બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Another revelation in VTV reality check on grain scam

વડોદરા / સરકારના આદેશને ઘોળીને પી ગયા અધિકારી, સસ્તા અનાજની દુકાનમાં કૌભાંડ મામલે વધુ એક મોટો ઘટસ્ફોટ

Dinesh

Last Updated: 07:34 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં અનાજ કૌભાંડને લઈ VTV ન્યૂઝનો સૌથી મોટો ખુલાસો, આધારકાર્ડના છેલ્લા 4 આંકડામાં છેડછાડ કરી કૌભાંડ આચર્યું છે, તેમજ તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો.

  • અનાજ કૌભાંડ બાબતે VTVના રિયાલિટી ચેકમાં વધુ એક ખુલાસો
  • આધારકાર્ડના છેલ્લા 4 આંકડામાં છેડછાડ કરી આચર્યું કૌભાંડ
  • તપાસ અધિકારીઓ સરકારના આદેશને ઘોળીને પી ગયા?

વડોદરામાં સસ્તા અનાજની દુકાનમાં થયેલા કૌભાંડ મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જય હરસિસિદ્ધિ નામની સસ્તા અનાજની દુકાનમાં વધુ ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તરસાલીની પંચવટી સોસાયટીમાં રહેતા ભરતકુમાર જાનીના ઘરે VTV પહોંચ્યુ હતું અનાજ કૌભાંડનો પર્દાફાર્શ થયો છે. પુરવઠા વિભાગના અધિકારીઓએ ભૌમિક જાનીના ઘરે તપાસ ન કરી હોવાનો ખુલાસો સામે આવ્યો છે.

અનાજ કૌભાંડમાં VTVની રિયાલિટી ચેકમાં વધુ એક ખુલાસો
ભરત જાનીના પુત્ર ભૌમિક જાનીના નામે બોગસ આધારકાર્ડથી બારોબાર અનાજ સગેવગે કરાયું હોવાની ઘટના સામે આવી છે. ભૌમિકના આધારકાર્ડ નંબરના છેલ્લા 4 આંકડા બદલી અનાજ સગેવગે કરાયું છે. ભૌમિકના છેલ્લા 4 આંકડા 3206 છે, જ્યારે 4293 બોગસ નંબરથી અનાજ લેવાયું છે. પરિવાર આજ સુધી ક્યારેય સસ્તા અનાજની દુકાનમાં અનાજ જ લેવા ગયું નથી અને રાજ્ય સરકારે રાશન કાર્ડધારકોના ઘરે જઈને તપાસ કરવા આદેશ આપ્યો હતો.  

ભરતકુમાર જાની

તપાસ અધિકારીઓ સરકારના આદેશને ઘોળીને પી ગયા?
તમને જણાવી દઈએ કે, સસ્તા અનાજની દુકાન દ્વારા આચરાતા કૌભાંડ મામલે વડોદરા પુરવઠા વિભાગના અધિકારીને તપાસ કરવા આદેશ અપાયો હતો. જિલ્લા પુરવઠા અધિકારી કોમલ પટેલે ચેતન ખમારને તપાસ સોંપી હતી. સરકારના તપાસના આદેશને વડોદરા પુરવઠા વિભાગના અધિકારી ઘોળીને પી ગયા હોય તેવું આ કૌભાંડ મામલે જણાઈ રહ્યું છે. સમગ્ર મામલે તટસ્થ તપાસ થવા પર તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે. 

અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ખુલાસો 
VTV ન્યૂઝ દ્વારા કરવામાં આવેલી તપાસમાં તપાસ કરનાર અધિકારીઓ કાર્ડધારકોના ઘરે ન ગયા હોવાનો ઘટસ્પોટ થયો છે. જે જગ્યા પર પુરવઠાના તપાસ અધિકારી નથી પહોંચ્યા ત્યાં VTVની ટીમ પહોંચી હતી. અહીં રેશન કાર્ડ ધારકોને તપાસ અધિકારી અંગે સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં રાશન કાર્ડધારકે કહ્યું હતું કે, અમે ક્યારેય સસ્તા અનાજની દુકાન જોઈ નથી. અમે દુકાને નથી ગયા તો અમારૂં અનાજ કોણ લઇ ગયું? પરિવારમાં 6 સભ્યો છે તો 8 લોકોનું અનાજ કોણે વિતરણ કર્યું?. અમારા ઘરે પુરવઠા ઇન્સ્પેકટર કે તપાસ અધિકારી તપાસ કરવા આવ્યા જ નનથી. તપાસ અધિકારી સામે કાર્યવાહી થવી જોઈએ. 

જાણો શું છે સમગ્ર મામલો?
વડોદરાની સસ્તા અનાજની 12 દુકાનોમાં અનાજ વિતરણમાં કૌભાંડ થયું હતું. આધારકાર્ડ આધારિત વિતરણ વ્યવસ્થામાં કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આધાર અને ફિંગર પ્રિન્ટ વ્યવસ્થાના કારણે કૌભાંડ બહાર આવ્યું હતું. તપાસમાં એક જ કાર્ડધારકના નામે અન્ય દુકાનમાંથી પણ પુરવઠો લેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું હતું. થમ્બ ડિવાઈસ અને લેપટોપનો અલગ અલગ દુકાનમાં ઉપયોગ થયો હતો. કૌભાંડ બહાર આવ્યા બાદ સસ્તા અનાજની 12 દુકાનોમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રાજ્ય કક્ષાએથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. તો જિલ્લા પુરવઠા અધિકારીએ પુરવઠા ઈન્સ્પેક્ટર્સને તપાસનો આદેશ આપ્યો હતો અને 3 દિવસમાં તપાસ કરી રિપોર્ટ આપવા સૂચના આપવામાં આવી હતી.

સળગતા સવાલ

  • તપાસ અધિકારીઓએ કાર્ડધારકોના ઘરે તપાસ કેમ ન કરી?
  • શું તપાસ અધિકારીઓને તપાસ કરવામાં રસ નથી?
  • શું તપાસ અધિકારીઓએ પણ રાશન કૌભાંડમાં સાથ આપ્યો છે?
  • તપાસ અધિકારીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે?
  • તપાસ અધિકારીઓ સસ્તા અનાજની દુકાનદારોને બચાવવા કેમ માગે છે?
  • શું સસ્તા અનાજની દુકાનદારોએ તપાસ અધિકારીને રૂપિયા ખવડાવ્યા?
  • શું તપાસ અધિકારીઓ રાજ્ય સરકારના આદેશને પણ ગણકારતા નથી?
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ