બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Bhopal Declares 20 Areas, Houses as Containment Zones; Sunday Lockdown in These 12 Cities of MP

મહામારી / કોરોનાનો એવો કહેર કે છાવણીમાં ફેરવાઇ ગયું આ શહેર, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

Hiralal

Last Updated: 08:26 PM, 28 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકડાઉનને પગલે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ આખુ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. શહેરના ખૂણખાંચરે પોલીસના જવાનો ચાંપતી નજર રાખીને ફરી રહ્યાં છે.

  • ભોપાલના 20 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા 
  • ભોપાલના ખૂણેખાંચરે પોલીસના જવાનો તહેનાત
  •  સીસીટીવી કેમેરા દ્વારા લોકોની અવરજવર પર ધ્યાન રખાઈ રહ્યું છે 

એટલું જ નહીં પરંતુ કન્ટેનમેન્ટ અને સંવેદનશીલ અને ગીચ વિસ્તારોમાં ડ્રોન અને સર્વલન્સ સિસ્ટમથી લોકો પર નજર રાખવામાં આવી રહી છે. શહેરના 200 કરતા પણ વધારે ચેકિંગ પોઈન્ટ પર પોલીસના જવાનો તહેનાત છે. ડીઆઈજી ઈરશાદ વલીએ જણાવ્યું કે 200 થી વધારે સ્થળો પર નાકાબંધી કરીને ચેકિંગ કરાઈ રહ્યું છે. તમામ પોલીસ સ્ટેશનોમાં 150 મોબાઈલ પાર્ટીથી પેટ્રોલિંગ, જાહેરાત કરાઈ રહી છે. સીસીટીવી કેમેરા દ્વારા લોકોની અવરજવર પર ધ્યાન રખાઈ રહ્યું છે. 

20 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા,લોકો ઘરોમાં કેદ 

ભોપાલમાં વહિવટીતંત્ર દ્વારા 20 વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે અને આ વિસ્તારના તમામ નાગરિકોને હોમ ક્વોરન્ટાઈનનો આદેશ આપ્યો છે. 

વધી રહેલા કોરોના વાઈરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના 12 શહેરોમાં લોકડાઉનની સરકારની જાહેરાત બાદ ભોપાલમાં આ મોટી કાર્યવાહી કરાઈ છે. 

એડિશનલ ચીફ સેક્રેટરી રાજએશ રાજોરાએ જણાવ્યું કે 11 જિલ્લાના 12 શહેરોમાં રાતના 10 થી સવારના 6 સુધી લોકડાઉન અમલી રહેશે જેમાં ગ્વાલિયર, ઉજ્જેન, વિદિશા, નરસિંહપુર, સાગર, ઈન્દોર, ભોપાલ, જબલપુર, બેતુલ, રતલામ, છિંદવાડા અને ખરગોન સામેલ છે. 

મધ્યપ્રદેશમાં 12 શહેરો લોકડાઉન હેઠળ 

એમપીના ભોપાલ, ઈંદોર, ગ્વાલિયક, જબલપુર, રતલામ, ખરગોન, છિંદવાડા, બૈતુસ, વિદિશા, ઉજ્જેન, સૌસર, નરસિંહપુરમમાં દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે.મધ્યપ્રદેશમાં કોરોનાના ગ્રાફને લઈને ફરી એકવાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. શનિવારે ભોપાલ જિલ્લા પ્રશાસને શહેરના અનેક સ્થાનને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા છે. તેમાંથી 20 વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકાતા અહીં રહેતા લોકો હોમ ક્વોરન્ટાઈન રહેશે. શનિવારે ભોપાલમાં 460 નવા કેસ આવ્યા છે. 

દેશમાં કોરોના 62 હજારથી પણ નવા કેસ

ભારતમાં કોરોનાનો પ્રભાવ સતત વધઈ રહ્યો છે. એક દિવસમાં દેશમાં કોરોનાના 62 હજાર 632 નવા કેસ આવ્યા છે. તો એક દિવસમાં કોરોનાથી 28 હજાર 728 દર્દી રિકવર થયા છે. ભારતમાં એક દિવસમાં કોરોનાથી 328ના મૃત્યુ થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 4 લાખ 83 હજાર 11 પહોંચી ચૂક્યા છે. ભારતમાં કોરોનાના કુલ કેસ 1 કરોડ 19 લાખ 71 હજાર 4 સુધી પહોંચ્યા છે. દેશમાં કોરોનાથી રિકવર દર્દીની કુલ સંખ્યા 1 કરોડ 13 લાખ 21 હજાર 578 થઈ છે તો ભારતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 1 લાખ 61 હજાર 586 થયો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ