બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Big blow to Jayesh Radadia group, Hardev Singh Jadeja group's claim even before the proposal is approved

ટકરાવ / જયેશ રાદડિયા જૂથને મોટો ફટકો, દરખાસ્ત મંજૂર થાય તે પહેલા જ હરદેવસિંહ જાડેજા જુથનો દાવ

Mehul

Last Updated: 11:45 PM, 14 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટના જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભાજપનો જૂથવાદ સપાટી પર.જયેશ રાદડિયા અને હરદેવસિંહ જાડેજા જૂથ વચ્ચે ટકરાવ. રાદડિયા જુથના મહેશ આસોદરિયાને પડાસણ મંડળીમાંથી દૂર પણ કરી દેવાયા

  • રાજકોટના પડાસણ મંડળીમાં 'પ્રીત ખાંડાની ધાર'
  • જાડેજા-રાદડીયા જૂથ ખુલીને આમને સામને 
  • રાજકોટ જિલ્લા બૅન્કમાં રાદડીયાની ગેરરીતિ ? 


રાજકોટના જિલ્લા સહકારી ક્ષેત્રમાં ભાજપનો જૂથવાદ સપાટી પર આવી ગયો છે. જેમાં જયેશ રાદડિયા અને હરદેવસિંહ જાડેજા જૂથ વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. આ જૂથવાદમાં જયેશ રાદડિયા જુથને મોટો ફટકો પડ્યો છે. જેમાં રાદડિયા જુથના મહેશ આસોદરિયાને પડાસણ મંડળીમાંથી દૂર પણ કરી દેવામાં આવ્યા છે. જેમાં અગાઉ હરદેવસિંહ જાડેજા જૂથના વિજય સખિયાને દૂર કરી મહેશ આસોદરિયાના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી. હવે જ્યારે મહેશ આસોદરિયાને પડાસણ મંડળીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે 

જેથી તેઓની લોધિકા સંઘમાં એન્ટ્રી મુશ્કેલ બની ગઈ છે. આપને જણાવી દઈયે કે, થોડા દિવસ પહેલા હરદેવસિંહ જાડેજા જૂથના સભ્યો ગાંધીનગરમાં સહકાર વિભાગના સચિવ સમક્ષ બેન્કમાં ભરતીના ગોટાળા મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હોવાની ખબર સામે આવી હતી.જેમાં જયેશ રાદડિયા વિરૂદ્ધ રાજકોટ જિલ્લા બૅન્કની 1100કર્મીઓની ભરતીમાંથી 900 લોકોની ભરતીમાં ગેરરીતિ આચરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

કહેવાય છે કે સહકારી ક્ષેત્રના 4 અસંતુષ્ટ સિનિયર આગેવાન વિજય સખિયા, પરસોતમ સાવલિયા, નીતિન ઢાંકેચા અને હરદેવસિંહ જાડેજા રાજ્ય સરકારમાં જયેશ રાદડિયા વિરુદ્ધ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. ચારેય આગેવાનોનો આક્ષેપ છે કે રાજકોટ જિલ્લા બેંકની ભરતીમાં જયેશ રાદડિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ