બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / Apple Watch comes to the rescue of woman buried alive in grave by her husband

શોકિંગ / એપલની કાંડા ઘડિયાળે તો ચમત્કાર સર્જ્યો, જમીનમાં દટાયેલી મહિલાનો જીવ બચાવ્યો, જાણો આખી ઘટના

Hiralal

Last Updated: 03:09 PM, 25 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના સીટલ શહેરમાં બનેલી એક ઘટનામાં પત્નીએ કાંડે પહેરેલી એપલની ઘડિયાળના સહારે પોતાનો જીવ બચાવ્યો હતો.

  • અમેરિકાના સીટલ શહેરની ઘટના
  • પતિએ પત્નીને ચાકૂ મારી જમીનમાં જીવતી દફનાવી
  • પત્નીએ જમીનમાંથી બહાર આવીને એપલની ઘડિયાળનો કર્યો ઉપયોગ
  • એપલની ઘડિયાળની મદદથી પોલીસ બોલાવી

એપલની કાંડા ઘડિયાળ કોઈનો જીવ પણ બચાવી શકે છે અને આવી એક ઘટના અમેરિકાના સીટલ શહેરમાં બની છે.  એપલ એક ખૂબ જ લોકપ્રિય અને પ્રીમિયમ સ્માર્ટફોન કંપની છે, જેની પ્રોડક્ટ્સને દુનિયાભરમાં પસંદ કરવામાં આવે છે અને તેને ખરીદવામાં પણ આવી રહી છે. આ મોંઘા ગેજેટ્સ ઘણા યુનિક ફિચર્સ સાથે આવે છે જે સામાન્ય રીતે કોઇ અન્ય કંપનીના ડિવાઇસમાં જોવા મળતા નથી. એપલ વોચની મદદથી અનેક લોકોના જીવ બચી ગયા છે.

પતિએ ગુસ્સામાં પત્નીને જીવતી જમીનમાં દાટી દીધી
સિએટલથી 60 માઇલ દૂર એક શહેરમાં 42 વર્ષીય મહિલા યંગ સુક એનને તેના પતિએ ગુસ્સામાં જીવતી દફનાવી દીધી હતી. આ મહિલાને તેના પતિએ છરીના ઘા માર્યા હતા અને ત્યારબાદ તેના મોઢા પર ટેપ કરીને તેને જમીનમાં દાટી દીધી હતી પરંતુ મહિલાએ કાંડા પર પહેરેલી એપલ વોચને કારણે પોતાનો જીવ બચાવી લીધો હતો. 

જેમતેમ કરીને જમીનમાંથી બહાર આવીને એપલ વોચનો કર્યો ઉપયોગ 
રિપોર્ટ અનુસાર, જ્યારે યંગ સુક એનને તેના પતિએ દફનાવી હતી, ત્યારે તેણે પોતાની જાતને બચાવવા માટે પોતાની એપલ વોચનો ઉપયોગ કર્યો હતો. ગમે તેમ કરીને તેણે પોતાની જાતને જમીનની બહાર ખેંચી લીધી હતી, જે બાદ એપલ વોચની મદદથી તેણે 911 નંબર ડાયલ કર્યો હતો અને પોતાની જાતને બચાવી લીધી હતી. 

એપલ વોચની મદદથી 12 વર્ષના બાળકનું કેન્સર પણ જાણી શકાયું હતું 
ઉલ્લેખનીય છે કે એપલ વોચે અનેક લોકોના જીવ બચાવ્યાં હોય તેવી અનેક ઘટનાઓ બનેલી છે. થોડા સમય પહેલા એવી ખબર આવી હતી કે એપલ વોચ દ્વારા 12 વર્ષની બાળકીનું કેન્સર જાણી શકાયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ