બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / beluga airbus super transporter worlds largest cargo plane land on Chennai airport

OMG / ચેન્નઈમાં વ્હેલ જેવું વિમાન કેમ ઉતર્યું? જાણો 'Beluga Airbus'ની ખાસ વિશેષતાઓ

MayurN

Last Updated: 09:27 PM, 12 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 જુલાઈ, 2022 ના રોજ, એરબસ કંપનીનું એરબસ વિમાન ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ વખત ઉતર્યું હતું. આ કાર્ગોને આગળની સફર માટે ઇંધણની જરૂર પડી હતી.

  • વિશ્વનું સૌથી મોટું કાર્ગો વિમાન ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યું
  • બેલુગા એરબસ સુપર ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટ ટેન્કર પણ લઈ જઈ શકે છે
  • બેલુગા એરબસની મહત્તમ ઝડપ 864 કિલોમીટર પ્રતિ કલાક

વિશ્વનું સૌથી મોટું કાર્ગો
11 જુલાઈ, 2022 ના રોજ, એરબસ કંપનીનું એરબસ વિમાન ચેન્નઈના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રથમ વખત ઉતર્યું હતું. તેને સત્તાવાર રીતે એરબસ A300-608ST (સુપર ટ્રાન્સપોર્ટર) કહેવામાં આવે છે. બેલુગાને એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેની ડિઝાઇન બેલુગા વ્હેલને મળતી આવે છે. હવે તમે વિચારતા હશો કે વિશ્વના સૌથી મોટા કાર્ગો વિમાનોમાંથી એક ચેન્નઈમાં કેમ ઉતર્યું? હકીકતમાં, બેલુગા એરબસ સુપર ટ્રાન્સપોર્ટર એરક્રાફ્ટે 7 જુલાઈ, 2022 ના રોજ ફ્રાન્સના ટૌલોઉથી ઉડાન ભરી હતી. ત્યારબાદ તે માર્સેલી, કૈરો, અબુધાબી અને અમદાવાદ થઈને ચેન્નઈમાં ઉતર્યું હતું. તેને ચેન્નઈમાં ફરીથી બળતણ ભરવું પડ્યું. સાથે જ તેના ક્રૂને થોડા કલાકો સુધી આરામ કરવો પડ્યો હતો. આ વિમાન ચેન્નઈથી સિંગાપોર જવા રવાના થયું હતું, જ્યાં એક અજાણ્યો ગ્રાહક તેની રાહ જોઈ રહ્યો હતો. એરબસ કંપની દ્વારા ગ્રાહકનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. 

કુલ 5 હવાઈ જહાજો બનાવ્યા હતા
બેલુગા એરબસની પ્રથમ ઊડાન 13 સપ્ટેમ્બર , 1994ના રોજ ભરવામાં આવી હતી. એરબસે 1992 થી 1999 ની વચ્ચે આવા માત્ર પાંચ હવાઇ જહાજ બનાવ્યા છે. આટલા મોટા વિમાનને માત્ર બે પાયલોટ જ ઉડાવે છે. તે તેની અંદર 40,700 કિલો વજન લઈ જવામાં સક્ષમ છે. આ વિમાન 184.3 ફૂટ લાંબું અને 56.7 ફૂટ ઊંચું છે. જ્યારે તે સંપૂર્ણપણે ખાલી થઈ જાય છે, ત્યારે તેનું વજન 86,500 કિલોગ્રામ હોય છે. તેમાં 23,860 લીટર ઈંધણ મળે છે. બેલુગા એરબસની મહત્તમ ઝડપ 864 કિલોમીટર પ્રતિ કલાક છે. તે એક સાથે વધુમાં વધુ 27779 કિલોમીટર સુધી ઉડી શકે છે. તે વધુમાં વધુ 35 હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. તે જનરલ ઇલેક્ટ્રિક CF6-80C2A8 ટર્બોફેન એન્જિનથી સંચાલિત છે. દરેક એન્જિન 257 કેએનનું થ્રસ્ટ આપે છે. 

કેમિકલ ટેન્કર પણ સમાઈ જાય છે તેમની અંદર
જૂન 1997માં, બેલુગા એરબસે વિશ્વ વિક્રમ સ્થાપ્યો. વેપારી જહાજના કેમિકલ ટેન્કરને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જવાનો આ રેકોર્ડ હતો. ફેબ્રુઆરી 2003માં, બેલુગા એરબસે બે nhi nh90 હેલિકોપ્ટર અને યુરોકોપ્ટર ટાઇગર એટેક હેલિકોપ્ટરને ફ્રાન્સના માર્સેઇલેથી ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સળંગ 25 કલાકની ઉડાન ભરી હતી. 1999માં, બેલુગાએ એક વિશાળ ચિત્રને પેરિસથી ટોક્યો સુધી પહોંચાડ્યું. રસ્તામાં તે બહેરીન અને કોલકાતા થઈને ગયો. આ પેઇન્ટિંગ લિબર્ટી લીડિંગ ધ પીપલ હતું, જે 1874થી પેરિસના લોવરમાં લટકતું હતું. પેઇન્ટિંગની લંબાઈ 11.88 ફૂટ અને ઊંચાઈ 9.81 ફૂટ હતી. તે કોઈ સામાન્ય કાર્ગો વિમાનમાં સેટ થઈ રહ્યું ન હતું. આ પેઇન્ટિંગને નુકસાન ન થાય તે માટે સ્ટેન્ડિંગ પોઝિશનમાં ડિલિવરી કરવી પડી હતી. પેઇન્ટિંગને ખાસ દબાણયુક્ત કન્ટેનરમાં રાખવામાં આવી હતી. જે તેને આઇસોથર્મલ પ્રોટેક્શન અને વાઈબ્રેશનથી પણ બચાવતું હતું. 

તેની અંદર વિન્ડ ટર્બાઇન સમાઈ શકે છે
2004ની સુનામીમાં, બેલુગા એરબસે હિંદ મહાસાગર વિસ્તારોમાં રાહત અને આપત્તિ બચાવ કામગીરીમાં પણ મદદ કરી હતી. હરિકેન કેટરીનાના સમયમાં તેણે ઘણી મદદ કરી હતી. આ એક માત્ર એવું વિમાન છે જેણે અત્યાર સુધીમાં ઘણા દેશોના ઉપગ્રહોને એક સ્થળેથી બીજી જગ્યાએ પહોંચાડ્યા છે. વર્ષ 2009માં તેણે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના ટેન્ક્વીલિટી મોડ્યુલને કઝાખસ્તાનના બૈકોનુર કોસ્મોડ્રોમ સુધી પહોંચાડ્યું હતું. રસિયા-યુક્રેન યુદ્ધ બાદ, જ્યારે એન્ટોનોવ વિમાન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે, બેલુગા એરબસની માંગમાં વધારો થયો. હવે સમગ્ર વિશ્વમાં આ વિમાનનો ઉપયોગ મોટા કાર્ગોના પરિવહન માટે વધુને વધુ થઈ રહ્યો છે. તે તેની અંદર વિન્ડ ટર્બાઇનને બેસાડી શકે છે. અથવા રોકેટનું બૂસ્ટર. અથવા ત્રણ હેલિકોપ્ટર કે ચાર ટેન્ક

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ