બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / At one point, some people even tried to kill Lata Mangeshkar

ચોંકાવનારું / એક સમયે લતા દીદીની હત્યાનો પણ અમુક લોકોએ પ્રયાસ કર્યો હતો, 3 મહિના સુધી બેડ પરથી ઉભા નહોતા થઈ શક્યા

Ronak

Last Updated: 01:07 PM, 6 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1963માં લતા મંગેશકરની હત્યાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો જેમા તેમને ધીમુ ઝેર આપીને તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

  • લતા મંગેશકરની હત્યાનો પ્રયાસ પણ કરાયો હતો 
  • 1963માં તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો 
  • ધીમું ઝેર આપીને તેમને મારવાનો પ્લાન બનાવામાં આવ્યો હતો

લતા મંગેશકરનો અવાજ જ કઈ એવો હતો કે ભલભલા તેમના સૂરમાં ખોવાઈ જતા હતા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમને સ્વર કોકિલાના નામે ઓળખવામાં આવતા હતા. વૃદ્ધોથી લઈને યુવાનો સુધી મોટા પ્રમાણમાં તેમના ચાહકો છે. આજે લતા મંગેશકરને કરોડો દીલની ધડકન માનવામાં આવે છે. તેમને ભારત રત્ન એવોર્ડથી પણ સન્માનીત કરવામાં આવ્યા હતા. 

30 હજાર કરતા વધું ગીતો ગાયા

લતા મંગેશકરના નિધન બાગ 2 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. માત્ર ભારત જ નહી પણ અન્ય દેશોમાં પણ તેમના ઘણા ચાહકો છે. તેમણે 30 હજાર કરતા પણ વધારે ગીતો ગાયા છે. સાંભળીને આપને નવાઈ લાગશે કે તેમણે કુલ 36 ભાષામાં ગીતો ગાયેલા છે. જેમા મરાઠી, બંગાળી અને અસમી ભાષા પણ શામેલ છે. 

5 વર્ષની ઉંમરથી ગીતો ગાવાના શરૂ કર્યા 

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવનાર લતા દીદીને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી લઈને ભારત રત્ન એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. પાંચ ભાઈ બહેનોમાં લતા દીદી સૌથી મોટા હતા. 5 વર્ષની ઉંમરમાંજ તેમણે ગીતો ગાવાના શરૂ કરી દીધા હતા. તેમના પિતા દીનદયાળ રંગમંચના કલાકાર હતા. જેથી સંગીતની કલા તેમને વારસામાં મળી હતી. 

રેકોર્ડિંગ પહેલા લતા તાઈની તબીયત બગડી 

જોકે તેમના જીવનમાં એક એવો સમય પણ આવ્યો હતો કે જ્યારે તેમની હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ વાત 1963ની છે જ્યારે ફિલ્મ 20 સાલ બાદ માટે લતાજીને ગીત રેકોર્ડ કરવાનું હતું. આ ગીત માટે તેમણે સંગીત નિર્દેશક હેમંત કુમારે પૂરી તૈયારી કરી લીધી હતી. જોકે રેકોર્ડિંગના થોડાકજ કલાકો પહેલા અચાનક લતા તાઈની તબિયત ખરાબ થઈ હતી. 

ધીમું ઝેર આપવામાં આવ્યું હતું 

તેમના પેટમાં અસહ્ય દુખાવા સાથે તેમને ઉલ્ટી થઈ તેઓ હલી પણ નહોતા શકતા જેતી ડૉક્ટરને બોલાવામાં આવ્યા હતા. 3 દિવસ સુધી તેઓ મોત સામે લડ્યા હતા અને 10 દિવસ પછી તેમની તબીયતમાં સુધાર આવ્યો હતો. જોકે બાદમાં ડૉક્ટરોએ કહ્યું હતું કે તેમને ધીમું ઝેર આપવામાં આવ્યું છે જેના કારણે તેમની હાલત બગડી હતી. 

3 મહિના સુધી ઉઠી ન શક્યા 

લતા તાઈએ એક ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે તે તેમની જીંદગીનો સૌથી પડકાર જનક સમય હતો. 3 મહિના સુધી તો તે ઉઠી પણ નહોતા શક્યા. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે હાલત એટવી બગડી ગઈ હતી કે તેઓ ચાલી પણ નહોતા શકતા. લાંબા ઈલાજ બાદ તેઓ ઠીક થયા હતા. આ સમય તેમના પરિવાર માટે સૌથી પડકાર જનક હતો. 

સાજા થયા બાદ પહેલા ગીત રેકોર્ડ કરવા પહોચ્યા 

ઉલ્લેખનીય છે કે અંદાજે 3 મહિના સુધી લતા મંગેશકર બેડ પર રહ્યા હતા. જોકે ઈલાજ કરાવ્યા બાદ તેઓ સાજા થયા અને ગીત રેકોર્ટ કરવા પણ સ્ટુડિયો પહોચી ગયા હતા. ઈલાજ પછી તેમણે પહેલું ગીત કહી દીપ જલે કહી દીયા ગાયપં હતું જે હેમંત કુમાર દ્વારા કંપોઝ કરવામાં આવ્યું અને લોકોને પણ આ ગીત ઘણું ગમ્યુ હતું. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ