બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Bharat Singh Solanki will not contest the Lok Sabha elections

Lok Sabha Election 2024 / ભરતસિંહ સોલંકી નહીં લડે લોકસભા ચૂંટણી, ટ્વિટ કરીને કહ્યું 'મારી વર્તમાન જવાબદારીને...'

Priyakant

Last Updated: 12:19 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024 : દિગ્ગજ નેતાએ કહ્યું, મારા માથે પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી છે પણ લોકસભા ન લડવાની મારી પાર્ટીને વિનંતી તે માન્ય રાખે તેવી મારી ઇચ્છા છે

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસથી એક મોટા સમાચાર સામે આવી છે. વાત જાણે એમ છે કે, ગઇકાલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે લોકસભા ચૂંટણી નહિ લડવાની જાહેરાત કર્યા બાદ હવે વધુ એક દિગ્ગજ નેતાએ ચૂંટણી નહીં લડવાનું એલાન કર્યું છે. વિગતો મુજબ પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, કોંગ્રેસના ઉમેદવારોની સંભવિત રીતે આજે જાહેર થઈ શકે છે.

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગ્યા છે. આ તરફ ગુજરાત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યોના કેસરિયા અને ગઇકાલે પૂર્વ પ્રમુખે પણ લોકસભા નહીં લડવાની જાહેરાત કરી હતી. આ બધાની વચ્ચે હવે મોટી અપડેટ સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ પાર્ટીએ પ્રચાર માટેની જવાબદારી આપી હોવાનું કહી લોકસભા ન લડવાની પાર્ટીને વિનંતી કરી છે. 

વધુ વાંચો: PM મોદી આજે ગુજરાતમાં, અમદાવાદથી દેશવાસીઓને અર્પણ કરી 85 હજાર કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટની ભેટ

શું કહ્યું ભરતસિંહ સોલંકીએ ?
પાર્ટીના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ X પર લખ્યું કે, મને અને મારા પરિવારને કોંગ્રેસ પાર્ટીએ દાયકાઓથી ઘણું આપ્યું છે. AICC જમ્મુ અને કાશ્મીરના પ્રભારી તરીકેની મારી વર્તમાન જવાબદારીને ધ્યાનમાં રાખીને અને ગુજરાતમાં પક્ષ માટે અસરકારક રીતે પ્રચાર કરી શકવા માટે હું આ ચૂંટણી ન લડવાની મારી ઈચ્છા હાઈકમાન્ડને નમ્રતાપૂર્વક જણાવું છું. તેમ છતાં કોંગ્રેસના આજીવન સૈનિક રહીને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે હું સ્વીકારીશ અને તેનું પાલન કરીશ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ