બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / bhartiya kisan sangh protest in gujarat many districts

આંદોલન / ખેડૂતોની પડતર માંગણીઓને લઇને ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંયો ચઢાવી, આજે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન

Dhruv

Last Updated: 01:24 PM, 4 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મીટર પ્રથા મરજિયાત કરવા તેમજ ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવા મામલે ભારતીય કિસાન સંઘ દ્રારા આજે રાજ્યભરમાં (Gujarat) વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

  • રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારતીય કિસાન સંઘનું વિરોધ પ્રદર્શન
  • મીટર પ્રથા મરજિયાત કરવા કિસાન સંઘનો ઉગ્ર વિરોધ
  • ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવાની કિસાન સંઘની માંગ

રાજ્ય (Gujarat)  ના તમામ જિલ્લામાં કિસાન સંઘ દ્વારા મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતાની માંગ કરવામાં આવી રહી છે. મીટર પ્રથા મરજિયાત કરવા તેમજ ખેડૂતોને હોર્સ પાવર આધારે વીજ બિલ આપવા મામલે ભારતીય કિસાન સંઘ દ્રારા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જેમાં રાજકોટ, ગાંધીનગર, મહેસાણા સહિતના જિલ્લામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટમાં પણ કિસાન સંઘ દ્વારા ખેડૂતોની માંગને લઇને ઉગ્ર વિરોધ

રાજકોટમાં કિસાન સંઘ આ મામલે કલેક્ટરને આવેદનપત્ર આપશે. સમાન વીજદર અને સોલાર સિસ્ટમની માંગ સાથે કિસાન સંઘ વિરોધ કરી રહ્યાં છે. ખેડૂતોનો ખેતરમાં ફરજિયાત મીટર પ્રથા સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ગાંધીનગર અને મહેસાણામાં પણ કિસાન સંઘની પડતર માંગને લઇને વિરોધ

બીજી બાજુ ગાંધીનગરમાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. તો મહેસાણામાં પણ ભારતીય કિસાન સંઘની રેલી બાદ આવેદન પાઠવવામાં આવ્યું છે.
મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક ખેડૂતોની સમસ્યા દૂર કરવા કિસાન સંઘ માંગ કરી રહ્યાં છે. મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરવા માંગ કરાઇ છે. આ સાથે ફિક્સ ચાર્જ પણ નાબૂદ કરવાની માંગ કરવામાં આવી રહી છે. તો સાથે સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવાની માંગ, કિસાન સૂર્યોદય યોજનાનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવા માંગ કરાઇ રહી છે. એ સિવાય સ્કાય યોજના પણ ફરીથી લાગુ કરવા ખેડૂતો માંગ કરી રહ્યાં છે.

મોરબીમાં પણ સમાન વીજદરની માંગ સાથે વિરોધ પ્રદર્શન

એ સિવાય મોરબીમાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. સમાન વીજદરની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરાશે.

હિંમતનગરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયાં

તો બીજી બાજુ સાબરકાંઠામાં પણ ભારતીય કિસાન સંઘ ધરણા પર બેસી ગયું છે. હિંમતનગર ખાતે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા છે. આજે ખેડૂતો દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે ધરણા તેમજ આવેદનપત્ર પાઠવવામાં આવશે. આઠ જેટલી માંગણીઓ મામલે ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય કિસાન સંઘે એક સપ્તાહ પહેલા અલ્ટીમેટમ આપ્યું હતું.

જાણો ખેડૂતો શું-શું કરી રહ્યાં છે માંગ?

  • મીટર પ્રથા મરજિયાત કરવા બાબતે વિરોધ પ્રદર્શન
  • મીટર આધારિત વીજ દર અને હોર્સ પાવર આધારિત વીજ દરમાં સમાનતાની માંગ
  • કિસાન સૂર્યોદય યોજનાનો તત્કાલ સમગ્ર ગુજરાતમાં અમલ કરવા માંગ
  • મીટર આધારિત બોરવેલનું વીજ બિલ દર બે મહિને ભરવા માંગ
  • ફિક્સ ચાર્જ નાબૂદ કરવા ખેડૂતોની માંગ
  • સ્વૈચ્છિક લોડ વધારાની સ્કીમ લાવવા માંગ
  • સ્કાય યોજના ફરીથી લાગુ કરવા ખેડૂતોની માંગ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ