બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / athlete-hima-das-become-dsp-said-will-continue-athletics-career

નિયુક્તિ / મહિલા દોડવીર હિમા દાસની સિદ્ધિઓને મળ્યું સન્માન, પોલીસતંત્રમાં આ મહત્વની જવાબદારી સોંપાઈ

Nirav

Last Updated: 08:38 PM, 26 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની મહિલા દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં પોલીસ નાયબ અધિક્ષક એટલે કે DSPના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ તેની નિમણૂક કરવામાં આવી છે.

  • ભારતીય દોડવીર હિમદાસને નિયુક્તિ પત્ર અપાયું 
  • આસામ પોલીસમાં ડીએસપીના પદ પર મળી નિમણૂંક
  • મુખ્યમંત્રી સોનોવાલે એક કાર્યક્રમમાં આપ્યું નિયુક્તિ પત્ર 

આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલે આજે ભારતીય રમતવીર હિમા દાસને નિમણૂકનો પત્ર આપવાની ઔપચારિકતા નિભાવી હતી. રાજ્યની 'ઇન્ટિગ્રેટેડ સ્પોર્ટ્સ પોલિસી' હેઠળ દાસની ડીએસપી પદ પર નિમણૂક કરવામાં આવી છે. આજે તેમને સરુઝાઇ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આસામ પોલીસમાં નવા ભરતી થયેલા 597 સબ ઈન્સ્પેક્ટરને નિમણૂક પત્રો પણ આપ્યા હતા.

મુખ્યમંત્રી સોનોવાલે પાઠવી શુભેચ્છાઓ 

આ પ્રસંગે મુખ્યમંત્રીએ નવનિયુક્ત સબ ઇન્સ્પેક્ટર અને તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે યુવાઓને રમત-ગમતને કારકિર્દી તરીકે અપનાવવા પ્રોત્સાહિત કરવા, રાજ્ય સરકારે એકીકૃત રમત નીતિ લાગુ કરી હતી. મુખ્ય પ્રધાન સોનોવાલે કહ્યું કે, "રાજ્ય સરકારે દોડવીર હિમા દાસને આસામ પોલીસમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્ત કર્યા છે કારણ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય દૃશ્ય પર તેમની સિદ્ધિઓથી તેમણે રાજ્યને ગૌરવ અપાવ્યું છે."

હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ: હિમા દાસ

હિમા દાસે કહ્યું, "હું શાળાના દિવસથી જ પોલીસ અધિકારી બનવા માંગતી હતી. મારી માતાનું પણ આ જ સ્વપ્ન હતું. તે હંમેશાં મને દુર્ગાપૂજા દરમિયાન આશીર્વાદ આપતા હતા. માતા ઇચ્છતા હતા કે હું આસામ પોલીસમાં સેવા આપું. દરેક આ રમતના લીધે મળી રહી છે. " હિમાએ વધુમાં કહ્યું, "આસામ પોલીસ માટે કામ કરતી વખતે પણ હું મારી કારકીર્દિ ચાલુ રાખીશ. સાથે સાથે હું આસામને હરિયાણા જેવી રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય બનાવવાનો પ્રયત્ન કરીશ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ