બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / bcci secretary jay shah jasprit bumrah fully fit might play t20 series against ireland

ક્રિકેટ / વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચને લઈને જય શાહે કર્યું મોટું એલાન: કહ્યું બસ ત્રણ-ચાર દિવસમાં જ...

Arohi

Last Updated: 01:08 PM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCI Secretary Jay Shah: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અચાનક મોટો નિર્ણય લીધો છે. BCCIએ કહ્યું કે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં તેમના સૌથી મોટા મેચ વિનર અને ખતરનાક ખેલાડીઓની વાપસી થશે.

  • ભારત-પાકની મેચને લઈને મોટી જાહેરાત 
  • જય શાહે કર્યું મોટું એલાન
  • કહ્યું બસ ત્રણ-ચાર દિવસમાં જ... 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે અચાનક મોટો નિર્ણય લીધો છે. BCCIએ મોટી ખબર આપતા કહ્યું છે કે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઈન્ડિયામાં તેના સૌથી મોટા મેચ વિનર અને ખતરનાક ખેલાડીઓની વાપસી થશે. BCCI સચિવ જય શાહે ગુરૂવારે કહ્યું કે આગામી પુરૂષ વનડે વર્લ્ડ કપના શેડ્યુલમાં આવતા થોડા દિવસોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. 

જોકે તેમણે આ ફેરફારમાં અમદાવાદમાં યોજાવવા જઈ રહેલી મોસ્ટ અવેઈટેડ ભારત-પાકિસ્તાન મેચનો ઉલ્લેખ નથી કર્યો. તેમણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની વાપસીના પણ સંકેત આપ્યા છે. 

BCCIએ અચાનક કર્યું મોટુ એલાન 
BCCIએ સચિવ જય શાહે જાહેરાત કરી છે કે ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ના શેડ્યુલમાં ફેરફાર કરવામાં આવશે. ખબર આવી હતી કે બીસીસીઆઈના અધિકારી રાષ્ટ્રીય રાજધાનીમાં વર્લ્ડ કપની મેજબાની કરતા રાજ્ય સ્થળોના પ્રતિનિધિઓની સાથે બેઠક કરશે. 

સાથે જ 15 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાનના પહેલા દિવસે અમદાવાદમાં રમાશે. પરંતુ સ્થાનીક પોલીસે BCCIને કહ્યું કે આ દિવસ સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ મુશ્કેલ હશે. માટે આ મેચની તારીખ બદલવાની વાત ચાલી રહી છે. 

આ ખેલાડીની થશે ટીમમાં એન્ટ્રી 
જય શાહે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, "તમે વર્લ્ડ કપના મૂળ કાર્યક્રમમાં અમુક ફેરફાર જોવાની આશા રાખી શકો છો. જેની જાહેરાત ત્રણ-ચાર દિવસમાં કરવામાં આવશે. ફેરફાર કાર્યક્રમમાં થશે. સ્થાનમાં નહીં. આઈસીસી અને BCCIના અધિકારી તેના પર વિચાર કરી રહ્યા છે. શાહે એવું પણ જણાવ્યું કે સંપૂર્ણ રીતે ફીટ થઈને બુમરાહ ઓગસ્ટમાં આયરલેન્ડના વિરૂદ્ધ ટી20 સીરીઝમાં રમી શકે છે."

બુમરાહ લાંબા સમયથી ટીમથી બહાર છે. તે છેલ્લી વખત સપ્ટેમ્બર 2022માં ઓસ્ટ્રેલિયાના વિરૂદ્ધ મેદાનમાં ઉતર્યા હતા. આ વર્ષ માર્ચમાં ન્યૂઝીલેન્ડમાં પીઠની સર્જરીના બાદથી તે બેંગ્લોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકેડેમીમાં રિહેબિલિટેશન કરી રહ્યા છે. 

જયશાહે કર્યો ખુલાસો 
BCCIએ ગયા અઠવાડિયે મેડિકલ અપડેટમાં કહ્યું હતું કે બુમરાહ નેટ્સમાં સંપૂર્ણ ક્ષમતાની સાથે બોલિંગ કરી રહ્યા છે. શાહે કહ્યું, "બુમરાહ સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આયરલેન્ડ જઈ શકે છે. એશિયા કપ અને વર્લ્ડ કપ માટે ખેલાડિયોની પસંદગીમાં નિરંતરતા રહેશે." 

તેમણે કહ્યું, "વન ડે વર્લ્ડ કપ વખતે આયોજન સ્થળો પર પ્રશંસકો માટે સુવિધાઓ વિશે વાત કરતા જય શાહે ખુલાસો કર્યો કે તે મેચ વખતે દર્શકો માટે મફત પીવાનું પાણી ઉપલબ્ધ કરવાના કામ કરી રહ્યા છે. જેમાં એક એજન્સીના માધ્યમથી બધા સ્ટેડિયમોમાં હાઉસકીપિંગ, શૌચાયલ અને સ્વચ્છતાની સુવિધાઓના ઉન્નયનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ