બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Big news for the land grabbing case, the arrangement made by the Rajkot Collector that the plaintiff will benefit

ખાસ રચના / લેન્ડ ગ્રેબીંગ કેસ માટે મોટા સમાચાર, રાજકોટ કલેકટરે કરી એવી વ્યવસ્થા કે ફરિયાદીને થશે ફાયદો

Mehul

Last Updated: 05:18 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દર શુક્રવારે જિલ્લા કમિટિ સમક્ષ શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી જમીનના કેસો મુકવામાં આવે છે દસ્તાવેજી પુરાવાના આધારે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરવી કે નહિ તેનો નિર્ણય.

  • લેન્ડ ગ્રેબીંગ કમીટીમાં  જમીનના કેસોની સ્ક્રુટીની
  • સ્ક્રુટીની માટે સ્પેશયલ સેલની રચના કરતા કલેકટર 
  • એક મામલતદાર,ત્રણ નાયબ મામલતદારને જવાબદારી 

રાજકોટમાં સરકારી અને ખાનગી જમીનમાં કરવામાં આવતી પેશકદમી સામે કલેકટરે બનાવેલી લેન્ડ ગ્રેબીંગ કમીટીમાં  જમીનના કેસોની સ્ક્રુટીની માટે સ્પેશ્યલ સેલ બનાવવામાં આવી છે.લેન્ડ ગ્રેબીંગ કેસની સ્પેશયલ ઝુંબેશ ચાલી રહી છે.દર શુક્રવારે જિલ્લા કમિટિ સમક્ષ શહેર અને જિલ્લાની સરકારી અને ખાનગી જમીનના કેસો મુકવામાં આવે છે. કમિટિ દ્વારા જમીનના દસ્તાવેજી પુરાવાના આધારે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરવી કે નહીં તેનો નિર્ણય કરવામાં આવે છે.

પૂજા જોટાણીયા અધ્યક્ષ 

જિલ્લા કમિટિ સમક્ષ એકસાથે ઢગલાબંધ કેસ મુકવામાં આવતા હોવાથી અનેક કેસ બીજી મુદ્દતમાં લેવામાં આવે છે. આટલો બધો સમય વ્યર્થ ન જાય તે માટે લેન્ડ ગ્રેબીંગ સેલની રચના કરવામાં આવી છે.આ સેલમાં રાજકોટના સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટર પૂજા જોટાણિયાને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જ્યારે એક મામલતદાર અને ત્રણ નાયબ મામલતદારને પણ લેન્ડ ગ્રેબીંગના કેસની સ્ક્રુટીનીની જવાબદારી સોંપવામાં આવી છે. 

સમય ના વેડફાય માટે સ્પેશિયલ સેલ-કલેકટર 

 અત્યારસુધી પોલીસ વિભાગ, રેવન્યુ અને જેતે પ્રાંત અધિકારીના રિપોર્ટમાં વિલંબ થતો હોવાના કારણે અને સંકલનના અભાવે કેસ પડતા મુકવામાં આવતા હતા. આવું ન થાય તે માટે સ્પેશયલ સેલની રચના કરવામાં આવી છે. હવે સ્ટેમ્પ ડ્યુટીના ડેપ્યુટી કલેકટર પુજા જોટાણિયાની રાહબરી હેઠળ ચીટનીસ અને ત્રણ નાયબ મામલતદાર લેન્ડ ગ્રેબીંગ કમિટીની મિટીંગ મળતા પહેલા તમામ કેસની જીણવટભરી તપાસ કરીને જિલ્લા કલેકટરને રિપોર્ટ કરશે ત્યારબાદ કમિટી દ્વારા લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ