બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Aryan khan drugs case officer sp vishwa vijay singh sacked by anti drug bureau ncb over corruption

શૉકિંગ / આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અરેસ્ટ કરનાર NCB ઓફિસરની ગઈ નોકરી, જાણો શું છે કારણ

Arohi

Last Updated: 01:00 PM, 10 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Aryan khan Drugs Case: બહુ ચર્ચિત ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા NCB ઓફિસર sp vishwa vijay singhને બરતરફ કરવામાં આવ્યા છે.

  • SP Vishwa Vijay Singh થયા બરખાસ્ત 
  • આર્યન ખાનને ક્રૂઝ ડ્રગ્સ કેસમાં કર્યો હતો અરેસ્ટ
  • જાણો શું છે સમગ્ર મામલો 

મુંબઈના ચર્ચિત કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ સાથે જોડાયેલા એક NCB ઓફિસર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. NCBએ આ ઓફિસરને બરખાસ્ત કરી દીધા છે. SP વિશ્વ વિજય સિંગ તે ઓફિસરોમાં શામેલ હતો જેમણે વર્ષ 2021માં ક્રૂઝ પર છાપેમારી કર્યા બાદ એક્ટર શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાનને અરેસ્ટ કર્યો હતો. 

લાગ્યા ભ્રષ્ટાચારના આરોપ 
રિપોર્ટ અનુસાર વિશ્વ વિજય સિંહ NCBના મુંબઈ ઓફિસમાં એસપી હતા અને આર્યન ખાન વાળા કેસમાં તપાસ અધિકારી પણ હતા. આર્યન ખાનને ક્લીન ચિટ મળ્યા બાદ, NCBએ તેમને ડ્રગ્સની જપ્તી સાથે જોડેયેલા એક અન્ય મામલામાં ભ્રષ્ટાચારના આરોપના કારણે બળતરફ કર્યા હતા. 

આ મામલો 2019નો હતો અને તેમના પર સ્થગીત કાર્યવાહી 2022માં થઈ. હાલમાં જ આ મામલામાં તપાસ રિપોર્ટ આવ્યો છે તેમાં સુચન આપવામાં આવ્યું હતું કે વિશ્વ વિજય સિંહને સર્વિસથી હટાવી દેવો જોઈએ. તેના બાદ તેમને બરતરફ કરી દેવામાં આવ્યા. 

અન્ય અધિકારી પર પણ તપાસ 
સેવામાંથી બરતરફની કાર્યવાહી એક અન્ય અધિકારી પર પણ કરવામાં આવી છે. તેમનું નામ વિશ્વનાથ તિવારી છે. આ કેસ વર્ષ 2016નો છે. ત્યારે તિવારી NCBમાં ઈન્ટેલિજન્સ અધિકારી હતા. તેમના પર આરોપ હતો કે તેમણે પોતાના વરિષ્ઠ અધિકારીઓ અને વિભાગની પરવાનગી વગર સિંગાપુરની યાત્રા કરી હતી. વિશ્વનાથ તિવારીને પણ તપાસ બાદ નોકરીમાંથી બરખાસ્ત કરી દેવામાં આવ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ