બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news amid the Salangpur temple controversy, Nautam Swami removed as chairman of Akhil Bharatiya Sant Samiti.

BIG BREAKING / સાળંગપુર ભીંતચિત્ર વિવાદ: સંતોના ઠરાવ બાદ નૌતમ સ્વામીની હકાલપટ્ટી, લખનઉમાં અખિલ ભારતીય સંત સમિતિએ લીધો નિર્ણય

Malay

Last Updated: 02:08 PM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Salangpur Temple Controversy: સાળંગપુર ભીંતચિત્ર વિવાદ વચ્ચે મોટા સમાચાર, નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ પદેથી હટાવાયા.

  • સાળંગપુરમાં ભીતચિત્ર વિવાદ વધુ વકર્યો
  • સનાતન ધર્મના સંતોએ લીધો મોટો નિર્ણય 
  • નૌતમ સ્વામીની અધ્યક્ષપદેથી હકાલપટ્ટી કરાઈ

Salangpur Temple Controversy:  સાળંગપુર મંદિરમાં હનુમાનજી મહારાજના ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સનાતન ધર્મના સાધુ-સંતોના વિવાદ બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારિણીએ નૌતમ સ્વામીને લઈને મોટો નિર્ણય લીધો છે. નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે આજે અમદાવાદના લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાયેલી બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પદેથી હટાવવાની માંગ કરી હતી. ત્યારે આ મામલે સંતોના ઠરાવ બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.

May be an image of Shwedagon Pagoda and text that says "VTV ગુજરાતી L હનુમતે ભયભજનાય 2030mL ማማ គwwប្រជជជកជកជកម្ពជា መምሚ VTVGUJARATI.COM બ્રેકિંગ: સાળંગપુરમાં બેઠક મળી, બે દિવસનો સમય અપાયો ભીંતચિત્ર વિવાદ મામલે બરવાળાથી રેલી લઈને આવેલા મહામંડલેશ્વર જગદેવદાસજી અને સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વચ્ચે યોજાઈ બેઠક. સ્વામીજીએ વિવાદનો અંત લાવવા માંગ્યો બે દિવસનો સમય. મંદિરની ઓફ્િસ બહાર મોટી સંખ્યામાં લોકો થયા એકઠા"

લંબે નારાયણ આશ્રમ ખાતે યોજાઈ બેઠક
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને અમદાવાદ-સાણંદ હાઈવે પર આવેલા લંબે નારાયણ આશ્રમ ખાતે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યભરના મોટી સંખ્યામાં સાધુ-સંતો હાજર રહ્યા હતા. આ બેઠકમાં સાધુ-સંતોએ નૌતમ સ્વામીનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમને અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના અધ્યક્ષ પદેથી હટાવવાની ઉગ્ર માંગ કરી હતી. 

લખનઉ ખાતે મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
જે બાદ આજે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે આ મામલે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ગુજરાતમાં સાધુ-સંતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધને ધ્યાનમાં લેવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે મળેલી અખિલ ભારતીય સંત સમિતિ કાર્યકારિણીએ નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો. નૌતમ સ્વામીને ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી હટાવી દેવામાં આવ્યા છે. 

નૌતમ સ્વામીએ આપ્યું હતું આ નિવેદન
આપને જણાવી દઈએ કે, સાળંગપુરમાં હનુમાનજીના વિવાદિત ભીંતચિત્ર મુદ્દે સ્વામિનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીએ જણાવ્યું હતું કે, વડતાલ સંસ્થા દ્વારા સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રતિષ્ઠિત કરવામા આવ્યા છે. ત્યાં હનુમાનજીની મોટી મૂર્તિ સ્થાપવામાં આવી છે. સ્વામિનારાયણ ભગવાન છે અને તેમના કુળદેવ પણ હનુમાનજી મહારાજ છે. સ્વામિનારાયણ ભગવાનની પણ શ્રી હનુમાનજી મહારાજે અનેકવાર સેવા કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ઈતિહાસ એનાથી ભરેલો છે. કોઈને વ્યક્તિગત તેનાથી નાના-મોટા પ્રશ્નો હોય, તો યોગ્ય ફોરમ પર જઈને તેની ચર્ચા કરી શકે છે. કેટલાક લોકો આ સંદર્ભે કોર્ટમાં ગયા છે, તો તેઓને કોર્ટમાં યોગ્ય જવાબ આપવો પડશે. નાના-મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિએ જરૂર નથી.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર વિવાદની શરૂઆતની વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે. આ પ્રતિમાની નીચે કેટલાક ભીંતચિત્રો દોરવામાં આવ્યા છે. આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ