બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI Announces Schedule For Team India's Tour Of West Indies

રમશે ઈન્ડીયા / 'રોહિત સેના' હવે આ દેશ સાથે ટકરાશે, 10 મેચ રમશે, 2 અમેરિકામાં, BCCIએ શિડ્યુઅલ જાહેર કર્યું

Hiralal

Last Updated: 10:36 PM, 12 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા સામેના ધબડકા બાદ ટીમ ઈન્ડીયાનો વેસ્ટ ઈન્ડીઝ પ્રવાસ શરુ થઈ રહ્યો છે આ માટે બીસીસીઆઈએ શિડ્યુઅલ જાહેર કર્યું છે.

  • 12 જુલાઈથી ટીમ ઈન્ડીયા જશે વેસ્ટ ઈન્ડીઝના પ્રવાસે
  • કુલ 10 મેચ રમશે જેમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 સામેલ 
  • BCCIએ ટીમ ઈન્ડીયાની ટૂરનું શિડ્યુઅલ જાહેર કર્યું 

ટીમ ઇન્ડિયાને રવિવારે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબલ્યુટીસી)ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 209 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટાઈટલ મેચ પુરી થયા બાદ ભારતીય ક્રિકેટ બોર્ડે સોમવારે વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ભારતીય ટીમ જુલાઈ અને ઓગસ્ટમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે. ભારત આ સમયગાળામાં બે ટેસ્ટ, ત્રણ વન ડે અને પાંચ ટી-20 ઈન્ટરનેશનલ મેચ સહિત ટોટલ 10 મેચ રમશે જેમાંથી 2 મેચ અમેરિકામાં રમાડવાનું ગોઠવ્યું છે. 

વેસ્ટ ઈન્ડીઝમાં ક્યાં ક્યાં રમાશે મેચ 
BCCIએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ કાર્યક્રમની જાહેરાત કરી હતી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ 12 થી 16 જુલાઈ દરમિયાન ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં યોજાશે, જ્યારે બીજી ટેસ્ટ 20 થી 24 જુલાઈ દરમિયાન ત્રિનિદાદના ક્વિન્સ પાર્ક ઓવલમાં યોજાશે. 27 જુલાઈથી વન-ડે શ્રેણીનો પ્રારંભ થશે. 50 ઓવરના ફોર્મેટની પ્રથમ અને બીજી મેચ બાર્બાડોસના કેન્સિંગ્ટન ઓવલ ખાતે યોજાશે. બીજી મેચ 29 જુલાઇના રોજ છે. સાથે જ આ સિરીઝની છેલ્લી મેચ 1 ઓગસ્ટથી ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. બંને ટીમો 3 ઓગસ્ટથી ટી-20 શ્રેણીમાં ટકરાશે.  

અમેરિકાના ફ્લોરિડામાં બે મેચ રમાશે  
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અમેરિકાના ફ્લોરિડામાં આખરી બે ટી-20 મુકાબલા ખેલાશે. ચોથી મેચ 12 ઓગસ્ટે અને પાંચમી મેચ 14 ઓગસ્ટે ફ્લોરિડાના બ્રોવર્ડ કાઉન્ટી સ્ટેડિયમમાં યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ