બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Big recruitment for women in Agniveer Yojana, Last date to fill form on 22nd

આનંદો / અગ્નિવીર યોજનામાં મહિલાઓ માટે મોટી ભરતી, 22મીએ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

Pravin Joshi

Last Updated: 08:12 PM, 20 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેનામાં અગ્નિવીર યોજના અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવી છે. અગ્નિવીરમાં ફોર્મ ભરવા ઈચ્છતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. નિમણૂક માટેની અરજી પ્રક્રિયા ટૂંક સમયમાં સમાપ્ત થવા જઈ રહી છે.

એકબાજુ લોકસભાની ચૂંટણી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ મહિલાઓ માટે સારા સમાચાર આવ્યા છે. જી હાં મહિલાઓ માટે અગ્નિવીર યોજનાને લઈને ભરતી બહાર પાડવામાં આવી છે. અગ્નિવીર યોજનાની ભરતીમાં અરજી કરવા માંગતા તમામ ઉમેદવારોને 22 માર્ચ, 2024 પહેલા ફોર્મ ભરી દેવાનું રહેશે. અંતિમ તારીખ બાદ કોઈનું પણ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે. અગ્નિવીર અંતર્ગત મિલિટરી પોલીસ માટે ભરતી પાડવામાં આવી છે. આ ભરતી યુપી, બિહાર, બંગાળ પંજાબ સહિતના રાજ્યોમાં થઈ રહી છે. અરજી માટે ઉમેદવારોએ તેની વેબસાઇટ Indianarmy.nic.in પર જઈને અરજી કરવાની રહેશે. ભારતીય સેનાએ આ ભરતી માટે ફોર્મ ભરાવાની પ્રક્રિયા ગત માસ ફેબ્રુઆરીથી શરૂ કરી હતી.

હવે ટૂંક સમયમાં મહિલા અગ્નિવીર પણ ઉપાડી શકે છે હથિયાર, ભારતીય સેનામાં શરૂ  કરાશે ભરતી | Agneepath Scheme Now soon Women Agniveer can also take up  arms, recruitment will be started in

ભરતીમાં મહિલાઓ માટે જગ્યા બહાર પાડવામાં આવી 

અગ્નિવીરની આ મિલિટ્રી ભરતીમાં મહિલાઓ માટે જગ્યા બહાર પાડવામાં આવી છે. આ ભરતીની પ્રક્રિયા બે તબક્કાની રહેશે. પહેલા તબક્કા-1માં ઓનલાઈન લેખિત પરીક્ષા હશે જે કોમ્પ્યુટર બેઝ્ડ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CEE) તરીકે લેવામાં આવશે. જેમાં પાસ થયેલ ઉમેદવારને ફેઝ-2 માટે બોલાવવામાં આવશે જેમાં શારીરિક અને મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.

મોદી સરકારે અગ્નિવીરોને આપી પ્રાથમિકતા: CISF, SSB, ITBPમાં પૂર્વ અગ્નિવીર  જવાનને મળશે આટલા ટકા અનામત, નોટિફિકેશન જાહેર I Government has approved  creation of new ...

વધુ વાંચો : લોકસભા ચૂંટણીને લઇ CAની પરીક્ષા તારીખોમાં ફેરફાર: જાણો કઇ Exam ક્યારે લેવાશે?

મહિલા ઉમેદવારોએ 10મું ધોરણ પાસ હોવું જરૂરી

મિલિટ્રી પોલીસ ભરતી માટે મહિલા ઉમેદવારોએ 10મું ધોરણ પાસ કર્યું હોવું જોઈએ. આ સિવાય જો તમારી પાસે લાઇટ મોટર વ્હીકલ ડ્રાઇવિંગ લાઇસન્સ છે, તો તમને ડ્રાઇવર પોસ્ટ માટે પસંદગી મળી શકે છે. 17.5 થી 21 વર્ષની વય મર્યાદા રાખવામાં આવી છે. ડિફેન્સ કર્મચારીઓની વિધવાઓ માટેની વય મર્યાદા 30 વર્ષની રાખવામાં આવી છે. આ સિવાય ઉમેદવારોની લંબાઈ 162 સેમી હોવી જોઈએ. જ્યારે વજન હાઈટ પ્રમાણે હોવું જોઈએ તો છાતી ઓછામાં ઓછી 5 સેમી ફૂલવી જરૂરી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ