બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Big twist in Sidhu Moosewala murder case NIA interrogates Afsana for 5 hours

ઘટના / સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં મોટો ટ્વિસ્ટ, મૂસેવાલાની સિંગર બહેન આવી શકના ઘેરામાં, NIAએ કરી પૂછપરછ

Dinesh

Last Updated: 10:16 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબી ગાયિકા અફસાનાની પૂછપરછ; સૂત્રો અનુસાર NIA જાણવા માગે છે કે, સિદ્ધુ મુસેવાલા લોરેન્સ બિશ્નોઈ ગ્રુપના ટાર્ગટ પર કેમ હતો.

  • સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં મોટો ટ્વિસ્ટ
  • NIAએ અફસાનાની 5 કલાક પૂછપરછ કરી
  • અફસાના સિદ્ધુ મુસેવાલાની બહેન બતાવે છે


સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસ અને ગેંગસ્ટર-ટેરરિસ્ટ કેસની તપાસમાં મંગળવારે મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ પંજાબી ગાયિકા અફસાના ખાનની લગભગ 5 કલાક સુધી પૂછપરછ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અફસાના ખાન તાજેતરમાં એક દરોડા દરમિયાન NIAના રડાર પર આવી હતી.આ પછી મંગળવારે NIAએ અફસાનાને પહેલીવાર પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. આવતીકાલે પણ તેની ફરી પૂછપરછ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NIA અફસાના ખાન પાસેથી જાણવા માંગે છે કે સિદ્ધુ મુસેવાલા લોરેન્સ બિશ્નોઈ ગ્રુપના ટાર્ગટ પર કેમ હતા અને તેનું નામ બંબીહા સાથે વારંવાર કેમ જોડવામાં આવી રહ્યું હતું.

અફસાના અને સિદ્ધુ મુસેવાલાનો સંબંધ
અફસાના ખાન સિદ્ધુ મુસેવાલાની ખૂબ જ નજીકની મિત્ર હતી. આ બંને ઘણા બધા પંજાબી હિટ ગીતો સાથે ગાવ્યા છે અને ઘણા શોમાં સાથે પરફોર્મ કરી ચૂક્યા છે. તે પોતાને સિદ્ધુ મુસેવાલાની બહેન બતાવે છે.

ગુરલાલે ગીત માટે કરી હતી ઓફર
પંજાબ પોલીસના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગોલ્ડી બરાડના ભાઈ ગુરલાલ બરાડે એક વખત અફસાના ખાનને પોતાના માટે ગીત ગાવાની ઓફર કરી હતી, પરંતુ તેના બદલામાં પૈસા આપવાની ના પાડી દીધી હતી. જ્યારે અફસાના ખાનને ગોલ્ડી બારડ અને ગુરલાલ બારડની પૃષ્ઠભૂમિની ખબર પડી ત્યારે તેણે ગુરલાલ બારડ માટે ગીત ગાવાની ના પાડી દીધી હતી અને સિદ્ધુ મુસેવાલાને પણ આ વાત કહી હતી.

ગોલ્ડી બારડે કર્યો ઉલ્લેખ 
પંજાબ પોલીસના સૂત્રોનું કહેવું છે કે તે પછી બમબીહા ગેંગ દ્વારા ગુરલાલ બારડને ધમકી આપવામાં આવી હતી અને આ ધમકીના લગભગ એક અઠવાડિયા પછી ગુરલાલ બારડની ચંદીગઢમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ બારડે અફસાના ખાનનો એક-બે વાર ઉલ્લેખ પણ કર્યો હતો કે કેવી રીતે ગુરલાલ બારડને બંબીહા ગેંગ દ્વારા ધમકી આપવામાં આવી હતી અને તેના ભાઈની હત્યા કરવામાં આવી હતી.

સિદ્ધુ મુસેવાલાની હત્યા થઈ હતી
જણાવી દઈએ કે 29 મેના રોજ સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ અફસાનાએ રક્ષાબંધનના અવસર પર એક થ્રોબેક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં અફસાના સિદ્ધુ મુસેવાલાને રાખડી બાંધતી જોવા મળી રહી છે. આ પછી અફસાનાએ સિદ્ધુ મુસેવાલાને ન્યાય અપાવવા માટે ચંદીગઢના જીરકપુરમાં કેન્ડલ માર્ચ કાઢી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ