બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Athiya Shetty to become cricketer KL Rahul's bride, may tie the knot by the end of the year

બૉલીવુડ / આથિયા શેટ્ટી બનશે ક્રિકેટર KL રાહુલની દુલ્હન, વર્ષના અંત સુધીમાં બંધાઇ શકે છે લગ્નના બંધનમાં

Megha

Last Updated: 10:40 AM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આથિયાનું ફિલ્મી કરિયર ભલે કંઈ ખાસ નથી રહ્યું પણ એ તેના અંગત જીવનને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. જણાવી દઈએ કે આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે.

  • આથિયા શેટ્ટી આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે
  • આથિયા શેટ્ટીએ સૂરજ પંચોલી સાથેની ફિલ્મ 'હીરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
  • આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે

બોલિવૂડના 'અન્ના' કહેવાતા સુનીલ શેટ્ટીની દીકરી આથિયા શેટ્ટી આજે તેનો 30મો જન્મદિવસ ઉજવી રહી છે. અને તેના બર્થડેને અવસર પર તેના ચાહકો અને સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા આથિયા શેટ્ટીને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. જણાવી દઈએ કે 5 નવેમ્બર 1992ના રોજ સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીના ઘરએ જન્મેલ આથિયા શેટ્ટીએ નાનપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોઈ લીધું હતું. આથિયા શેટ્ટી એ તેની સ્કૂલિંગ મુંબઈથી કરી છે અને એ પછી એમને પોતાનું સપનું પૂરું કરવા ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાં એડમિશન લીધું હતું. આથિયા શેટ્ટીએ 2015માં સૂરજ પંચોલી સાથે નિખિલ અડવાણીની ફિલ્મ 'હીરો'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. 

જો કે આથિયા શેટ્ટીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે દર્શકો તરફથી કોઈ ખૂબ સારો પ્રતિસાદ નહતો મળ્યો અને આ પછી આથિયા શેટ્ટી અર્જુન કપૂર સાથેની 'મુબારકાં' અને નવાઝ સાથેની 'મોતીચૂર ચકનાચૂર' ફિલ્મોમાં જોવા મળી હતી. આ ફિલ્મોથી પણ અથિયા ખાસ નામ કમાઈ શકી નથી. 

જણાવી દઈએ કે આથિયાનું ફિલ્મી કરિયર ભલે કંઈ ખાસ નથી રહ્યું પણ એ તેના અંગત જીવનને લઈને હંમેશા સમાચારોમાં રહે છે. જણાવી દઈએ કે આથિયા શેટ્ટી લાંબા સમયથી ક્રિકેટર કેએલ રાહુલને ડેટ કરી રહી છે. થોડા સમય પહેલા જ બંનેએ પોતાના સંબંધોને સત્તાવાર જાહેરાત પણ કરી હતી. જણાવી દઈએ કે શેટ્ટી પરિવારમાં પણ કેએલ રાહુલની એન્ટ્રી થઈ ગઈ છે. જો એમની લવસ્ટોરી વિશે વાત કરીએ તો આથિયા અને કેએલ રાહુલની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી અને એ પછી બંને વચ્ચે મિત્રતા બની હતી જે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. જણાવી દઈએ કે બંનેના રિલેશનશિપની ખૂબી એ છે કે બીજી અભિનેત્રીઓની જેમ અથિયાએ રિલેશનશિપમાં આવ્યા બાદ ક્યારેય પોતાના સંબંધોને છુપાવવાની કોશિશ કરી નથી.

સોશ્યલ મીડિયા પર આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ અવારનવાર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે અને બંનેએ ઘણી વખત એકસાથે વેકેશન પણ માણ્યા છે. જણાવી દઈએ કે આથિયા સાથે કેએલ રાહુલ સાથે ક્રિકેટ સિરીઝ માટે પણ જાય છે. આ ઉપરાંત અહાન શેટ્ટીની ફિલ્મ તડપની સ્ક્રીનિંગ દરમિયાન કેએલ રાહુલ શેટ્ટી પરિવાર સાથે જોવા મળ્યો હતો અને એ સમયથી જ આથિયા અને કેએલ રાહુલના લગ્નના સમાચારો સામે આવવા લાગ્યા હતા. મળતી માહિતી મુજબ આ વર્ષના અંત સુધીમાં બંને લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ