બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Attempted abduction of estate broker at Bhadrakali temple

ચોંકાવનારૂ / ‘તુજે અબ જિંદા નહીં છોડેંગે, ઊઠા લો ઉસકો ઔર ડાલ દો ગાડી મેં...’ અમદાવામાં એસ્ટેટ બ્રોકરના અપહરણનો પ્રયાસ, અંગત અદાવતમાં કાવતરું

Kishor

Last Updated: 11:49 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભદ્રકાળી મંદિરે જતા એસ્ટેટ બ્રોકરના મોં પર ચાદર નાખીને અપહરણનો પ્રયાસનો કિસ્સો સામે આવ્યો છે. એસ્ટેટ બ્રોકરને કારમાં બેસાડી દીધા બાદ એસ્ટેટ બ્રોકર બળ વાપરીને કારમાંથી ઊતરીને નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.

  • તુજે અબ જિંદા નહીં છોડેંગે, ઊઠા લો ઉસકો ઔર ડાલ દો ગાડી મેં..
  • અમદાવાદમાંએસ્ટેટ બ્રોકરના અપહરણનો પ્રયાસ
  • પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

ભદ્રકાળીનાં મંદિરે દર્શન કરવા માટે વહેલી પરોઢે ઘરથી નીકળેલા એસ્ટેટ બ્રોકરના મોં પર ચાદર નાખીને અપહરણ કરવાની કોશિશ કરાતાં ચકચાર મચી ગઇ છે. એસ્ટેટ બ્રોકર તેમના મિત્ર સાથે દર્શન કરવા માટે જતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. તુજે અબ જિંદા નહીં છોડેંગે, ઊઠા લો ઉસકો ઔર ડાલ દો ગાડી મેં કહીને એસ્ટેટ બ્રોકરને કારમાં બેસાડી દીધા હતા અને બાદમાં સોનાના ચેઇનની લૂંટ કરી દીધી હતી. જોકે એસ્ટેટ બ્રોકરે બળ પ્રયોગ કરીને કારથી ઊતરીને ભાગી જતાં તે બચી ગયા હતા. એસ્ટેટ બ્રોકરનું અપહરણ જૂના ઝઘડાની અદાવત રાખીને કરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. 

અપહરણ કરી માર મારી યુવકને લૂંટી લેવાના કેસમાં એક આરોપી પકડાયોઃબે ફરાર | An  accused has been arrested in a case of kidnapping and robbing my youth

તુજે અબ જિંદા નહીં છોડેંગે,

નિકોલ વિસ્તારમાં આવેલા વિરાટનગરમાં રહેતા રમેશભાઇ દેસાઇએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં લગધીર દેસાઇ સહિત પાંચ લોકો વિરુદ્ધ અપહરણ તેમજ લૂંટની ફરિયાદ કરી છે. રમેશભાઇ દેસાઇ જમીન લે વેચનો ધંધો કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે. રમેશભાઇ દર રવિવારે સવારના મિત્રો સાથે લાલ દરવાજા ખાતે આવેલા ભદ્રકાળી મંદિરમાં ચાલતા દર્શન કરવા માટે જાય છે. ગત રવિવારના દિવસે રમેશભાઇ તેમજ તેમનો મિત્ર સાગર દેસાઇ સવારે પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી ચાલતા ચાલતા ભદ્રકાળી મંદિરે દર્શન કરવા માટે જતા હતા ત્યારે બાપુનગર મરઘાં ફાર્મ રોડ પાસે બે શખ્સ દોડતા આવ્યા હતા. જેમની પાછળ એક કાર પણ હતી. બંને શખ્સના હાથમાં ચાદર હતી. જે રમેશભાઇના મોં પર નાખી હતી. બંને શખ્સ ગંદી ગાળો બોલીને રમેશભાઇને કહેવા લાગ્યા હતા કે તુજે અબ જિંદા નહીં છોડેંગે, ઉઠા લો ઉસકો ઔર ડાલ દો ગાડી મેં. બંને શખ્સોએ બળનો પ્રયોગ કરીને રમેશભાઇને અપહરણ કરવાના ઇરાદે કારમાં બેસાડી દીધા હતા. 

રમેશભાઇએ કારનો નંબર લઇ લીધો

ગાડીમાં બેસતાંની સાથે જ રમેશભાઇએ મોં પરથી ચાદર હટાવી દીધી હતી. જેથી ડ્રાઇવરે તેમના ગળામાંથી ચેઇન લૂંટી લીધી હતી. રમેશભાઇ બળનો ઉપયોગ કરીને કારમાંથી ઊતરી ગયા હતા અને બાદમાં સીધા મિત્ર સાથે ભાગવા લાગ્યા હતા. દરમિયાનમાં અપહરણકર્તાઓ પણ ત્યાંથી નાસી છુટ્યા હતા. રમેશભાઇએ કારનો નંબર લઇ લીધો હતો. જેના આધારે તેમણે પોલીસ ફરિયાદ કરવાની જગ્યાએ તપાસ કરાવી હતી.

અપહરણનું કાવતરું ઘડાયું

સેન્ટ્રો કાર વસ્ત્રાલના કર્મયોગ સોસાયટીમાં રહેતા કનૈયાલાલ લુહારની હોવાનું સામે આવ્યું હતું. રમેશભાઇએ કનૈયાલાલ લુહારને આ બાબતે પૂછ્યું તો તેણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં તેમની સોસાયટીમાં રહેતા લગધીર દેસાઇને થોડા દિવસ ચલાવવા માટે આપી હતી. રમેશભાઇ અને લગધીર દેસાઇ વચ્ચે થોડા સમય પહેલાં બબાલ થઇ હતી. જેની અદાવત રાખીને તેમનાં અપહરણનું કાવતરું ઘડાયું હતું. રમેશભાઇએ સમગ્ર મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં હકીકત જણાવી હતી. જેથી પોલીસે લગધીર દેસાઇ સહિત પાંચ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. 


મિત્રતામાં કાર આપી અને તેનો દુરુપયોગ કર્યો 
કનૈયાલાલ લુહારની સોસાયટીમાં લગધીર દેસાઇ રહે છે. જેણે મિત્રતામાં શુક્રવારના દિવસે કાર ચલાવવા માટે આપી હતી. કનૈયાલાલને સપનાંમાં પણ ખબર ન હતી કે લગધીર દેસાઇ તે કારનો ઉપયોગ ગુનાખોરી આચરવા માટે કરવાનો છે. લગધીર દેસાઇએ કનૈયાલાલની કારને તેના મળતિયાઓને આપી હતી. જેમાં તેણે રમેશભાઇનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. હજુ પણ લગધીર દેસાઇએ કાર કનૈયાલાલને આપી નથી. બાપુનગર પોલીસે લગધીર દેસાઇ સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ