢવો મુશ્કેલ કામ હતું. તે સમયે ત્રણથી ચાર પોલીસ જવાનોએ સ્થાનિકો સાથે મળી દોરડા વડે બાંધી જીવ બચાવ્યો હતો. આ વીડિયો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસે પહોંચતા તેમણે પોલીસની કામગીરીના વખાણ કર્યા હતા.

જનતાના રક્ષણ માટે સતત ખડેપગે: ભારે વરસાદમાં અમદાવાદ પોલીસે કર્યું દીલ જીતી લે તેવું કામ, VIDEO વાયરલ

જોર લગાકે હૈ ઈસા! 
ગુજરાતભરમાં આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે અમદાવાદમાં પણ મેઘરાજાએ બઘડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને ઠેર-ઠેર પાણી પણ ભરાયા હતા. ત્યારે ટ્રાફિકથી ગીચોગીચ રહેતા C.G રોડ વિસ્તારમાં ઈમારતની દિવાલ ધરાશાયી કાર દબાઈ હતી. દેવપથ બિલ્ડિંગની દિવાલ નીચે કાર ફસાઈ જતા સ્થાનિકોની મહેનતને પગલે આ કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ કામગીરીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયાં છે. 

આજે 202 તાલુકામાં મેઘો મંડાયો
આજે રાજ્યના 202 તાલુકાઓમાં મેઘ રાજાએ તોફાની ઈનિંગ રમી છે.વલસાડના કપરાડામાં સૌથી વધુ 8 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.વાંસદામાં 7 ઇંચ, સુરતના મહુવામાં સાડા 6 ઇંચથી વધુઅમદાવાદ શહેરમાં સાડા 3 ઇંચ વરસાદ, ધરમપુર, ડોલવણ,વ્યારામાં સાડા 6 ઇંચથી વધુ, વલોદ,ચીખલી,નખત્રાણા,દ્વારકામાં 6 ઇંચ, ઉમરપાડા,નિઝર અને કલ્યાણપુરમાં 5 ઇંચ, વઘાઇ અને ખેરગામમાં સાડા 4 ઇંચથી વધુ, બારડોલી,જોડીયા,વિસાવદર,ખંભાળીયામાં 4 ઇંચથી વધુ, સાગબારા,માંડવી,સુરત શહેર,નવસારીમાં 4-4 ઇંચ, બોડેલી,પરસાણા,જેતપુર પાવીમાં 4-4 ઇંચ, ગણદેવી,વાપી,ડાંગ આહવામાં સાડા 3 ઇંચ વરસાદ, શહેરા,જામજોધપુર,બાબરા,ભાણવડમાં 3-3 ઇંચ, હિંમતનગર, સંખેડા,પારડીમાં 3-3 ઇંચ વરસાદ પડ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ