બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ભારત / bhajan lal sharma rajasthan CM introduction networth seat

Breaking / 'વિષ્ણુ, મોહન બાદ હવે ભજન': પહેલી વખત ધારાસભ્ય બનનાર રાજસ્થાનનું 'રાજ' ચલાવશે, નવા મુખ્યમંત્રી ભજન લાલ શર્મા છે કોણ?

Vaidehi

Last Updated: 04:52 PM, 12 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપે રાજસ્થાનનાં નવા CM તરીકેની જવાબદારી સાંગાનેર (જયપુર) વિધાનસભા ક્ષેત્રનાં પ્રદેશ મહામંત્રી ભજનલાલ શર્માને સોંપી છે.

  • ભજન લાલ શર્માને સોંપવામાં આવી રાજસ્થાનની કમાન
  • રાજસ્થાનનાં CM તરીકે ભજન લાલ શર્મા લેશે શપથ
  • સાંગાનેરની સીટ પરથી પહેલીવખત ધારાસભ્ય બન્યાં હતાં ભજનલાલ 

ભજન લાલ શર્મા એક ભારતીય રાજકરણી છે જેમને હાલમાં રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી છે. ભાજપ વિધાયક દળની બેઠકમાં ભજનલાલ શર્માનાં નામ પર સર્વસમ્મતિથી મોહર લગાડવામાં આવી છે. તેઓ રાજસ્થાન વિધાનસભાનાં સદસ્યનાં રૂપમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરે છે. 

કોણ છે ભજન લાલ શર્મા?
ભજન લાલ શર્મા ચાર વખત ભારતીય જનતા પાર્ટીનાં મહાસચિવ બન્યાં છે. 2023ની આ ચૂંટણીમાં સાંગાનેર વિધાનસભા ક્ષેત્રની ચૂંટણીમાં ભજનલાલે કોંગ્રેસનાં ઉમેદવાર પુષ્પેંદ્ર ભારદ્વાજને 48081 વોટનાં અંતરથી હાર આપી હતી.  ભાજપે તેમને પહેલીવાર જયપુરની સાંગાનેર જેવી સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડાવી હતી. વર્તમાન ધારાસભ્ય અશોક લાહોટીની ટીકિટ કાપીને ભજનલાલ શર્માને ઉમેદવાર બનાવવામાં આવ્યું હતું. આ જીત બાદ તેઓ પહેલી વખત ધારાસભ્ય બન્યાં છે. અને હવે તેમને રાજસ્થાનની કમાન સોંપી દેવામાં આવી છે. 

4 વખત ભાજપ પ્રદેશ મહામંત્રી
56 વર્ષીય ભજનલાલ શર્માની શૈક્ષણિક યોગ્યતાની વાત કરીએ તો તેમણે માસ્ટર્સની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમના અનેક બિઝનેસ છે.  સંગઠનમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને ધ્યાનમાં લેતાં તેમને રાજસ્થાનનાં મુખ્યમંત્રી તરીકેની મોટી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 4 વખત ભાજપ પ્રદેશ મહામંત્રી રહી ચૂક્યાં છે. RSS અને ABVP સાથે પણ તેઓ લાંબા સમયથી સંકળાયેલા છે.

ભજનલાલ શર્માની નેટવર્થ
તેમની નેટવર્થની વાત કરીએ તો તેઓ પણ કરોડપતિ છે અને તેમની પાસે કુલ 1.40 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે 35 લાખ રૂપિયાનું દેણું છે. વિધાનસભા ચૂંટણીમાં આપવામાં આવેલ સંપત્તિની માહિતી અનુસાર તેમની નેટવર્થમાંથી આશરે 1,15000 રૂપિયા કેશમાં છે જ્યારે વિવિધ બેંકોનાં એકાઉન્ટમાં તેમનાં 11 લાખ રૂપિયા ડિપોઝિટ છે.

બ્રાહ્મણ સમાજથી આવે છે ભજન લાલ શર્મા
ભજન લાલ શર્મા ભરતપુરનાં રહેવાસી છે. બાહરી હોવા છતાં પણ તેમણે સાંગાનેરમાં મોટી જીત હાસિલ કરી હતી. ભજન લાલ શર્મા સંઘ અને સંગઠન બંનેના ઘણાં નજીક હતાં. માહિતી અનુસાર વસુંધરા રાજેએ તેમના નામનો પ્રસ્તાવ આપ્યો હતો. ભજન લાલ શર્મા બ્રાહ્મણ સમાજથી આવે છે. રાજસ્થાનમાં પણ આશરે 7% આબાદી બ્રાહ્મણ છે.

ડેપ્યુટી CM અને સ્પીકર
દીયા કુમારી અને પ્રેમ ચંદ્ર બેરવાને રાજસ્થાનનાં ઉપમુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વાસુદેવ દેવનાની વિધાનસભાનાં સ્પીકર રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ