બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / asif ali misbehaved with a fan on airport

વાયરલ / પાકિસ્તાની ક્રિકેટરનો ફેન સાથે ઉદ્ધત વ્યવહાર, એશિયા કપમાં અફઘાની ખેલાડીને બતાવ્યું હતું બેટ, શરમજનક હરકતનો VIDEO વાયરલ

Khevna

Last Updated: 05:14 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાની પ્લેયરને બેટ બતાવનાર પાકિસ્તાની ખેલાડી આસિફ અલીએ એરપોર્ટ પર એક ફેન સાથે ઉદ્ધત વ્યવહાર કર્યો છે. જુઓ વીડિયો

  • આસિફ અલીએ કર્યો  ફેન સાથે ઉદ્ધત વ્યવહાર 
  • એરપોર્ટ પર સેલ્ફી લેવા માંગતો હતો ફેન 
  • એશિયા કપમાં મેચમાં પણ અફઘાનિસ્તાનના ખેલાડીને બતાવ્યું હતું બેટ 

આસિફ અલીએ કર્યો  ફેન સાથે ઉદ્ધત વ્યવહાર

એશિયા કપ 2022માં મારપીટ પર ઉતરી ગયેલ પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલી એકવાર ફરી વિવાદોમાં ઘેરાઈ ગયો છે. આસિફ અલીએ એરપોર્ટ પર ફેન્સ સાથે ઉદ્ધત વ્યવહાર કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે આ પહેલા એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે સુપર 4ની મેચ દરમિયાન પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ અફઘાની ફાસ્ટ બોલર ફરીદ અહમદ માલિકને મારવા માટે બેટ ઉઠાવ્યું હતું. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Khel Shel (@khelshel)

એરપોર્ટ પર સેલ્ફી લેવા માંગતો હતો ફેન
એશિયા કપ 2022નાં ફાઇનલમાં શ્રીલંકાની ટીમે પાકિસ્તાનને 23 રનથી માત આપીને છઠ્ઠી વાર ખિતાબ પોતાને નામ કર્યો છે. એશિયા કપમાં ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમ હવે પોતાના દેશ પછી ફરી તો એરપોર્ટ પર પાકિસ્તાની ક્રિકેટર આસિફ અલીએ એક ફેન સાથે ઉદ્ધત વ્યવહાર કર્યો. એરપોર્ટ પર એક ફેન આસિફ અલી સાથે સેલ્ફી લેવા માંગતો હતો, પણ આ દરમિયાન જ્યારે ફેને  આસિફ અલીનો હાથ પકડ્યો ત્યારે તેમણે તરત જ ગુસ્સામાં પોતાનો હાથ ઝાટકી લીધો અને ફેનને ગુસ્સાથી ઘૂરવા લાગ્યા. આસિફ અલી આ હરકત બાદ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા છે. 

એશિયા કપમાં મારવા માટે ઉઠાવ્યું હતું બેટ 
એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે સુપર 4ની મેચમાં પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહમદના બોલ પર મોટો શૉટ મારવાના ચક્કરમાં આઉટ થઈ ગયા. અફઘાની બોલર ફરીદ અહમદે ત્યાર બાદ આસિફ અલી તરફ આક્રામક અંદાજમાં ખુશી મનાવી. ત્યાર બાદ આસિફ અલીએ પહેલા તો તેમને ધક્કો માર્યો અને પછી તેને પોતાનું બેટ પણ બતાવ્યું. ત્યાર બાદ અફઘાનિસ્તાનના બીજા ખેલાડીઓએ આવીને તેમને રોક્યા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ