બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Bail granted to Malini Patel, wife of thug Kiran Patel

BIG NEWS / મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન મંજૂર, મોરબીના વ્યક્તિને આવી રીતે ફસાવી છેતર્યો

Vishal Khamar

Last Updated: 04:28 PM, 16 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબીનાં વ્યક્તિને GPCB નું લાયસન્સ અપાવવાનાં બહાને મહાઠગ કિરણ પટેલની પત્નિ માલિની પટેલની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે માલિનીએ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરતા કોર્ટે માલિનીની જામીન અરજી મંજૂર કરી હતી.

  • ઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના જામીન મંજૂર
  • માલિની પટેલના સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા
  • પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા કોર્ટની ટકોર

 મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલનાં કોર્ટે જામીન મંજૂર કર્યા છે.  માલિની પટેલનાં સેશન્સ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. સાથે સાથે કોર્ટે એમ પણ કહ્યું છે કે પોલીસ તપાસમાં સાથ સહકાર આપવા કોર્ટની ટકોર છે. માલિની પટેલની જામીન અરજીનો સરકારે વિરોધ કર્યો હતો. મોરબી GPCB માં છેંતરપીંડી મુદ્દે ફરિયાદ નોંધાઈ હતી. મોરબીનાં વ્યક્તિને GPCBનું લાયસન્સ અપાવવાના બહાને આચરી છેંતરપિંડી આચરી હતી.

સોલા પોલીસે મથકે ફરિયાદ નોંધાઈ હતી
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલને અમદાવાદ સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. ત્યાં ફરી માલિની પટેલ અને કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા. જોકે, તેમાંથી તેઓએ વેપારીને 11.75 લાખ પરત આપ્યા હતા.
મોરબીના વેપારીને આપી હતી PMO ઓફિસરની ઓળખ
મળતી માહિતી અનુસાર, મોરબીના જોધપુર ગામે રહેતા અને બી.એન બ્રધર્સ નામની સિરામિક મશીનરીની ફેક્ટરી ચલાવતા ભરતભાઈ પટેલને વર્ષ 2017માં કિરણ પટેલ સાથે ઓળખાણ થઈ હતી. એ સમયે કિરણે ભરતભાઈને PMO ઓફિસર તરીકેની ઓળખ આપી હતી. તેણે ભરતભાઈને ઘણી મોટી મોટી વાતો કરી હતી. આ ઉપરાંત હાઈકમાન્ડ સુધીની ઓળખાણ હોવાનું પણ જણાવ્યું હતું. જેથી ભરતભાઈએ કિરણની ફાંકાફોજદારી સાચી માની લીધી હતી

GPCB બોર્ડનું લાયસન્સ આપવાના નામે કરી ઠગાઈ
ભરતભાઈ મોરબીની કેમિકલ ફેક્ટરીમાં પણ ભાગીદારી ધરાવતા હોવાથી તેમણે પોતાની કેમિકલ કંપની માટે GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)માંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કિરણ પટેલને કરી હતી. જે બાદ કિરણ પટેલે તેમને થોડા જ દિવસોમાં લાયસન્સ કઢાવી આપવાનો વાયદો આપ્યો હતો. 
42.86 લાખ પ્રોસિજર ફીની કરી માંગ
થોડા દિવસ બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈ પટેલને સોલા એચસીજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન તેઓએ ભરતભાઈને પ્રોસિજર ફી તરીકે રૂ.40થી 45 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેથી ભરતભાઈએ બંનેને 42.86 લાખ રૂપિયા આપ્યા હતા. 
31.11 લાખ પરત ન આપતા ફરિયાદ
લાંબા સમય સુધી GPCB (ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ)નું લાયસન્સ ન આવતા તેમણે કિરણ પટેલને ફોન કર્યા હતા. જોકે, તેણે ફોન ઉપાડ્યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડી રહ્યો નહોતો. આખરે કંટાળીને તેઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીમાં તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની અરજી આવી નથી. જેથી તેણે કિરણ પટેલનો કોન્ટેક્ટ કરીને પૈસા પાછા માંગ્યા હતા. જોકે, કિરણ અને માલિનીએ 11.75 લાખ પાછા આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત આપ્યા નહોતા. જેથી હવે સમગ્ર મામલો સામે આવતા ભરતભાઈ સોલા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા અને મહાઠગ અને માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ