બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / Azmatullah Omarzai will fill the gap of Hardik Pandya in Gujarat Titans Scored 149 runs
Megha
Last Updated: 09:02 AM, 10 February 2024
ADVERTISEMENT
આઈપીએલ 2024 શરૂ થવાને અંદાજે માત્ર દોઢ મહિના જ બાકી છે અને આ વખતે લોકોની નજર હાર્દિક પંડ્યા પર રહેશે જે મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન બની ગયા છે. આ સાથે જ ગુજરાત ટાઇટન્સ પર પણ લોકો વચ્ચે ચર્ચાનો વિષય રહેશે, જે પહેલીવાર હાર્દિક વિના મેદાનમાં ઉતરશે.
Azmatullah Omarzai is part of Gujarat Titans in IPL 2024 at just 50 Lakhs.
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 10, 2024
- A terrific all rounder! 🔥pic.twitter.com/hgjXxAk7uL
ADVERTISEMENT
એ વાત તો જાણીતી જ છે કે શુભમન ગિલને ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ પહેલી વખત કેપ્ટનશિપ કરવા જઈ રહ્યો છે. આ સિવાય હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતને હાર્દિકનું રિપ્લેસમેન્ટ પણ મળી ગયું છે.
AZMATULLAH OMARZAI, THE FUTURE STAR OF CRICKET. 🔥
— Johns. (@CricCrazyJohns) February 9, 2024
- He down, limping, cramps but fought till the end for Afghanistan and scored 149* runs from 115 balls when the team was 55 for 5 while chasing 382 runs. 🫡 pic.twitter.com/WJf2AyDa55
આ રિપ્લેસમેન્ટ કોઈ અનુભવી અને મોંઘો ખેલાડી નથી, પરંતુ એક યુવા ઓલરાઉન્ડર છે જેને ગુજરાત ટાઇટન્સે માત્ર 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ માત્ર એક દિવસ પહેલા જ તેની વિસ્ફોટક બેટિંગથી લોકોને પ્રભાવિત કર્યા હતા.
આ છે અફઘાનિસ્તાનનો ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈ, જેણે શ્રીલંકા સામેની પ્રથમ ODIમાં વિસ્ફોટક સદી ફટકારી હતી. શ્રીલંકાના 382 રનના જવાબમાં જ્યારે અફઘાન ટીમે 55 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યારે 23 વર્ષના ઓમરઝાઈએ ઈનિંગની જવાબદારી સંભાળી હતી અને 149 રન બનાવ્યા હતા.
ઓમરઝાઈએ પોતાની ઈનિંગમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગા એટલે કે 19 બાઉન્ડ્રી ફટકારી હતી. તેણે માત્ર 115 બોલમાં આ રન બનાવ્યા અને અંત સુધી અણનમ રહ્યો હતો. ઓમરઝાઈએ મોહમ્મદ નબી (136) સાથે 242 રનની ભાગીદારી કરી હતી પરંતુ તેમ છતાં ટીમ જીતી શકી નહોતી. અફઘાનિસ્તાન 339 રન બનાવીને 42 રને મેચ હારી ગયું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.