બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / Extra / bahuchraji-sarpanch-took-11-poor-daughters-to-adopt-mehsana

NULL / આ સરપંચ છે સલામીની હકદારઃ પોતાના જન્મ દિવસે 11 ગરીબ દીકરીઓને લીધી દત્તક આજીવન ખર્ચ ઉપાડશે

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

મહેસાણાઃ કહેવાય છે કે કેટલું જીવ્યા તે મહત્વનું નથી પણ કેવું જીવ્યા તે મહત્વનું છે. આ બાબતની પ્રતીતિ આજે બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચે કરાવી છે. પોતાના જન્મ દિવસે સરપંચે 11 ગરીબ દીકરીઓને દત્તક લઈ આજીવન તેમની શૈક્ષણિક જવાબદારી ઉપાડવાની નેમ લઈ એક આગવો ચીલો ચાતર્યો છે. પોતાના જન્મદિવસને તો સરપંચે આ કાર્ય થકી યાદગાર બનાવ્યો પણ સાથે સાથે સમગ્ર રાજ્યના સરપંચ માટે એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

આ 11 બાળકીઓ એવા પરિવારમાંથી આવે છે કે જેમને બે ટંક ખાવાના પણ ફાંફા છે. સરકાર તરફથી મળતા શાળાના ગણવેશ સિવાય આ બાળકીઓએ ક્યારેય સારા કપડાં નથી પહેર્યા. સરકારી પ્રાથમિક શાળામાં ભણતી આ બાળકીઓના પરિવાર પાસે ચોપડા લાવવાના પણ પૈસા નથી. પણ આજે આ બાળકીઓ ખુશખુશાલ જોવા મળી રહી છે. કારણ કે તેમની હવે એ ચિંતા ટળી ગઈ છે કે કપડાં ક્યાંથી લાવીશુ. પુસ્તક ક્યાંથી લાવીશું. બહુચરાજીના 33 વર્ષીય યુવાન સરપંચ દેવાંગ પંડ્યા આ બાળકીઓના ચહેરા પર આ ખુશી લાવ્યા છે. 

પોતાના 33માં જન્મ દિવસે આ સરપંચે એક એવો નિર્ણય કર્યો અને આ બાળકીઓની કાયમ માટેની ચિંતા જ દૂર થઈ ગઈ. પોતાના 33માં જન્મ દિવસ નિમિત્તે બહુચરજીના સરપંચ દેવાંગ પંડ્યાએ આ 11 બાળકીઓને આજીવન દત્તક લેવાની જાહેરાત કરી છે. આ બાળકીઓ જ્યાં સુધી ભણે તેનો તમામ ખર્ચ તેમના કપડાંનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. એટલું જ આ બાળકીઓ જ્યારે લગ્નની ઉંમરે પહોંચશે ત્યારે સરપંચ તેમના લગ્નનો ખર્ચ પણ ઉપાડશે.

બહુચરાજી એટલે મહેસાણા જિલ્લાની સૌથી મોટી ગ્રામ પંચાયત. આ ગ્રામ પંચાયતના સરપંચની જવાબદારી દેવાંગ પંડ્યા નામના યુવાનને ગ્રામજનોએ સોંપી હતી. દેવાંગ પંડ્યાના સરપંચ કાળ દરમિયાન બેચરજીમાં વિકાસના અનેક કામતો થયા છે. પણ આજે તેમણે કરેલી એક આગવી પહેલને કારણે આજે બહુચરાજીના સરપંચ માટે સમગ્ર ગામના લોકો ગૌરવ લઈ રહ્યા છે. બહુચરાજીમાં હાલ સિદ્ધપુરમાં પૂર્વ ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના માતૃશ્રીના સ્મરણાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરાયું છે. આ સપ્તાહમાં આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. ત્યારે આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં સરપંચે બાળકીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી.

કોઈના જીવનમાં વર્ષો ઉમેરવા કરતા વર્ષોમાં જીવન ઉમેરવું મોટી વાત છે. બેચરાજીના સરપંચે આજે 11 બાળકીઓને ચહેરા ઉપર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું છે. ત્યારે આ સરપંચની દિલેરીને સો સલામ...

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ