બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / Big jumps in the stock market, backed by heavy buying in energy stocks

તેજી / શેર બજારમાં ફરી ધૂમ: બેકિંગ અને એનર્જી શેરોમાં ભારે ખરીદી થતાં મોટા જમ્પ સાથે બજાર બંધ, આ શેરો ચમક્યા

Kishor

Last Updated: 04:31 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે શેર બજારમાં લેવાવી જોવા મળતા બેકિંગ અને એનર્જી શેરો સડસડાસ દોડ્યા હતા. જેને લઈને મોટા જમ્પ સાથે બજાર બંધ રહ્યું હતું, તો રોકાણકારો પણ હરખાયા હતા.

  • શેરબજાર માટે આજનો બુધવાર શુકનવંતો નીવડ્યો
  • બીએસસી સેન્સેક્સ 393 પોઇન્ટના વધારા સાથે 66, 473 પોઇન્ટ પર બંધ
  •  IT અને PSU બેન્કના  શેરોએ રોકાણકારોને રોવડાવ્યા

શેરબજાર માટે આજનો બુધવાર શુકનવંતો સાબિત થયો હતો અને આજે શેર બજારમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. ચારેકોરથી ખરીદીને પગલે સતત બીજા દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ રહ્યું હતું. આજે બીએસસી સેન્સેક્સ 393 પોઇન્ટના વધારા સાથે 66, 473 પોઇન્ટ પર બંધ રહ્યો હતો. તો બીજી તરફ નિફ્ટી 121 અંકના વધારા સાથે 19, 811 પર અટક્યો હતો. વળતરને પગલે રોકાણકારોમાં આનંદ છવાયો હતો. 

શેર બજારમાં તોફાની તેજી: સેન્સેક્સ લાઈફટાઈમ હાઇ, 466 પોઈન્ટના ઉછાળા સાથે  બંધ, આ શેરોના રોકાણકારોને બલ્લે બલ્લે I 16 june Share Market Stock Market  sensex raised by ...

નોંધનીય છે કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને પગલે સપ્તાહના પહેલા દિવસે શેર બજાર મોટે પાયે નીચે પછડાયું હતું. ત્યારબાદ સતત બીજા દિવસે શેરબજારમાં તેજી જોવા મળી હતી.  આજે એફએમસીજી શેરોમાં ખરીદીને કારણે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ 0.85 ટકાના વધારો થયો હતો તો નિફ્ટી એનર્જી 0.89 ટકા, મેટલ્સ, બેન્કિંગ, ફાર્મા, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, ઓટો સેક્ટરના શેર પણ વધારા સાથે બંધ થયા હતા.

39 શેરમાં ફાયદો અને 11માં નુકસાન

બીજી તરફ આજે IT અને PSU બેન્કના  શેરોએ રોકાણકારોને રોવડાવ્યા હતા. ને ઘટાડા સાથે બંધ થતા વળતરની આશા ઠગારી નીવડી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 શેરમાં વધારો તો 6 નુકસાન જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 39 શેરમાં ફાયદો અને 11માં નુકસાન થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ