બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biggest news regarding Gujarat police recruitment

BIG BREAKING / પોલીસ ભરતીને લઈ સૌથી મોટા સમાચાર: IPS હસમુખ પટેલ અને પી.વી રાઠોડને સોંપાઈ મોટી જવાબદારી, જાણો શું

Priyakant

Last Updated: 10:15 AM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Police Bharti News: ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર, અધિક પોલીસ મહાનીર્દેશક,નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપાઈ

  • પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર
  • ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ
  • હસમુખ પટેલ અને પી વી રાઠોડને સોંપાઈ જવાબદારી 
  • અધિક પોલીસ મહાનીર્દેશક, નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપાઈ

ગુજરાત પોલીસ ભરતી:  ગુજરાતમાં પોલીસની ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ભરતીને લઇ ઉભી કરાયેલ 7 જગ્યામાંથી બે જગ્યાની જવાબદારી સોંપાઈ છે. વિગતો મુજબ હસમુખ પટેલ અને પી વી રાઠોડને મહત્વની જવાબદારી સોંપાઈ છે. આ બંને અધિકારીઓને અધિક પોલીસ મહાનિર્દેશક અને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. 

ગુજરાતમાં પોલીસની નવી ભરતી માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિગતો મુજબ ટૂંક સમયમાં PSI અને LRDની ભરતી જાહેર કરાઇ શકે છે. આ તરફ હવે નવી ભરતીની કવાયત વચ્ચે બે ઉચ્ચ અધિકારીઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. વિગતો મુજબ IPS હસમુખ પટેલને અધિક પોલીસ મહાનિર્દેશક અને  પી વી રાઠોડને નાયબ પોલીસ મહાનિર્દેશકની જવાબદારી સોંપવામાં આવી છે. જેને હવે ટૂંક સમયમાં પોલીસની ભરતી આવી શકે છે. 

શું કહ્યું હતું ગૃહમંત્રીએ ? 
નોંધનીય છે કે, 18 મે ના રોજ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ મોરબીમાં પોલીસ આવાસોના લોકાર્પણ દરમિયાન મોટું નિવેદન આપ્યું હતું. પોલીસ ભરતીને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે, આગામી સપ્ટેમ્બર મહિનામાં ભરતીનું આયોજન કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું હતું કે, સપ્ટેમ્બર મહિના બાદ પોલીસ ભરતીની શારીરિક કસોટી લેવામાં આવશે. ઉનાળા અને ચોમાસાને કારણે ફિઝિકલ પરીક્ષા લઈ શકાતી નથી. શારીરિક કસોટી બાદ સપ્ટેમ્બર મહિના પછી ભરતીનું આયોજન કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ