બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Aravalli district police chief suspended 3 including head constable

આકરું પગલું / અરવલ્લી જિલ્લા પોલીસ વડાનું એક્શનઃ હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓ સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 03:30 PM, 8 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત 3 કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. દારૂની હેરાફેરી મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

 

  • અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ હેડ કોન્સ્ટેબલ સહિત 3ને કર્યા સસ્પેન્ડ
  • CCTVમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી સહિત બે કર્મીઓ થયા હતા કેદ
  • ઇજાગ્રસ્તના પરિવારજનોએ મેઘરજ પોલીસમાં નોંધાવી હતી ફરિયાદ

મેઘરજમાં પોલીસકર્મીઓ દ્વારા દારૂની હેરાફેરી મામલે જિલ્લા પોલીસ વડાએ આકરી કાર્યવાહી કરી છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ સમગ્ર પ્રકરણની તપાસ ડીવાયએસપી હેડ ક્વાર્ટરને સોંપવામાં આવી છે. મહત્વનું છે કે, દારૂ ભરેલી કારનો બાઇક સાથે અકસ્માત થતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

હેડ કોન્સ્ટેબલ સહિત ત્રણ પોલીસ કર્મી સસ્પેન્ડ
જિલ્લા પોલીસ વડાએ મેઘરજ પોલીસ સ્ટેશનના  હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી, જતીન રાકેશભાઈ, વિજય ગોબરભાઈને સસ્પેન્ડ કર્યા છે. મેઘરજના માલપુર રોડ પર કાર ચાલકે બાઇક લઈને જતા ચાલકને અડફેટે લીધો હતો. આ કાર બાઇકને ટક્કર મારી પંચાલ રોડ પર એક દુકાન આગળ ઊભી રહી હતી. જ્યાં આ કારમાંથી દારૂની પેટીઓ બીજી કારમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટના દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

In Meghraj of Aravalli, the police did the manipulation of liquor

CCTV આવ્યા હતા સામે
અકસ્માત કરનાર કારમાંથી દારૂની પેટીઓ ટ્રાન્સફર કરતા સીસીટીવી સામે આવ્યા હતા. સીસીટીવીમાં હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી સહિત બે કર્મીઓ કેદ થયા હતા. તો ઈજાગ્રસ્ત યુવકના પરિવારજનોએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

શું છે સમગ્ર મામલો?
અરવલ્લીના મેઘરજમાં પોલીસ દારૂની હેરાફેરીના કરતા હોવાનું ખુલ્યું હતું. પોલીસ સ્ટેશનનો હેડ કોન્સ્ટેબલ અર્જુન ગઢવી દારૂની હેરાફરી કરતાના CCTV સામે આવ્યા હતા. અકસ્માત બાદ દારૂ અન્ય કારમાં ભરી પોલીસકર્મી ફરાર થયો હતો. દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કરતા હોવાની પણ વિગત સામે આવી હતી.

સ્થાનિકોએ શુ કહ્યું ?
સ્થાનિકોએ જણાવ્યું હતું કે, માલપુર ચોકડી પર દારૂ ભરેલી કારનો બાઈક સાથે અકસ્માત થયો હતો. તેમણે કહ્યું હતું કે, તે ગાડી સાઈડમાં મુકીને જતા રહ્યાં અને પછી તે ગાડીમાંથી બે-ચાર પોલીસવાળાએ દારૂ ક્રોસિંગ કર્યું જે બાબતના CCTV પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ