બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Big betting busted in Surat ahead of IPL

કાર્યવાહી / IPL પહેલા સુરતમાં મોટા સટ્ટા બેટિંગનો પર્દાફાશ, ઓનલાઈન 300 રૂપિયામાં થતી આવી 'રમત', 10 શકુની ઝબ્બે

Priyakant

Last Updated: 12:10 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Crime Latest News: મહિલા IPL મેચ પર સટ્ટા બેટિંગ કરતાં 10 લોકોને પલસાણા પોલીસે દબોચી લીધા, 8.31 લાખનો મુદ્દામાં પણ જપ્ત

Surat Crime News : સુરતમાં પલસાણા પોલીસની સટ્ટા બેટિંગ પર મોટી કાર્યવાહી સામે આવી છે. વાત જાણે એમ છે કે, પલસાણા તાલુકાના કારેલી ગામેથી પલસાણા પોલીસે સટ્ટા બેટિંગ ઝડપી પાડ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર મળી કુલ 10ને ઝડપી પાડવામાં આવ્યા છે. આ સાથે પોલીસની ટીમ દ્વારા 8.31 લાખનો મુદ્દામાં પણ જપ્ત કરવામાં આવ્યો છે. 

દેશમાં હાલ ક્રિકેટ મેચ અને IPLનો ફીવર શરૂ થયો છે ત્યારે સટોડીયાઓ પણ ગેલમાં આવ્યા છે. હાલ મહિલા IPL ચાલી રહી છે. જેમાં IPLની ક્રિકેટ મેચ ઉપર કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં સટ્ટા બેટિંગ ચાલી રહ્યું હોવાની પોલીસને બાતમી મળતા પોલીસ બાતમી મુજબની જગ્યાએ પહોંચી હતી. આ દરમિયાન સટ્ટા બેટિંગ કરી રહેલા 10 જેટલા શકુનિઓ રંગે હાથ ઝડપાઈ ગયા હતા. 

પલસાણા પોલીસની કારેલી ગામે ફ્લાવર વેલી સોસાયટીમાં રેડ દરમિયાન કુલ 5 જેટલા ઈસમો સટ્ટા બેટિંગ કરી રહ્યા હતા. તમામ ઓનલાઈન સટ્ટો રમવા માટે મોબાઈલ, લેપટોપ તેમજ સોફ્ટવેર વડે જુદી જુદી બેન્કોમાં ખોટા નામની કંપનીઓનું એકાઉન્ટ ખોલ્યું હતું અને કંપનીઓના ATM પુરા પાડીને દિલ્હી કેપિટલ તેમજ રોયલ ચેલેન્જર બેંગલોર વચ્ચે ચાલી રહેલ મહિલા IPLની  મેચ ઉપર ઓનલાઈન સટ્ટો રમી રહ્યા હતા. માત્ર ક્રિકેટ જ નહીં પરંતુ વિવિધ વેબસાઇટ ઉપરથી અન્ય 16 જેટલી રમતો પર સટ્ટો રમાડતા હોવાની હકીકત બહાર આવી હતી.

વધુ વાંચો: અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં CID ક્રાઈમના દરોડા, વિઝા કન્સલ્ટન્સીની 18 ઓફિસ સર્ચ, મળ્યું નકલી

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, ઓનલાઈન સટ્ટો રમવા માટે 300 રૂપિયા ફી પણ સટ્ટો રમનાર પાસે લેવામાં આવતી હતી. તો અલગ અલગ એકાઉન્ટ મારફતે જે સટ્ટા બજારની રકમ જમા થતી હતી. જે તમામ એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હોવાનું બહાર આવ્યું છે. જે રકમ એક જ એકાઉન્ટમાં જમા કરી અને ઉપાડી લેવામાં આવતી હતી. આ તમામ પકડાયેલા આરોપીઓ છેલ્લા 3 મહિનાથી આ વિસ્તારમાં સક્રિય હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે. પોલીસે કરેલ કાર્યવાહી દરમિયાન તેઓ પાસેથી 41 જેટલા મોબાઈલ ફોન, લેપટોપ, એટીએમ કાર્ડ તેમજ રોકડ મળી 8.31 લાખનો મુદ્દા માલ પણ પોલીસે જપ્ત કર્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ