બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / વિશ્વ / big suicide attack in Pakistan 6 Chinese people died, rags flew

આતંક / પાકિસ્તાનમાં મોટો આત્મઘાતી હુમલો, 6 ચીની લોકોના મોત, ઉડ્યાં ચીંથરે-ચીંથરા

Ajit Jadeja

Last Updated: 05:34 PM, 26 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લાના બેશમ વિસ્તારમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા

Pakistan News: પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં 6 ચીની નાગરિકોના મોતને લઇ સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. ખૈબર પખ્તુનખ્વામાં આ હુમલો થયો છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના શાંગલામાં તેમના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આત્મઘાતી હુમલાખોરે ચીની નાગરિકની કારને ટક્કર મારતા કાર ખીણમાં પડી હતી.

હુમલાખોરોએ કાફલાને નિશાન બનાવ્યો

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં છ ચીની નાગરિકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે હુમલાખોરે તેમના કાફલાને નિશાન બનાવ્યો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ખૈબર પખ્તુનખ્વાના શાંગલા જિલ્લાના બેશમ વિસ્તારમાં ચીની નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આત્મઘાતી બોમ્બરે વિસ્ફોટકોથી ભરેલી કાર ચીની નાગરિકોના કાફલા સાથે અથડાવી હતી.

પાંચ એન્જીનિયર, ડ્રાયવરનું મોત

સ્થાનિક પોલીસ અધિકારીઓએ પાંચ વિદેશી એન્જિનિયરો અને તેમના ડ્રાઇવરના મૃત્યુ થયાની પૃષ્ટી કરી છે. આ હુમલામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇસ્લામાબાદથી કોહિસ્તાન જતા સમયે ચીની નાગરિકોના કાફલાને નિશાન બનાવાયો અને હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે કથિત રીતે ચીની નાગરિકોની કારને ટક્કર મારી હતી જેના કારણે કાર ખીણમાં ખાબકી હતી.

 

બલૂચિસ્તાનમાં BLAના નિશાના પર ચીન

બલૂચિસ્તાનમાં સ્થાનિક વસ્તી દાયકાઓથી પાકિસ્તાન સરકાર સામે બળવો કરી રહી છે પરંતુ તેમ છતાં ચીને અહીં ભારે રોકાણ કર્યું છે. ચીન પાકિસ્તાનથી તેના દેશમાં એક આર્થિક કોરિડોર બનાવી રહ્યું છે, જેમાં ગ્વાદર પોર્ટ અને તેની આસપાસના વિસ્તારોનો વિકાસ થવાનો છે. બલૂચિસ્તાનનો મોટો હિસ્સો આ CPEC પ્રોજેક્ટનો ભાગ છે, જેનો બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓ વિરોધ કરે છે અને રોજેરોજ હુમલાઓ કરે છે.

ચીની નાગરિકો તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમામ ચીની એન્જિનિયર્સ દાસુમાં તેમના કેમ્પ તરફ જઈ રહ્યા હતા. ખાસ કરીને દાસુ ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાન પર રહ્યું છે, જ્યાં 2021માં મોટો હુમલો થયો હતો. ત્યારબાદ બસ પર થયેલા હુમલામાં 9 ચીની નાગરિકો સહિત 13 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર હુમલાખોરોએ નેવલ એર બેઝ પર હુમલો કર્યો છે, જેમાં એક સૈનિકનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એરબેઝ ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર માટે મહત્વપૂર્ણ છે.

વધુ વાંચોઃ ભાજપમાં ભડકો! ભીખાજી ઠાકોરના સમર્થનમાં 2 હજારથી વધુ કાર્યકર્તાઓએ આપ્યા રાજીનામા 

આતંકવાદીઓએ બંદરને પણ નિશાન બનાવ્યું હતું

પાકિસ્તાનમાં આંતરે દિવસે આતંકી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આ પહેલા 20 માર્ચે બલૂચિસ્તાન લિબરેશન આર્મીના લડવૈયાઓએ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાન ચીનની મદદથી આ બંદર વિકસાવી રહ્યું છે, જેનો સ્થાનિક બલૂચ વસ્તી વિરોધ કરે છે. BLA અથવા બલૂચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા ચીની નાગરિકોને વારંવાર નિશાન બનાવવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ