બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / NRI News / વિશ્વ / Avoid false promises that you will get a job as soon as you arrive in New Zealand

NRI ન્યૂઝ / ન્યૂઝીલેન્ડ પહોંચતા જ જૉબ મળી જશે, એવાં ખોટા વાયદાઓથી બચીને રહેજો! કારણ જાણવા જેવું

Priyakant

Last Updated: 12:38 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

New Zealand Job Scam Latest News: ન્યૂઝિલેન્ડ સરકારે કહ્યું કે, માઈગ્રન્ટ વર્કર તરીકે ન્યૂઝિલેન્ડમાં ઘૂસી જવું એટલું સરળ નથી. તેથી કોઈ તમને ગમે તેમ કરીને ન્યૂઝિલેન્ડ પહોંચાડી દેવાની અને જોબ આપવાની લાલચ આપતું હોય તો સાવધાન રહો

New Zealand Job Scam : આપણાં ભારત દેશ સહિત અનેક દેશોના લોકો ભણવા અને સારા ભવિષ્ય માટે ઓસ્ટ્રેલીયા, કેનેડા, ન્યૂઝિલેન્ડ અને યુકે જેવા દેશોમાં જતા હોય છે. જોકે અનેક વાર વિદેશ જવાની મોહના લીધે કેટલાક લોકો છેતરાઈ જવાની ઘટના સામે આવતી હોય છે. જોકે હવે ન્યૂઝિલેન્ડે આવી છેતરપિંડીની ઘટનાઓને અત્યંત ગંભીરતાથી લીધી હોવાનું સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, ન્યૂઝિલેન્ડ સરકારે કહ્યું કે, માઈગ્રન્ટ વર્કર તરીકે ન્યૂઝિલેન્ડમાં ઘૂસી જવું એટલું સરળ નથી. તેથી કોઈ તમને ગમે તેમ કરીને ન્યૂઝિલેન્ડ પહોંચાડી દેવાની અને જોબ આપવાની લાલચ આપતું હોય તો સાવધાન રહો.

જાણો કેમ આવું કહેવું પડ્યું ન્યુઝીલેન્ડ સરકારે ? 
અગાઉ અને તાજેતરમાં પણ ન્યૂઝિલેન્ડમાં જોબ અને અનેક પ્રકારના ખોટા વાયદાઓ કરી લોકોને છેતરવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈ ન્યૂઝિલેન્ડ સરકારે આ અંગે લોકોને જરૂરી સૂચનો આપ્યા છે. જેમાં ખાસ કરીને માઈગ્રન્ટ વર્કર્સના હિત જાળવવા માટે કહ્યું કે, કોઈ ઓફર વધારે પડતી સારી હોય તો તેમાં કોઈ ગરબડ હોવાની શક્યતા છે. ન્યૂઝિલેન્ડના વરિષ્ઠ ઈન્વેસ્ટીગેટર હેલન ગેરેટે જણાવ્યું કે, કોઈ તમને ન્યૂઝિલેન્ડમાં ડાયરેક્ટ જોબની ઓફર કરે અને તે ઓફર વધારે પડતી આકર્ષક લાગે તો વાસ્તવમાં તેમાં ગરબડ હોઈ શકે છે. લોકો કેટલીક વાતોનું ધ્યાન રાખશે તો પોતાની જાતને આવા ચિટિંગ સામે સુરક્ષિત રાખી શકશે.

File Photo

શું કહ્યું ન્યૂઝિલેન્ડ ઓથોરિટીએ ? 
ન્યૂઝિલેન્ડની ઓથોરિટીએ જણાવ્યું છે કે, ઈમિગ્રેશન સ્કેમ બહુ વધી ગયા છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર એવી હવા ઉભી કરવામાં આવે છે કે, ન્યૂઝિલેન્ડ પહોંચતાની સાથે જ તમને જોબ મળી જશે અને હજારો ડોલરની કમાણી શરૂ થઈ જશે. ખાસ કરીને વોટ્સએપ પર આવી અફવાઓ વધુ ચાલે છે. કોઈ તમને ન્યૂઝિલેન્ડના વિઝા અને જોબ પ્લેસમેન્ટના બદલામાં તમારી પાસેથી મોટી રકમ માગે તો તેમાં ગરબડ જરૂર હશે. વિઝા અરજી ઝડપથી પ્રોસેસ કરવા માટે પણ વધારાના ડોલર માગવામાં આવે તો સમજવું કે તેમાં પણ કોઈ ચાલ છે. કોઈ એમ્પ્લોયર અથવા રિક્રુટર મારી પાસેથી જોબના બદલામાં ચાર્જ માગી શકે નહીં. તેથી તમારી પાસેથી વિઝા કે જોબના બદલામાં મોટી રકમ માગવામાં આવે તો આપશો નહીં. આ ઉપરાંત વિઝાની પ્રોસેસ ઝડપી કરવા માટે વધારાના ડોલર આપવાનો પણ કોઈ નિયમ નથી. તેથી આવી રીતે કોઈ નાણાં માગે તો આપશો નહીં.

File Photo

આવી છેતરપિંડીથી બચવા શું કરશો ? 

  • તમારી પાસે જે જોબ ઓફર આવે તેને ચેક કરવા માટે ડાયરેક્ટ એમ્પ્લોયરનો જ સંપર્ક કરો
  • વિઝા અરજી માટે પણ માન્યતાપ્રાપ્ત વેબસાઈટનો ઉપયોગ કરો
  • કોઈ પણ થર્ડ પાર્ટી એજન્ટોને નાણાં ન આપો
  • વિઝાની ફી કેટલી છે તે જાણવા માટે સત્તાવાર વેબસાઈટ જુઓ
  • તમારી પાસેથી કોઈ પણ સર્વિસ માટે મોટી રકમ માગવામાં આવે તો તેને નાણાં ન આપો

વધુ વાંચો: UKમાં ઈમિગ્રેશનના નિયમો કડક થયા, ઈંગ્લેન્ડ જવા ઈચ્છતા ભારતીયો પર પડી શકે છે અસર

મહત્વનું છે કે, જે લોકોને ન્યૂઝિલેન્ડની વિઝા અરજી કરવામાં મદદની જરૂર હોય તેઓ લાઈસન્સધારક ઈમિગ્રેશન એડવાઈઝરની મદદ લઈ શકે છે. કારણ કે તેમની પાસે તમામ વિગતો હશે અને તેઓ પ્રોફેશનલ આચારસંહિતાનું પાલન કરશે. તેમાં તેઓ અગાઉથી લેખિતમાં એગ્રીમેન્ટ પણ કરાવશે જેથી કરીને ફીની બાબતમાં તમારી સાથે કોઈ છેતરપિંડી નહીં થાય. સત્તાવાર વેબસાઈટ પર આ માહિતી અંગ્રેજી ઉપરાંત હિંદીમાં પણ ઉપલબ્ધ છે. ન્યૂઝિલેન્ડમાં કામ કરતા માઈગ્રન્ટ વર્કર્સને ન્યૂઝિલેન્ડના કામદારો જેટલા જ અધિકાર મળે છે. વિદેશથી કોઈને આ વિશે માર્ગદર્શન જોઈતું હોય તો હેલ્પલાઈન નંબર +64 9 914 4100 પર સંપર્ક કરી શકાય છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ