બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / bihar government will collapse in a day or two former cm son revealed

રાજનીતિ / 'એક-બે દિવસમાં જ બિહાર સરકાર પડી શકે છે', રાજકીય ઉથલપાથલ વચ્ચે પૂર્વ CMના પુત્રનો ચોંકાવનારો દાવો

Dinesh

Last Updated: 09:22 PM, 26 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

bihar political news: બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમને એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, બિહાર સરકાર એક-બે દિવસમાં પડી શકે છે

  • સંતોષ કુમાર સુમને બિહારની રાજનીતિને લઈ આપ્યા સંકેત
  • 'બિહાર સરકાર એક-બે દિવસમાં પડી શકે છે'
  • 'મહાગઠબંધન સરકારમાં નીતિશ કુમાર ગૂંગળામણ અનુભવી રહ્યાં છે'


ભાજપના સાથી અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીના પુત્ર સંતોષ કુમાર સુમને એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે, બિહાર સરકાર એક-બે દિવસમાં ઉથલ-પાથલ થઈ શકે છે. બિહારમાં વધી રહેલી રાજકીય ગતિવિધિઓ વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય લોક જનતા દળના પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ શુક્રવારે કહ્યું હતું કે, એ સાચું છે કે બિહારમાં મહાગઠબંધન સરકારમાં નીતિશ કુમાર ગૂંગળામણ અનુભવી રહ્યાં છે. બિહારની વર્તમાન રાજકીય સ્થિતિ પર બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે અમને પહેલાથી ખબર હતી.

નીતીશ કુમાર અને તેજસ્વીની 20 મિનિટની મિટિંગ બાદ બિહારની રાજનીતિમાં એવું  થયું કે ખળભળાટ મચી ગયો | bihar nitish kumar tejashvi yadav 20 minute  meeting and inside story of nrc ...

આરજેડીની બેઠક યોજાશે
બિહારમાં આરજેડી-જેડીયુ ગઠબંધન તૂટવાની ચર્ચા વચ્ચે આજે ભાજપની બેઠક યોજાઈ હતી ત્યારે આવતીકાલે આરજેડીની બેઠક યોજાશે ત્યારબાદ બિહારના રાજકારણમાં ભારે ગરમાવો આવી શકે છે.

રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતાઓ
દેશની રાજનીતિમાં ગમે ત્યારે રાજકીય સમીકરણ બદલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ શુક્રવારે ગણતંત્ર દિવસ પર જ પરિવર્તનનો સંકેત આપીને રાજકીય પારો વધારી દીધો છે. રાજ્યમાં પરિવર્તન અંગે સંકેત આપતા એનડીએના સાથી પક્ષ હિન્દુસ્તાની અવમ મોરચાના વડા જીતન રામ માંઝીએ ટ્વિટર પર લખ્યું કે, આજે જ થશે, શું રમ્યા ?' એવું કહેવામાં આવી રહ્યું છે કે માંઝીએ ભલે થોડા શબ્દો લખ્યા હોય પરંતુ મોટા સંકેતો આપ્યા છે. આ પહેલા શુક્રવારે રાત્રે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય પણ માંઝીના ઘરે પહોંચ્યા હતા અને તેમને મળ્યા હતા. નોંધનીય છે કે માંઝીએ થોડા દિવસો પહેલા 25 જાન્યુઆરીના રોજ એક્સ પર રાજ્યમાં ખેલા રમવામાં આવે છે એવું પણ લખ્યું હતું

વાંચવા જેવું:  લોકસભા ચૂંટણી પહેલા વિખેરાવા લાગ્યું INDIA ગઠબંધન, મમતા-કેજરીવાલ બાદ હવે આ મોટા નેતા આઉટ

જંગલરાજને લઈ શું કહ્યું ?
શુક્રવારે પત્રકારો સાથે ચર્ચા કરતી વખતે માંઝીએ કહ્યું કે તેમની સરકારના ઉપમુખ્યમંત્રી અને લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવની હાજરીમાં નીતિશ કુમારે ખુલ્લા મંચ પરથી લોકો 2005 પહેલાની લાલુ-રાબડી સરકારમાં જંગલરાજની યાદ અપાવતા રહે છે. તમે એ હકીકતપરથી સમજી શકો છો કે મુખ્યમંત્રીએ કર્પુરી જયંતિની ઉજવણીમાં પણ ભત્રીજાવાદને નિશાન બનાવ્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપે અત્યાર સુધી તેમની પાર્ટી જેડીયુ સાથે ગઠબંધન બાબતે સ્પષ્ટ રૂપે જણાવ્યું નથી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ