બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Are you sleeping less than 6 hours every night? So be careful, you can become a victim of diabetes

હેલ્થ / તમે દરરોજ રાત્રે 6 કલાકથી ઓછી ઊંઘ કરો છો? તો ચેતી જજો, બની શકો ડાયાબિટીસનો શિકાર

Vishal Dave

Last Updated: 08:33 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો પુરતી ઉંઘ નથી લેતા તેમને ડાયાબિટીઝ થવાનો ખતરો વધી જાય છે. એક્સપર્ટ્સના મતે દરરોજ મિનિમમ 6-8 કલાક ઉંઘ જરુરથી લેવી જોઈએ

ખરાબ લાઈફસ્ટાઈલને કારણે અનેક બીમારીઓ થઈ રહી છે. જેમાં ડાયાબિટીઝ મુખ્ય બીમારી છે. ખાવા-પીવાની આદતોના કારણે તો શરીરમાં બીમારીઓ ઘર કરે જ છે. પરંતુ પુરતી ઉંઘ ન લેવાના કારણે ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે. જેથી ડૉક્ટરો પણ સલાહ આપે છે કે, ડાયાબિટીઝના ખતરાને ટાળવો હોય તો પુરતી ઉંઘ લેવી જોઈયે.
દરરોજ 6-8 કલાક ઉંઘ તો લેવી જ જોઈએ

ડાયાબિટીઝના એક્સપર્ટ્સ મુજબ ક્રોનિક બીમારીઓથી બચવા આપણે દરરોજ 6-8 કલાક ઉંઘ તો લેવી જ જોઈએ. તમે ગમે તેટલી હેલ્થી ડાયટ કરો પરંતુ જો તમે પુરતી ઉંઘ નથી લેતા તો તમને ડાયાબિટીઝ થવાનો ખતરો રહે છે.

ટાઈપ -2 ડાયાબિટીઝનો ખતરો

ડાયાબિટીઝ પર યુકે બાયો બેન્કમાં કરવામાં આવેલી સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે, ડાયાબિટીઝ અને ઉંઘને સીધો સંબંધ છે. 2,47,867 વયસ્ક લોકો પર 10 વર્ષ સુધી વિશ્લેષણ કરવામાં આવ્યુ હતુ. આ રીસર્ચમાં જાણવા મળ્યુ કે જે લોકોએ 5 કલાકની ઉંઘ લીધી હતી તેમને નોર્મલ ઉંઘ લેનારાની કરતા ટાઈપ -2 ડાયાબિટીઝનો ખતરો 16 ટકા વધી ગયો હતો. જે લોકો 3-4 કલાક સુતા હતા તેમને 8 કલાકની ઉંઘ લેનારાની તુલનામાં ડાયાબિટીઝ થવાનો ખતરો 41 ટકા વધુ હતો.
 

આ પણ વાંચોઃ  કાચી કેરી ખાવાના 6 ખટુંબડા ફાયદા, વજન ઓછું કરવું હોય તો બેસ્ટ ઓપ્શન

અપૂરતી ઉંઘ આ રીતે ડાયાબિટિઝને પ્રોત્સાહન આપે છે 

માણસ જ્યારે પુુરતી ઉંઘ નથી લેતો ત્યારે શરીરમાં કાઉન્ટર રેગુલેટરી હોર્મોન એક્ટિવ થઈ જાય છે. તે સ્ટ્રેસના હોર્મોન રીલીઝ કરે છે. તે ઈન્સ્યૂલિનની ક્રિયામાં બાધા નાખે છે. જ્યારે તમે ખાવાનું ખાવ છો ત્યારે પણ તે ઓછુ ઈન્સ્યૂલિન રીલીઝ કરે છે બ્લડ સુગરને પણ તે યોગ્ય રીતે યૂટીલાઈઝ નથી કરી શકતુ. તેનાથી ડાયાબિટીઝનો ખતરો વધી જાય છે. આ સ્થિતિમાં હ્રદયની બીમારીની પણ શક્યતા રહે છે.

મોડા સુવાવાળા લોકો રાત્રે નાસ્તો કરે છે, મેદસ્વીતા વધારે છે 

એક્સપર્ટ્સના મતે, ઓછુ ઉંઘવાથી હંગર હોર્મોન ઘ્રેલિનને ઉત્તેજિત કરે અને તૃપ્તિ હોર્મોન લેફ્ટિનને ઘટાડે છે. જેથી રાત્રે મોડા સુવાવાળા લોકો રાત્રે નાસ્તો કરતા હોય છે. રાત્રે મોડા ખાવાથી મેદસ્વીતાપણાનો ખતરો વધે છે. મેદસ્વીતાપણાને પણ ડાયાબિટીઝનું જોખમનું કારક માનવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ