ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / At least 9 dead, 16 injured in mass shooting in downtown Dayton says Ohio Police

અમેરિકા / ઓહિયોના ડેટૉન શહેરમાં ગોળીબારી, 9 લોકોના મોત, કેટલાક ઘાયલ

Published By: Krupa

Last Updated: 03:38 PM, 4 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકમાં 24 કલાકની અંદર ગોળીબારની બીજી ઘટના સામે આવી છે. અમેરિકામાં ઓહિયોના ડેટૉન શહેરમાં ગોળીબાર થયો છે.

ADVERTISEMENT

આ ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા છે જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં શંકાસ્પદ વ્યક્તિ પણ માર્યો ગયો છે. ડેટૉન પોલીસે ટ્વિટ કરીને જાણકારી આપી છે કે 16 ઘાયલ લોકોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. 

આ પહેલા અમેરિકાના ટેક્સાસના અલ પાસો શબેરમાં ભીડ પર ગોળીબારની એક ઘટનામાં 20 લોકોનાં મોત થયા હતા અને 26 લોકો ઘાયલ થયા હતા. પ્રશાસને જણાવ્યું કે 21 વર્ષીય એક શંકાસ્પદ પોલીસની કસ્ટડીમાં છે. આ નરસંહાર શનિવારે શહેરમાં સીલો વિસ્ટા મૉલની પાસે એર વોલમાર્ટ સ્ટોરમાં થયો. આ જગ્યા અમેરિકા મેક્સિકો સીમાથી થોડાક માઇલ દૂર આવેલું છે. 

એક 21 વર્ષના શંકાસ્પદ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને હુમલાખોર એકલો બંદૂકધારી માનવામાં આવી રહ્યો છે. ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે શંકાસ્પદને પકડનાર પોલીસ અધિકારીઓના વખાણ કર્યા. અલપાસોની 6,80,000ની આબાદીમાં 83 ટકા લોકો હિસ્પેનિક મૂળનો છે. 

જે સમયે હુમલો થયો એ સમયે વોલમાર્ટમાં સ્કૂલ સંબંધિત વસ્તુઓ ખરીદનાર લોકોની ભીડ હતી. મેક્સિકોના રાષ્ટ્રપતિ મેનુઅલ લોપેજ ઓબ્રેડોરે કહ્યું કે ગોળીબારમાં મરનારમાં 3 મેક્સિકોના છે. પરંતુ એમની પુષ્ટિ કરવામાં આવી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Ohio Police USA world અમેરિકા ટેક્સાસ ડેટૉન usa

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ