બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Best ODI team of 2023 is like this, 5 players of Team India may get a chance

ODI Team 2023 / કંઇક આવી હોઇ શકે છે આ વર્ષની બેસ્ટ વનડે ટીમ, ટીમ ઇન્ડિયાના આ 5 ખેલાડીઓને મળી શકે છે ચાન્સ

Megha

Last Updated: 03:39 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ICC દર વર્ષના અંતે ખેલાડીઓના પ્રદર્શનના આધારે એક બેસ્ટ ટીમની પસંદગી કરે છે જેમાં વિશ્વભરના 11 ખેલાડીઓને સ્થાન મળે છે, કઇંક આવી હોય શકે છે ICCની સંભવિત બેસ્ટ ODI ટીમ 2023..

  • વર્લ્ડ કપ 2023માં ટીમ ઈન્ડિયા ચેમ્પિયનની જેમ ફાઇનલ સુધી પંહોચી હતી
  • ICC દર વર્ષના અંતે પ્રદર્શનના આધારે એક બેસ્ટ ટીમની પસંદગી કરે છે
  • કઇંક આવી હોય શકે છે ICCની સંભવિત બેસ્ટ ODI ટીમ 2023 

વર્લ્ડ કપ 2023 પૂરો થઈ ગયો છે. આખી ટુર્નામેન્ટમાં એક પણ મેચ હાર્યા વિના ટીમ ઈન્ડિયા ચેમ્પિયનની જેમ ફાઇનલ સુધી પંહોચી હતી. જો કે ફાઇનલમાં ઓસ્ટ્રેલીયા સામે હાર્યા બાદ કરોડો લોકોના દિલ પણ તૂટી ગયા હતા. જો કે આ દરમિયાન અનેક ખેલાડીઓએ તેના શાનદાર પ્રદર્શનને કારણે અનેક લોકોના દિલ જીતી લીધા હતા. 

વર્લ્ડકપમાં મેદાન પર ઉતરી શકે છે આ ભારતીય ટીમ, 2 ખેલાડીઓ રહેશે રિઝર્વ, જાણો  ક્યારે થશે એલાન | indian squad announced team india for ODI World Cup 2023  hardik pandya rohit sharma

હવે એ વાત તો નોંધનીય છે કે ICC દર વર્ષના અંતે ખેલાડીઓના પ્રદર્શનના આધારે એક બેસ્ટ ટીમની પસંદગી કરે છે. સાથે જ આ ટીમમાં એક એક દેશના નહીં પરંતુ વિશ્વભરના 11 ખેલાડીઓને સ્થાન મળે છે. એવામાં ICC પસંદગી કરે  તે પહેલા અમે તમને આ વર્ષની સંભવિત બેસ્ટ ODI ટીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

કઇંક આવી હોય શકે છે ICCની સંભવિત બેસ્ટ ODI ટીમ 2023 
આ ટીમના ટોપ ઓર્ડર એટલે કે ઓપનિંગ બેટ્સમેનની વાત કરીએ તો શુભમન ગિલનું ટીમમાં હોવું સ્વાભાવિક છે. શુભમન ગિલે 29 મેચની 29 ઇનિંગ્સમાં 63.36ની એવરેજથી 1584 રન બનાવ્યા છે. આ સાથે જ બીજા ઓપનિંગ બેટ્સમેન તરીકે શ્રીલંકાના પથુમ નિસાન્કાનું નામ હોય શકે છે. નિસાંકાએ આ વર્ષે 29 ODI મેચમાં 44.26ની એવરેજથી 1151 રન બનાવ્યા છે.

મિશન Asia Cup ખતમ! હવે વનડે વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા તૈયાર, જાણો ક્યાં અને  ક્યારે રમાશે મેચ | Mission Asia Cup over! Now Team India is ready for the  ODI World Cup,

ત્રીજા નંબર પરના બેટ્સમેનની વાત આવે તો વિરાટ કોહલી સિવાય કોઈ પણ નામ મગજમાં આવે નહીં. નોંધનીય છે કે આ વર્ષે કોહલી વનડેમાં સૌથી વધુ રન બનાવનાર બીજા ક્રમે હતો. કોહલીએ 27 મેચની 24 ઇનિંગ્સમાં 72.47ની એવરેજથી 1377 રન બનાવ્યા છે. એવામાં હવે જો મિડલ ઓર્ડરની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલ ચોથો નંબર પર આવી શકે છે, તો કેએલ રાહુલ પાંચમા નંબર પર જોવા મળી શકે છે. ટીમમાં છઠ્ઠું સ્થાન દક્ષિણ આફ્રિકાના હેનરિક ક્લાસેનને મળી શકે છે. આ સાથે જ સાઉથ આફ્રિકાના ઓલરાઉન્ડર માર્કો યાનસેને પણ આ વર્ષે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

હવે જો બોલિંગની વાત આવે તો કુલદીપ યાદવ પ્રથમ જોવા મળશે. સાથે જ ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​એડમ ઝમ્પાને પણ સ્થાન મળી શકે છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાજ અને દિલશાન મદુશંકા પણ ટીમમાં જગ્યા બનાવી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ