બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Politics / At the residence of the Tamil Nadu Power Minister, ED Dhama broke down in tears after the arrest

મની લોન્ડ્રિંગ કેસ / તમિલનાડુના ઉર્જામંત્રીના ઘરે EDના ધામા, ધરપકડ કરતા ચોધાર આંસુએ રડવા લાગ્યા, જુઓ VIDEO

Priyakant

Last Updated: 07:35 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Money Laundering Case News: ઉર્જા મંત્રીના ઘરે મોડી રાત સુધી સર્ચ કર્યા બાદ EDએ તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા, જે બાદમાં તેમને સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા

  • તમિલનાડુના ઉર્જા મંત્રી વી સેંથિલ બાલાજીને ત્યાં EDમાં દરોડા 
  • EDએ દરોડા બાદ તમિલનાડુના ઉર્જા મંત્રીને કસ્ટડીમાં લીધા  
  • ઉર્જા મંત્રી સેંથિલ કારમાં રડતા જોવા મળ્યા 

તમિલનાડુના ઉર્જા મંત્રી વી સેંથિલ બાલાજી અને તેમના નજીકના સહયોગીઓના ઘર પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે મની લોન્ડરિંગ તપાસને લઈ દરોડા પાડ્યા હતા. ચેન્નાઈમાં સેંથિલના ઘરે મોડી રાત સુધી સર્ચ કર્યા બાદ EDએ તેમને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા હતા. જે બાદમાં તેમને ચેન્નાઈની ઓમન્દુર સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મંત્રી સેંથિલ કારમાં રડતા જોવા મળ્યા હતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઓમંડુરર સરકારી હોસ્પિટલ વિસ્તારમાં રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરવામાં આવી છે.
 
તમિલનાડુના આરોગ્ય પ્રધાન એમ સુબ્રમણ્યમ અને રાજ્યના રમતગમત પ્રધાન ઉધયનિધિ સ્ટાલિન ઉર્જા પ્રધાન સેંથિલ બાલાજીને મળવા મોડી રાત્રે સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. અહીં મીડિયા સાથે વાત કરતા ઉધયનિધિ સ્ટાલિને કહ્યું કે. સેંથિલ બાલાજીની સારવાર ચાલી રહી છે. અમે આ મામલે કાયદાકીય મદદ લઈશું. તેમણે કહ્યું કે, અમે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારની ધમકીભરી રાજનીતિથી ડરવાના નથી. તમિલનાડુના કાયદા મંત્રી એસ રઘુપતિએ કહ્યું કે, સેંથિલ બાલાજીને નિશાન બનાવીને ટોર્ચર કરવામાં આવ્યા હતા. EDના અધિકારીઓ સતત 24 કલાક સુધી તેમની પૂછપરછ કરતા રહ્યા. આ સંપૂર્ણપણે માનવ અધિકાર વિરુદ્ધ છે. EDએ આનો જવાબ આપવો જોઈએ.
 
સેંથિલ બાલાજી ICUમાં દાખલ
ડીએમકેના સાંસદ અને સેંથિલ બાલાજીના વકીલ એનઆર એલાન્ગોએ કહ્યું કે સેંથિલ બાલાજીને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. તબીબો તેમની તબિયત તપાસી રહ્યા છે. જ્યારે કોઈ વ્યક્તિ કહે છે કે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે ડોકટરોએ તમામ ઇજાઓ નોંધવાની જરૂર છે. રિપોર્ટ્સ જોયા બાદ જ ઈજા વિશે જાણી શકાશે. તેમણે કહ્યું કે અમને સત્તાવાર રીતે ED દ્વારા સેંથિલની ધરપકડ વિશે જાણ કરવામાં આવી નથી.

ગયા મહિને સુપ્રીમ કોર્ટે પોલીસ અને EDને તપાસની પરવાનગી આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ મંત્રીના નિવાસસ્થાનની તપાસ કરવામાં આવી હતી. ગયા મહિને આવકવેરા વિભાગે બાલાજીના નજીકના મિત્રોના ઘરે દરોડા પાડ્યા હતા.

EDની તપાસ દરમિયાન બાલાજીએ કહ્યું હતું કે, તે તપાસ એજન્સીને સંપૂર્ણ સહકાર આપશે. તેમણે કહ્યું અમે જોઈશું કે તેઓ અહીં દરોડા માટે કયા ઈરાદા સાથે આવ્યા છે અને તેઓ શું શોધી રહ્યા છે. તેને ખતમ થવા દો. બાલાજીએ અધિકારીઓને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે, દસ્તાવેજોના આધારે તે અધિકારીઓ જે કંઈ માંગશે તે આપશે. મંત્રીએ જણાવ્યું કે, સવારે તેઓ મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા અને દરોડાની માહિતી મળતાં તેઓ ટેક્સી લઈને પોતાના ઘરે પાછા આવ્યા હતા. દરોડા દરમિયાન EDના અધિકારીઓ સાથે કેન્દ્રીય અર્ધલશ્કરી દળના જવાનો પણ હાજર હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ