બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Big announcement of BJP MP Sunny Deol before Lok Sabha 2024

રાજકારણ / 'હું ચૂંટણી નહીં લડું, મારી માત્ર દેશસેવા જ કરવાની ઇચ્છા', 2024 પહેલા ભાજપ સાંસદ સની દેઓલનું મોટું એલાન

Malay

Last Updated: 08:24 AM, 22 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: અભિનેતા સની દેઓલને લઈને મોટા સમાચાર આવ્યા સામે, એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 'મને રાજકારણમાં મન નથી લાગતું, હવે ચૂંટણી નહીં લડું'

  • અભિનેતા સની દેઓલ નહીં લડે લોકસભા ચૂંટણી 
  • સની દેઓલે ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત 
  • ગુરદાસપુર બેઠક પરથી સાંસદ છે સની દેઓલ

આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ સાંસદ અને અભિનેતા સની દેઓલે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેઓએ એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન કહ્યું કે તેઓ 2024માં લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે 'મને લાગે છે કે મારે એક અભિનેતા તરીકે દેશની સેવા કરવી જોઈએ, જે હું કરી રહ્યો છું.' તેમણે કહ્યું કે 'તમે કોઈપણ એક જ કામ કરી શકો છે. એક સાથે ઘણી વસ્તુઓ કરવી અસંભવ છે. હું જે વિચારીને રાજકારણમાં આવ્યો હતો, તે તમામ કામ હું અભિનેતા તરીકે પણ કરી શકું છું.'

No photo description available.
સની દેઓલ (PHOTO: FACEBOOK Sunny Deol)

વચન આપું અને તે પૂર્ણ ન કરી શકું તો મારાથી સહન ન થાયઃ સની દેઓલ
અભિનેતા સની દેઓલે કહ્યું કે, 'એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, એ હું કરી શકું છું. પરંતુ રાજકારણમાં જો હું કોઈ વચન (કમિટમેન્ટ) આપું અને તે વચન (કમિટમેન્ટ)ને પૂર્ણ ન કરી શકું, તો મારાથી તે સહન થતું નથી. હું એવું નથી કરી શકતો.' આપને જણાવી દઈએ કે, સની દેઓની એક સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ હાજરી છે. 

2019માં લડી હતી લોકસભાની ચૂંટણી
ફિલ્મ અભિનેતા સની દેઓલે વર્ષ 2019માં પોતાની રાજકીય સફર શરૂ કરી હતી, સની દેઓલે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબની ગુરદાસપુર લોકસભા બેઠક પરથી પોતાની કિસ્મત અજમાવી હતી અને જનતાએ પણ તેમને નિરાશ કર્યા ન હતા. ગુરદાસપુરની જનતાએ સની દેઓલને 84 હજારથી વધુ મતોના માર્જીનથી મોટી જીતના આશીર્વાદ આપ્યા બાદ લોકસભામાં મોકલ્યા હતા.

No photo description available.
સની દેઓલ (PHOTO: FACEBOOK Sunny Deol)

મતવિસ્તારમાં સતત થઈ રહ્યો છે વિરોધ
સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા મતવિસ્તારના લોકોને મોટા મોટા વચનો પણ આપ્યા હતા, પરંતુ વચનો પૂરા કરવા તો દૂર, ચૂંટણી જીત્યા પછી તેઓ ક્યારેય ગુરદાસપુર ગયા પણ નથી. તેને લઈને જનતમાં આક્રોશ વધી રહ્યો છે. વિરોધીઓએ પણ સની દેઓલની મતવિસ્તારમાંથી સતત ગેરહાજરી અને લોકસભામાં પણ ગેરહાજરીનો મુદ્દો બનાવવાનું શરૂ કરી દીધું છે. ભૂતકાળમાં ગુરદાસપુરમાં પણ લોકોએ તેમના વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.

સ્થાનિકોએ લોકસભા સ્પીકરને લખ્યો હતો પત્ર
ગુરદાસપુરના મહોલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરી મહિનામાં જ લોકસભા સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને સની દેઓલની સદસ્યતા રદ કરવાની માંગ કરી હતી. અમરજોત સિંહે પોતાના પત્રમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ ચાર વર્ષથી તેમના લોકસભા મતવિસ્તારમાંથી ગેરહાજર છે. ગુરદાસપુરના લોકોએ તેમને મોટી આશાઓ સાથે ચૂંટ્યા હતા.

ફિલ્મ ગદર-2 કમામી મામલે મચાવી રહી છે ધમાલ
તમને જણાવી દઈએ કે, આ દિવસોમાં સની દેઓલની ફિલ્મ ગદર-2 કમાણીના મામલે ધમાલ મચાવી રહી છે. 'પઠાણ' બાદ હવે 'ગદર 2' પણ 500 કરોડનો ટાર્ગેટ પાર કરવા માટે તૈયાર છે. સની દેઓલની 'ગદર 2' એ 10 દિવસમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, જેની કોઈએ અપેક્ષા પણ નહીં કરી હોય. 8 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી ચૂકેલી 'ગદર 2' હવે બોલીવુડની સૌથી મોટી ફિલ્મ 'પઠાણ'ને સીધી ટક્કર આપવા માટે તૈયાર છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ