બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Babal at Dumiani Toll Plaza in Upleta

માથાકૂટ / ઉપલેટાના ટોલપ્લાઝામાં ભયંકર દાદાગીરી-તોડફોડ, ઉપરથી ધારાસભ્ય લુખ્ખાતત્વોને બચાવવા ઉતર્યા

Malay

Last Updated: 09:08 PM, 2 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોરબંદર ધોરી માર્ગ પર આવેલ ડુમિયાણી ટોલ પ્લાઝા ઉપર નવું મેનેજમેન્ટ આવતા જ આ ટોલ નાકા પરથી પસાર થતાં સ્થાનિકો પાસેથી પણ ચાર્જ વસુલવાની શરૂઆત કરવામાં આવી છે. જેનો સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.

  • ઉપલેટાના ડુમિયાણી ટોલ પ્લાઝામાં બબાલ 
  • ટોલટેક્સ વિના જ ટ્રક પસાર કરવાને લઈ બબાલ
  • MLA મહેન્દ્ર પાડલિયાએ ટોલ પ્લાઝાની લીધી મુલાકાત
  • પોલીસ અને MLAની ઉપસ્થિતિમાં ટોલબુથમાં તોડફોડ

ઉપલેટાના ડુમિયાણી ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પર છેલ્લા ઘણા સમય થયા કોમર્શિયલ અને નોન કોમર્શિયલ વાહનો ટોલ ભર્યા વગર જતા રહેતા હતા. જેના કારણે સરકારી તિજોરીમાં ભયંકર નુકસાન થઈ રહ્યું હતું. ત્યારે ડુમિયાણી ટોલ પ્લાઝાનું સંચાલન મેહુલ ચંદ્રવાડીયા અને મયુર સોલંકી નામના બે શિક્ષિત યુવાનોના હાથમાં સોંપવામાં આવ્યું છે. 

ટોલ ન ભરતા સરકારી તિજોરીને થતું હતું નુકસાન
ડુમિયાણી ટોલ પ્લાઝાના નવા સંચાલકોએ જણાવ્યું હતું કે, રાજકોટથી પોરબંદર સુધીની હાઈવે ઘણી સુવિધાઓથી સજ્જ છે અને હજુ પણ આ હાઈવે પર ઘણી બધી સુવિધાઓ ઉભી થવા જઈ રહી છે. સરકારની આ સુવિધાઓ મળવાને પાત્ર છે તો મુલ્ય ચુકવવું પણ આવશ્યક હોય છે. જ્યારે આ ટોલ પ્લાઝાની 20 કિ.મી.ની ત્રિજ્યામાં આવતા ગામોના વાહન ચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટી મુજબ મળતા લાભો પણ આપવામાં આવશે. ત્યારે હાલ ભારત દેશ વિશ્વની મહાસત્તા બનવા જઇ રહ્યો છે, ત્યારે સહયોગ બની કોઇપણ જાતના વાદ-વિવાદ વગર ટોલ પ્લાઝાનું ફાસ્ટેંગ મેળવી તેમાંથી ટોલટેક્સ ભરી સહભાગી બનવા માટે ટોલ પ્લાઝાના સંચાલકોએ વિનંતી કરી હતી.

ધારાસભ્યની હાજરીમાં ઉગ્ર વિરોધ
ટોલ પ્લાઝાનું નવું મેનેજમેન્ટ આવતા ફ્રી માં જતા વાહનો ઉપર મનાઈ ફરમાવવામાં આવતા રાજકીય અને અનેક વાહન ચાલકોમાં રોષ ભરાયો હતો. જેથી ધારાસભ્ય સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઉપલેટા ટોલ પ્લાઝા પર પહોંચ્યા હતા અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાની હાજરીમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી સ્થળ પર પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો.

ધારાસભ્યએ ધમકી આપી હોવાનો આક્ષેપ
ટોલ પ્લાઝાના મેનેજરનું કહેવું છે કે, ધારાસભ્ય દ્વારા સ્થાનિક લોકોને પહેલાની જેમ ફ્રીમાં જવા દો નહીંતર બબાલ થશે તેવી ધમકી આપવામાં આવી છે. જ્યારે આ બાબતે ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું કહેવું છે કે, આ પ્રકારની કોઇ વાત મે કરી નથી. મેં કોઇ ઉકેલ આવે તેવી વાત કરી હતી.

માથાભારે વાહનચાલકોએ કરી મનમાની
તેમ છતાં પણ ધારાસભ્ય અને પોલીસની હાજરીમાં માથાભારે વાહનચાલકો બૂમ બેરિયર અને ટોલ પ્લાઝાને નુકસાની પહોંચાડીને વાહન હંકારી ચાલી નીકળ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સળગતા સવાલ
ટોલ ટેક્સ ન ભરવાની વૃતિ કેમ સૂઝે છે?
રસ્તા સારા મળે છે તો ટોલ ચૂકવવાથી બચવું છે કેમ?
મેઇન્ટેન કરેલા રસ્તાનો ઉપયોગ કરવો હોય તો ટોલ ચૂકવવો ન પડે?
ટોલટેક્સમાં ચોરી કરીને દેશની તિજોરીને નુકસાન કેમ પહોંચાડવું છે?
દાદાગીરી કરનારા વાહનચાલકો સામે શું કાર્યવાહી થશે?
આવી લુખ્ખાગીરી કરશો તો સંચાલકો રસ્તાને મેઇન્ટેઇન કઇ રીતે કરશે?
ધારાસભ્ય પણ દેશની સંપતિ કે તિજોરીને નુકસાન પહોંચાડનારા સાથે કેમ છે?
સંચાલકો સરકારના આદેશ પ્રમાણે વસૂલે છે તો વાહનચાલકો વિરોધ કેમ કરે?

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ