બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / bhopal vande bharat express collides with cow bonnet cracked

અકસ્માત / આ રુટ પર ફરી દુર્ઘટનાનો શિકાર થઈ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, ગાયને ટક્કર મારતા આગળના બોનેટના ઉડયાં ફુરચા

Manisha Jogi

Last Updated: 02:01 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનો ફરી એકવાર અકસ્માત થયો છે. ગાય ટકરાવાને કારણે ટ્રેનનું બોનટ ખુલી ગયું અને આગળના ભાગને નુકસાન થયું છે.

  • વંદે ભારત એક્સપ્રેસનો ફરી એકવાર અકસ્માત.
  • ગાય ટકરાવાને કારણે ટ્રેનને નુકસાન. 
  • અગાઉ પણ વંદે ભારત ટ્રેન ઘટનાનો શિકાર થઈ હતી. 

દેશની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનો ફરી એકવાર અકસ્માત થયો છે. દિલ્હીથી ભોપાલ આવી રહેલ ટ્રેન ગ્વાલિયરમાં દુર્ઘટનાનો શિકાર થઈ છે. ટ્રેનની સામે ગાય આવતા સાંજે 6:15 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ છે. ગાય ટકરાવાને કારણે ટ્રેનનું બોનટ ખુલી ગયું અને આગળના ભાગને નુકસાન થયું છે. 

આ ઘટના સર્જાયા પછી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 15 મિનિટ સુધી ગ્વાલિયરના ડબરા સ્ટેશન પર ઊભી રહી હતી. ટ્રેન જોવા માટે આસપાસ લોકોની ભીડ ઊમટી હતી. રેલવેના ટેકનિકલ સ્ટાફ દ્વારા સ્ટેશન પર બોનટને સાજુ કરવામાં આવ્યું, ત્યારબાદ ટ્રેન રવાના કરવામાં આવી હતી. અગાઉ પણ વંદે ભારત ટ્રેન ઘટનાનો શિકાર થઈ હતી. 

આ રૂટ પર 1 એપ્રિલના રોજ વંદે ભારતને લીલી ઝંડી દેખાડવામાં આવી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલના રોજ ભોપાલથી મધ્યપ્રદેશને પહેલી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન શરૂ થઈ તેને એક મહિનાનો સમય પણ થયો નથી અને આ પ્રકારની ઘટના સર્જાઈ છે. વંદે ભારત એક્સપ્રેસથી ભોપાલના રાની કમલાપતિ સ્ટેશનથી નવી દિલ્હી સ્ટેશન સુધીના સફરમાં 7 કલાક અને 50 મિનિટનો સમય લાગશે. 

વારંવાર વંદે ભારત ટ્રેન સાથે પશુઓ ટકરાવાને કારણે રેલવે તંત્ર ખૂબ જ ચિંતિત છે. આ પ્રકારની ઘટનાઓ રોકવા માટેની કોશિશ કરવામાં આવી રહી છે. ભારતીય રેલવે આધુનિકતા પર ભાર વધુ આપી રહ્યું છે. રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. નવી નવી હાઈ સ્પીડ ટ્રેન લોન્ચ થઈ રહી છે. આ સંદર્ભે સરકારે 400 વંદે ભારત ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના 1,600 ડબ્બાનું નિર્માણ કરવામાં આવશે. જેમાં 8-9 કરોડનો ખર્ચ થશે. વંદે ભારત ટ્રેન પ્રતિ કલાક 200 કિમીથી વધુની રફ્તાર આપશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ