બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / Araneae Mactans earns 17 thousand per hour by dominating humiliating men while romancing

અહો વૈચિત્ર્યમ્! / રોમાન્સ દરમિયાન પીડાના અખતરા, પુરુષોને ટોર્ચર કરીને કમાણી કરે છે એરી મેકટન્સઃ માર ખાવાના પુરુષો કલાકના 17 હજાર ચૂકવે છે

Vaidehi

Last Updated: 06:13 PM, 26 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરુષોને ટોર્ચર કરીને કમાણી કરી એરી મેકટન્સ એક કલાકનાં 17 હજાર રૂપિયાની કમાણી કરી લે છે. તેણે કહ્યું કે,'મેં ઘણાં લોકોનાં લગ્ન તૂટતાં બચાવ્યાં છે.'

  • પુરુષોને માર મારીને કમાણી કરે છે મહિલા
  • એક કલાકનાં 17 હજાર રૂપિયા ચાર્જ કરે છે
  • મેં ઘણાં લોકોનાં લગ્ન તૂટતાં બચાવ્યાં છે- મહિલા

મનુષ્ય એવું પ્રાણી છે કે તેની લાગણીઓ ઘણી વિચિત્ર હોય છે. કેટલાક લોકો ફક્ત પોતાના પાર્ટનર સાથે જ રોમાન્સ કરવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકોને પ્રેમમાં અખતરા કરવાનું પસંદ હોય છે. આવા જ લોકો પાસેથી નાણાં કમાવાનું કામ ઈંગ્લેન્ડની એક મહિલા  કરે છે, જે પુરુષોને ડોમિનેટ કરે છે, તેને પીડા આપે છે અને તેના દ્વારા અઢળક કમાણી કરે છે.  તેનું નામ છે Araneae Mactans.

પુરુષોને ફટકારીને પૈસા કમાય છે
તમને લાગશે કે આખરે કોને આવી રીતે માર ખાવો પસંદ હોય? પરંતુ ઈંગ્લેન્ડના સરેના ફાર્નહેમમાં રહેતી એરી મેકટન્સ પુરુષોને ફટકારીને પૈસા કમાય છે. આશ્ચર્યની વાત એ છે કે પુરુષો એરીને આવું કરવા માટે નાણાં ચૂકવે છે. એરી એક ડોમિનેટ્રિક્સ છે એટલે કે એ મહિલા છે, જે પુરુષોને રોમાન્સ દરમિયાન પીડા આપે છે.ગાળો ભાંડવાથી લઈને ચામડાના હંટરથી ફટકારવા સુધી એરી મેક્ટન્સ અલગ અલગ કામો કરવાના રૂપિયા ચાર્જ કરે છે. એરીને એક કલાકમાં ૧૭ હજાર જેટલી કમાણી થઈ જાય છે. 

'મેં ઘણા લોકોનાં લગ્ન તૂટતાં બચાવ્યાં છે'
આ મહિલાએ જણાવ્યું, ‘‘મેં ઘણા લોકોનાં લગ્ન તૂટતાં બચાવ્યાં છે. ઘણા લોકો પ્રેમ-રોમાન્સ દરમિયાન પોતાની હિંસક મનોવૃત્તિ પોતાના પાર્ટનર સાથે પૂરી કરી શકતા નહોતા. આ કારણે તેઓ બંને વચ્ચે અંતર વધતું જાય છે, પરંતુ મેં એ મનોવૃત્તિ પૂરી કરવામાં તેમને મદદ કરીને તેમનાં લગ્ન બચાવી લીધાં. મેં ૧૯ વર્ષથી આ કામ શરૂ કર્યું હતું, જ્યારે એક ક્લબમાં મેં એક અજાણ્યા પુરુષને ફટકાર્યો હતો. ૨૫ વર્ષની ઉંમરે હું ફુલટાઇમ ડોમિનેટ્રિક્સ બની ગઈ હતી.’’

મહિનામાં લગભગ ૨૦ ક્લાયન્ટ્સની માગણીને
હવે લોકો એરી પાસે વિચિત્ર માંગણીઓ કરી રહ્યા છે. એક મહિનામાં લગભગ ૨૦ ક્લાયન્ટ્સની માંગણીને તે પૂરી કરે છે. એરી ક્યારેય પણ કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બનાવતી નથી. તે માત્ર પુરુષોની વિચિત્ર માંગણીઓને પૂરી કરે છે. એરીને બોયફ્રેન્ડ પણ છે, જે તેની કરિયરને સપોર્ટ કરે છે. ઘણી વાર એરી પોતાના પગ દ્વારા પુરુષોના ચહેરાને રગદોળે છે તો ક્યારેક પુરુષના પ્રાઇવેટ પાર્ટ પર લાત પણ મારી દે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે એરી પોતાની આ વિચિત્ર હરકતોથી લગભગ બે કરોડથી પણ વધુની કમાણી કરી ચૂકી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ