બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ભારત / Bengal woman's decomposed, naked body & drugs found in room in Bengaluru flat; 'dad' missing

બેંગ્લુરુ / પરણેલાએ યુવતીને ભાડમાં ઘરમાં રાખી, શરીરસુખ માણ્યું, હવે મળી સડેલી-ન્યૂડ લાશ, મચ્યો હડકંપ

Hiralal

Last Updated: 04:41 PM, 13 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગ્લુરુના એક ફ્લેટમાંથી 25 વર્ષની યુવતીની સડી ગયેલી અને નગ્ન લાશ મળી આવતાં ચકચાર મચી હતી.

આઈટી હબ અને સલામત ગણાતું બેંગ્લુરુ શહેર હવે મહિલાઓ માટે ઘાતક બની રહ્યું છે. અવારનવાર આ શહેરમાંથી ક્રાઈમની મોટી ઘટનાઓ બનતી હોય છે. ફરી વધુ એક કંપાવનારો બનાવ બન્યો છે. દક્ષિણ-પૂર્વ બેંગલુરુના ચંદાપુરામાં ફ્લેટમાંથી મહિલાની સડી ગયેલી, નગ્ન લાશ મળી આવી હતી. પોલીસને ઓરડામાંથી ડ્રગ્સ અને સિરિંજ મળી આવી હતી. મહિલા કોણ છે તે હજુ નક્કી થયું નથી પરંતુ  પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાની ઉંમર આશરે 25 વર્ષની હતી અને તે પશ્ચિમ બંગાળની હતી. પોલીસને શંકા છે કે હત્યા કરતા પહેલા તેની સાથે રેપ થયો હતો. છેલ્લે પીડિત મહિલા 40 વર્ષના એક શખ્સ સાથે જોવામાં આવી હતી. 

રુમમાંથી મળી નગ્ન અને સડી ગયેલી લાશ 
જે ઘરમાં મહિલાની નગ્ન અને સડેલી લાશ મળી છે તે સંગેથ ગુપ્તા નામની સોફ્ટવેર એન્જિનિયરનું છે જે પતિ અને બાળકો સાથે નીચેના ફ્લોરમાં રહે છે જ્યારે બાકીના ફ્લોર ભાડે આપેલા છે. ગત ડિસેમ્બરમાં ઓડિશાના સફન તરીકે પોતાની ઓળખાણ આપનાર એક શખ્સે ચોથા માળે સિંગલ બેડરૂમનો ફ્લેટ અને બાજુમાં આવેલો એક ઓરડો ભાડે લીધો હતો અને ભાડા પેટે 9000 રુપિયા અને 60,000 એડવાન્સ ચુકવ્યાં હતા. ત્યારબાદ, સફાન 10 જાન્યુઆરીના રોજ ફરીથી આવ્યો ત્યાં સુધી તે દેખાયો ન હતો, ભાડુ ચૂકવ્યું હતું અને મકાનમાલિકને કહ્યું હતું કે તેની પત્ની તેના વતનમાં છે અને તે ટૂંક સમયમાં જ તેને લઈ આવશે. 28 ફેબ્રુઆરીના રોજ, મકાનમાલિકને સફાનને ભાડે આપેલા ફ્લેટમાથી મહિલાની લાશ મળી હતી. મકાન માલિકે સફાનને પૂછ્યું હતું કે આ મહિલા કોણ છે ત્યારે તેણે સંબંધી ગણાવી હતી.10 માર્ચના રોજ, જ્યારે ગુપ્તા દંપતીએ ઓરડામાં તપાસ કરી, ત્યારે તેઓએ દરવાજો ખુલ્લો જોયો અને જોયું કે મહિલા ધાબળા સાથે તેને ઢાંકીને પડેલી છે. બીજા દિવસે સવારે, ખૂબ દુર્ગંધ આવતાં તેઓ ફરી રુમમાં ગયાં ત્યારે ચાદર ઓઢેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી અને લાશમાં કિડા ખદબદતાં હતા. 

રુમમાંથી ડ્રગ્સ અને સિરિન્જ મળી 
બેંગલુરુ એસપી મલ્લિકાર્જુન બાલદાંડીએ જણાવ્યું હતું કે, ઓરડામાંથી સફેદ પાવડર જેવો પદાર્થ અને સિરિંજ મળી આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, "આ પાવડર કૃત્રિમ દવા હોવાની શંકા છે. હાલમાં સફનનો કોઈ પત્તો નથી, પોલીસને તેની પર શંકા છે તેથી તેની તપાસ શરુ કરાઈ છે. 

કોણ છે સફાન

સંદિગ્ધ સફાન જ પીડિત યુવતીને ભાડમાં ઘરમાં લઈ આવ્યો હતો. જે પરણેલો પણ છે. પોલીસને શંકા છે કે આરોપી અને યુવતી વચ્ચે શારીરિક સંબંધો હતા અને તેણે જ હત્યા કરી છે. તે ડ્રગ્સનો બંધાણી પણ હોવાની શંકા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ