બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ગુજરાત / અમદાવાદ / Biggest news related to Tathya Patel accused in ISKCON bridge accident case

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ / 142.5ની સ્પીડ, 25 વાર તોડ્યાં ટ્રાફિક નિયમો, UKથી જેગુઆરનો મંગાવાયો માઈક્રો રિપોર્ટ..., જાણો એક જ ક્લિકમાં તથ્ય પટેલના કેસની સંપૂર્ણ વિગત

Malay

Last Updated: 09:33 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: અમદાવાદના પ્રજ્ઞેશ પટેલનો દિકરો તથ્ય ટ્રાફિક નિયમો તોડવામાં માહેર હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. તેણે એક જ મહિનામાં 25 વખત સ્પીડ લિમિટના નિયમો અને એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યા હોવાનું સામે આવ્યું છે.

 

  • અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ 
  • તથ્ય પટેલ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર 
  • તથ્ય વિરુદ્ધ પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા 
  • જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ UKથી મંગાવાયો 

ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસઃ ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. પોલીસ દ્વારા તથ્ય પટેલ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે તથ્ય પટેલ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તથ્ય વિરુદ્ધ પોલીસે પુરાવાઓ એકત્ર કર્યા છે. પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં મળી સફળતા મળી છે. પોલીસ આવતીકાલે ચાર્જશીટ ફાઈલ કરી શકે છે. તથ્ય વિરુદ્ધ પોલીસે એકત્ર કરેલ પુરાવાઓમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. 

પોલીસે તથ્ય વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા 
FSLના રિપોર્ટમાં અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હોવાનું અને કારની લાઇટનો પ્રકાશ પૂરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં 17 સાક્ષીઓની જુબાની લેવાઈ છે. કોલ ડિટેઈલમાં તથ્ય પટેલની અકસ્માત સ્થળે હાજરી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત DNA રિપોર્ટમાં સામે આવ્યું છે કે અકસ્માત સમયે ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો. પોલીસે FSLએ કરેલા રિકન્સ્ટ્રકશનનાં પુરાવા પણ ચાર્જશીટમાં મુક્યા છે. સાથે જ સિંધુભવન રોડ પર અને શીલજ પાસે તથ્યએ સર્જેલા અકસ્માતનો પણ ઉલ્લેખ કરાયો છે.  

તથ્યએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા
પોલીસ તપાસમાં આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ અનેક ચોંકવાનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા છે. પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતાનો દિકરો તથ્ય હંમેશા કાર સ્પીડમાં જ ચલાવતો હતો. તેણે આ એક જ મહિનામાં 25 વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા હતા.  પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત ચલાન અપાયું ન હતું. આ ઉપરાંત તથ્ય પટેલે એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પટેલ એસ.જી હાઈવે, સિંધુભવન રોડ, એસ.પી રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો.

જેગુઆર કારના રિપોર્ટ UKથી મંગાવાયા 
ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, તથ્ય પટેલે જેગુઆર કારને 140થી વધુ સ્પીડે દોડાવી હતી અને 9 લોકોના જીવ લીધા હતા. 

તથ્યને મોકલાયો જ્યુડિશિયલ કસ્ટડીમાં
અત્રે ઉલ્લેખનીય છે કે,  ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે ગઈકાલે મિરઝાપુર કોર્ટમાં રજૂ કર્યો હતો. જોકે, પોલીસે રિમાન્ડ ન માગતાં કોર્ટે તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. જેને લઇને તથ્ય પટેલને હવે સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો હતો. તથ્ય પટેલને કેદી નંબર - 8683 નંબર ફાળવ્યા છે. તો બીજી બાજુ તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ જેલહવાલે કરવામાં આવ્યા છે. ત્યારે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ કેદી જેલમાં કેદી નંબર - 8626થી ઓળખવામાં આવશે. 

કોણ છે તથ્ય પટેલ?
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...
તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ

બુધવારે રાત્રે શું બની હતી ઘટના? 
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ