બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / bageshwar dham sarkar dhirendra shastri divya darbar in vatva ahmedabad today eveing
Malay
Last Updated: 10:35 AM, 30 May 2023
ADVERTISEMENT
અમદાવાદમાં આજે બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ મેદાનમાં આજે સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાશે. બાબાના દરબારને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
ગઈકાલે કેન્સલ થયો હતો કાર્યક્રમ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા 29 મેનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો.
વરસાદના કારણે કાર્યક્રમ સ્થળે ભરાયું હતું પાણી
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળને લઈને આયોજકો અસમંજસમાં હતા. બાદમાં આયોજકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ પાસે યોજાવાનો આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામી મહોત્સવ જે સ્થળે યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રીને દિવ્ય દરબાર માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જે બાદ ભારે વરસાદ વિલન બનતા કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતાં ઓગણજ ખાતે કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ હવે કાર્યક્રમનું સ્થળ બદલીને વટવા રાખવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT