બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Asit Vora should be removed from office, youth do not want exams under his leadership ': PAAS leader

આનાથી ઓછું નહિ / અસિત વોરાને પદ પરથી દૂર કરવામાં આવે, યુવાનો તેમની આગેવાનીમાં નથી ઇચ્છતા પરીક્ષા': PAAS નેતા

Mehul

Last Updated: 09:25 PM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુવાનો અસિત વોરાની આગેવાનીમાં પરીક્ષાઓ નથી ઈચ્છતા અને અસિત વોરાને પદ પરથી  દૂર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, અમે કોઈ પક્ષનુ સમર્થન કે વિરોધ નથી કરતા. PAAS નેતા બાંભણીયા

  • PAAS નેતા દિનેશ બાંભણીયાનું નિવેદન 
  • અસિત વોરાને પદ પરથી દૂર કરો;દિનેશ 
  • AAPનેતા મહેશ સવાણી સાથે કરી મુલાકાત 

પેપરલીક કાંડ મામલે PAAS નેતા દિનેશ બાંભણિયાએ નિવેદન આપતા કહ્યું છે કે, યુવાનો અસિત વોરાની આગેવાનીમાં પરીક્ષાઓ નથી ઈચ્છતા અને અસિત વોરાને પદ પરથી  દૂર કરવામાં આવે. તેમણે એમ પણ કહ્યું કે, અમે કોઈ પક્ષનુ સમર્થન કે વિરોધ નથી કરતા. બાંભણીયાએ ઉમેર્યું કે, વિદ્યાર્થીઓના મુદ્દે  AAP નેતા મહેશ સવાણી ઉપવાસ પર બેઠા હોવાથી મળવા આવ્યા છીએ,જો ભાજપ નેતાઓ વિદ્યાર્થીઓના મુદ્દે ઉપવાસ કરશે તો તેમને પણ મળવા આવીશું.

મુખ્યમંત્રી સાથે સૂચક મુલાકાત 

આ પૂર્વે હેડ ક્લાર્ક પેપર લીકનો મામલો આખા ગુજરાતમાં એટલો ગાજ્યો છે કે આમાં ગૃહરાજ્યમંત્રી બાદ હવે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ દખલગીરી કરવાની ફરજ પડી છે. હેડક્લાર્કની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત બાદ હવે મુખ્યમંત્રીએ GSSSBના ચેરમેન અસિત વોરાને મળવા બોલાવ્યા હતા. જે બાદ અસિત વોરાના રાજીનામાની અટકળો તેજ થઈ ગઈ છે. અંદર ખાને શું રંધાઈ રહ્યું છે તેની માહિતી લીક થઈ છે, ખાસ સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ CM પટેલ સાથેની બેઠકમાં અસિત વારોને જવાબદારીની રાહે રાજીનામુ આપી દેવાની વાત કહેવામા આવી છે.

 ટ્વીટર પર ઉમેદવારો માંગી રહ્યા છે અસિત વોરાનું રાજીનામું 

ત્યારે હવે ગુજરાતની સરકારી પરીક્ષાની ભરતીની તૈયારી કરતાં ઉમેદવારોએ જાણે સોશિયલ મીડિયાના સહારે આંદોલનનું બ્યૂગલ ફૂંકી દીધું છે. ટ્વીટર પર #Resign_Asitvora જોરદાર રીતે ટ્રેન્ડ થઈ રહ્યું છે. ટ્વીટર પર ઉમેદવારો અસિત વોરાનું રાજીનામું માંગી અલગ અલગ મીમ મૂકી રહ્યા છે.  પેપરલીક કાંડમાં અસિત વોરાના રાજીનામાની માગ થઇ રહી છે. ત્યારે ટ્વીટર પર #Resign_Asitvora નામે 1.62 લાખ ટ્વીટ થતાં ગાંધીનગર સુધી ઉમેદવારોનો મૂડ પહોંચ્યો હોય તેવુ દેખાઈ રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ